પંજાબી સિનેમાના કોમેડી કિંગ જસવિંદર ભલ્લાનું નિધન
પંજાબી ફિલ્મ જગતના કોમેડિયન જસવિંદર ભલ્લાનું 65 વર્ષની ઉંમરે નિધન ચાહકોમાં શોકની લાગણી
કોમેડી કિંગ જસવિંદર ભલ્લા
કોમેડી કિંગ જસવિંદર ભલ્લા
પંજાબી ફિલ્મના પ્રખ્યાત કોમેડિયન અને અભિનેતા જસવિંદર ભલ્લાના મોહાલીમાં આવેલા ફોર્ટિસ હોસ્પિટલમાં 65 વર્ષની વયે નિધન થયા છે. આ દુઃખદ સમાચારથી પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને તેમના ચાહકોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. લાંબી માંદગી બાદ શુક્રવારે તેમનું અવસાન થયું. તેમના અંતિમ સંસ્કાર શનિવારે બપોરે 12 વાગ્યે મોહાલી નજીકના શમશાન ઘાટ પર કરવામાં આવશે.
જસવિંદર ભલ્લાએ તેમની અનોખી કોમિક ટાઈપિંગ અને સરળ અભિનયથી લાખો લોકોના દિલમાં સ્થાન બનાવ્યું. 'ગદ્દી ચલતી હૈ છલાંગા માર કે', 'કેરી ઓન જટ્ટા', 'જિંદ જાન', 'નૌકર વોહટી દા', અને 'બેન્ડ બાજે' જેવી ફિલ્મોમાં તેમના પાત્રોએ દર્શકોને ખૂબ હસાવ્યા અને તેમના ચહેરા પર હંમેશા સ્મિત જાળવી રાખ્યું. તેઓ પ્રોફેસર તરીકે પોતાનું કેરિયર શરૂ કરવા માંગતા હતા, પણ1988માં તેમણે કોમેડિયન તરીકે ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો અને ઝડપથી સફળતા મેળવી.
તેમણે પંજાબી કોમેડીને એક નવા સ્તરે પહોંચાડી. તેમના સંવાદોમાં રહેલી સાદગી અને વ્યંગ દરેક વર્ગના દર્શકોને આકર્ષિત કરતી હતી. તેમના અવસાનથી પંજાબી સિનેમાને એક મોટી અને ભરપાઈ ન થઈ શકે તેવી ખોટ પડી છે. પ્રશંસકો અને કલાકારોએ સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
અભિનેતા અમિત બાવાએ X (અગાઉનું ટ્વિટર) પર પોસ્ટ કરી લખ્યું કે, "દુનિયાને હસાવનાર આજે આપણને રડાવીને ચાલ્યા ગયા. જસવિંદર ભલ્લા ભારતના શ્રેષ્ઠ કલાકારોમાંથી એક હતા. પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને વિશ્વમાં ઓળખ અપાવવામાં તેમની ભૂમિકા અગત્યની હતી. તેમનું નિધન અપૂર્ણીય ક્ષતિ છે. વાહે ગુરુ પરિવારને આ દુઃખની ઘડીમાં હિંમત આપે."
આ સમાચાર પંજાબી ફિલ્મ ઉદ્યોગ માટે એક મોટી ખોટ છે અને તેમના ચાહકોમાં ઊંડા શોકની લાગણી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રજનીકાંતની ‘જેલર 2’એ બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત કરી છે. ફિલ્મે પહેલા દિવસે વિશ્વભરમાં ₹125.25 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું હોવાનો અહેવાલ છે. જાણો ભારતમાં કેટલી કમાણી થઈ, વિદેશી બજારમાં કેવો પ્રતિસાદ મળ્યો અને ફિલ્મના બોક્સ ઓફિસ રિપોર્ટની સંપૂર્ણ વિગતો.

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.