પલાશે સ્ટેડિયમમાં સ્મૃતિને કર્યું પ્રપોઝ
સંગીતકાર પલાશ મુચ્છલે ક્રિકેટર ગર્લફ્રેન્ડ સ્મૃતિ મંધાનાને ઘૂંટણિયે બેસીને આપ્યું સરપ્રાઇઝ

પલાશ મુચ્છલ સ્મૃતિ મંધાના

પલાશ મુચ્છલ સ્મૃતિ મંધાના
પલાશ મુચ્છલે ડીવાય પાટિલ સ્ટેડિયમમાં સ્મૃતિ મંધાનાને ફિલ્મી અંદાજમાં પ્રપોઝ કર્યું :
મ્યુઝિક કમ્પોઝર પલાશ મુચ્છલ અને સ્ટાર ક્રિકેટર સ્મૃતિ મંધાના ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. જીવનની આ નવી શરૂઆત પહેલા, પલાશે પોતાની ગર્લફ્રેન્ડ સ્મૃતિને ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં પ્રપોઝ કરીને શાનદાર સરપ્રાઇઝ આપી હતી.
પલાશે આ ખાસ ક્ષણ માટે મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમની પસંદગી કરી હતી. પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ પ્રપોઝલનો વીડિયો શેર કરતાં પલાશે લખ્યું કે સ્મૃતિએ 'હા' કહી દીધું છે, જેનાથી તેમના ચાહકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે.
ઘૂંટણ પર બેસીને કર્યું પ્રપોઝ :
વીડિયોમાં જોઈ શકાય છે કે પલાશ સ્મૃતિને આંખો પર પટ્ટી બાંધીને સ્ટેડિયમમાં લાવે છે. સ્ટેડિયમમાં પ્રવેશ્યા પછી, સ્મૃતિની આંખો પરથી પટ્ટી હટાવવામાં આવે છે અને પછી પલાશ ઘૂંટણિયે બેસીને ફૂલોનો બુકે અને વીંટી આપીને તેને પ્રપોઝ કરે છે. આ અણધારી સરપ્રાઇઝથી સ્મૃતિ એકદમ ચોંકી જાય છે.
ત્યારબાદ સ્મૃતિ પણ પોતાના થનારા જીવનસાથી પલાશને સગાઇની વીંટી પહેરાવે છે અને બંને એકબીજાને ભેટી પડે છે. આ કપલે ખુશી સાથે પોતાની સગાઇની વીંટી પણ ફ્લોન્ટ કરી હતી.
ચાહકો અને સેલેબ્સે પાઠવી શુભેચ્છાઓ :
સ્મૃતિ અને પલાશના આ અત્યંત રોમેન્ટિક વીડિયો પર તેમના ફેન્સ અને અનેક સેલેબ્સે અભિનંદન સંદેશાઓ સાથે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. મહત્વનું છે કે પલાશ મુચ્છલ અને સ્મૃતિ મંધાના લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.