ઓ રોમિયો બોક્સ ઓફિસ: 4 દિવસમાં 40 કરોડની નજીક
શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ 'ઓ રોમિયો' એ ચોથા દિવસે કરી શાનદાર કમાણી

ઓ રોમિયો

ઓ રોમિયો
બોક્સ ઓફિસ પર 'ઓ રોમિયો'નો દબદબો: વેલેન્ટાઇન ડે ઓફરનો મળ્યો જોરદાર ફાયદો
શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરી સ્ટારર ફિલ્મ ‘ઓ રોમિયો’ બોક્સ ઓફિસ પર મજબૂત પકડ જમાવી રહી છે. રિલીઝના ચાર દિવસ બાદ ફિલ્મ હવે ૪૦ કરોડના આંકડાની અત્યંત નજીક પહોંચી ગઈ છે. ખાસ કરીને સોમવારે વેલેન્ટાઇન ડે નિમિત્તે આપવામાં આવેલી ખાસ ઓફરને કારણે સિનેમાઘરોમાં પ્રેક્ષકોની ભીડ જોવા મળી હતી.
ચાર દિવસનું કલેક્શન રિપોર્ટ :
સેકનિલ્કના આંકડા મુજબ, ફિલ્મે સોમવારે એટલે કે ચોથા દિવસે અંદાજે ૫.૧૦ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે ભારતભરમાં ફિલ્મની કુલ કમાણી ૩૯.૬૧ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નિર્માતાઓ દ્વારા રાખવામાં આવેલી ‘બાય વન ગેટ વન’ ઓફરને કારણે મલ્ટીપ્લેક્સમાં સોમવારે પણ હાઉસફુલના બોર્ડ જોવા મળ્યા હતા.
ફિલ્મની દિવસ મુજબની કમાણી:
શુક્રવાર (પહેલો દિવસ): ૯.૦૧ કરોડ
શનિવાર (બીજો દિવસ): ૧૪.૫૦ કરોડ
રવિવાર (ત્રીજો દિવસ): ૧૧.૦૦ કરોડ
સોમવાર (ચોથો દિવસ): ૫.૧૦ કરોડ
કેવી છે ફિલ્મની વાર્તા ?
વિશાલ ભારદ્વાજ દ્વારા નિર્દિષ્ટ આ ફિલ્મ ૧૯૯૫ના મુંબઈની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. વાર્તામાં શાહિદ કપૂર ‘ઉસ્તરા’ નામના એક શાર્પ શૂટરના રોલમાં છે, જે પોતાના આગવા નિયમો સાથે અપરાધ જગતમાં જીવે છે. ફિલ્મમાં નાના પાટેકર ઇન્સ્પેક્ટર ખાનની ભૂમિકામાં છે. વાર્તામાં વળાંક ત્યારે આવે છે જ્યારે અફશાં (તૃપ્તિ ડિમરી) ની એન્ટ્રી થાય છે. ઉસ્તરા અને અફશાં વચ્ચેના સસ્પેન્સ અને કેમિસ્ટ્રીએ પ્રેક્ષકોને જકડી રાખ્યા છે.
મજબૂત સ્ટાર કાસ્ટ :
નાડિયાડવાલા ગ્રાન્ડસન એન્ટરટેઇનમેન્ટ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં કલાકારોની લાંબી ફોજ છે. શાહિદ અને તૃપ્તિ ઉપરાંત ફરીદા જલાલ, નાના પાટેકર, વિક્રાંત મેસી, દિશા પાટની, તમન્ના ભાટિયા અને અવિનાશ તિવારી જેવા દિગ્ગજ કલાકારોએ શાનદાર અભિનય કર્યો છે. ૧૯૯૦ના દાયકાનું મુંબઈ અને ક્રાઈમ ડ્રામાનું મિશ્રણ આ ફિલ્મને ખાસ બનાવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફિલ્મોમાં ગીતોની સંખ્યા કેમ ઘટી રહી છે? હિમેશ રેશમિયાએ Bollywood Music Industryમાં બદલાતા ટ્રેન્ડ, દરરોજ રિલીઝ થતા 300 ગીતો અને ગીતોની લંબાઈ અંગે મોટો ખુલાસો કર્યો.

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી