રોહિત શેટ્ટી ફાયરિંગ કેસમાં નેપાળ કનેક્શન ખુલ્યું
શૂટર્સને ATM દ્વારા મોકલવામાં આવ્યા હતા લાખો રૂપિયા; મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો ખુલાસો

રોહિત શેટ્ટી

રોહિત શેટ્ટી
પ્રખ્યાત બોલિવૂડ ડિરેક્ટર રોહિત શેટ્ટીના મુંબઈ સ્થિત નિવાસસ્થાન પર થયેલા ફાયરિંગના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને એક અત્યંત મહત્વની કડી હાથ લાગી છે. આ હુમલાની તપાસ દરમિયાન સામે આવ્યું છે કે હુમલાખોરોને આ કાર્ય પાર પાડવા માટે પાડોશી દેશ નેપાળથી મોટી રકમ ચૂકવવામાં આવી હતી. આ ખુલાસા બાદ હવે તપાસનો ધમધમાટ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચ્યો છે.
ATM દ્વારા નાણાકીય વ્યવહારનો ખુલાસો :
ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, પકડાયેલા શૂટર્સને કોઈ સીધા હસ્તાંતરણને બદલે ATM દ્વારા પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તપાસનીશ સંસ્થાઓ હાલમાં આ ટ્રાન્ઝેક્શનના મૂળ સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. પોલીસને શંકા છે કે આ ફંડિંગ પાછળ કોઈ મોટા આંતરરાષ્ટ્રીય ગુનાહિત સિન્ડિકેટ અથવા આતંકી સંગઠનોનો હાથ હોઈ શકે છે.
બેન્ક ખાતાઓની તપાસ તેજ :
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓના ખાતામાં નેપાળથી કોઈ અજ્ઞાત વ્યક્તિ દ્વારા નિયમિત અંતરે નાણાં જમા કરાવવામાં આવતા હતા. ખાસ કરીને આગ્રાથી પકડાયેલા આરોપીઓના ખાતામાં શંકાસ્પદ વ્યવહારો જોવા મળ્યા છે. મુંબઈ પોલીસે આ મામલે સંબંધિત બેન્કોનો સંપર્ક સાધ્યો છે અને આરોપીઓના ખાતાની સ્ટેટમેન્ટ સહિતની તમામ વિગતો મંગાવી છે જેથી પૈસા જમા કરાવનાર મુખ્ય સૂત્રધારની ઓળખ થઈ શકે.
વિવિધ રાજ્યોમાંથી 12 આરોપીઓની ધરપકડ :
રોહિત શેટ્ટીના જુહુ સ્થિત બંગલા પર થયેલા આ હુમલા બાદ મુંબઈ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. પોલીસે અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણા જેવા અલગ-અલગ રાજ્યોમાં દરોડા પાડીને કુલ 12 શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરી છે. હાલમાં મુંબઈ પોલીસ આ સમગ્ર નેટવર્કને તોડી પાડવા અને હુમલા પાછળના સાચા મનસૂબાને બહાર લાવવા માટે કડક કાર્યવાહી કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફિલ્મોમાં ગીતોની સંખ્યા કેમ ઘટી રહી છે? હિમેશ રેશમિયાએ Bollywood Music Industryમાં બદલાતા ટ્રેન્ડ, દરરોજ રિલીઝ થતા 300 ગીતો અને ગીતોની લંબાઈ અંગે મોટો ખુલાસો કર્યો.

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી