મર્દાની 3 : YRF એ પબ્લિસિટી સ્ટંટના આરોપ નકાર્યા
દિલ્હી ગુમ થયેલી છોકરીઓના કેસ સાથે ફિલ્મનો સંબંધ નહીં, YRFએ અફવાઓ નકારી

મર્દાની 3

મર્દાની 3
યશ રાજ ફિલ્મ્સ (YRF) એ તાજેતરમાં સોશિયલ મીડિયા પર ચાલી રહેલી તે અફવાઓનું ખંડન કર્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે 'મર્દાની 3' ના પ્રમોશન માટે દિલ્હીમાં ગુમ થયેલી છોકરીઓના ગંભીર મુદ્દાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રકારના પ્રમોશનલ કેમ્પેઈન સાથે તેમને કોઈ લેવાદેવા નથી.
શું છે સમગ્ર વિવાદ ?
વર્ષ 2026 ની શરૂઆતમાં દિલ્હીમાં છોકરીઓ ગુમ થવાના અહેવાલો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ વિષય 'મર્દાની' ફ્રેન્ચાઈઝીની ફિલ્મો સાથે મળતો આવતો હોવાથી, નેટીઝન્સે આરોપ લગાવ્યો હતો કે ફિલ્મની લોકપ્રિયતા વધારવા માટે આ એક પબ્લિસિટી સ્ટંટ હોઈ શકે છે. જોકે, દિલ્હી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી અને આવી અફવાઓ ફેલાવનારાઓ સામે કડક ચેતવણી આપી હતી.
યશ રાજ ફિલ્મ્સનું સત્તાવાર નિવેદન :
YRF એ આક્ષેપોનો જવાબ આપતા જણાવ્યું હતું કે તેમની સંસ્થા 50 વર્ષ જૂની છે અને નૈતિક મૂલ્યો પર ટકેલી છે. સોશિયલ મીડિયા પર લાગેલા પેઇડ પ્રમોશનના આરોપો તદ્દન ખોટા છે. કંપનીએ અધિકારીઓની તપાસ પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે સત્ય જલ્દી સામે આવશે.
દિલ્હી પોલીસની કડક કાર્યવાહી :
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, પાછલા વર્ષોની સરખામણીએ ગુમ થયેલી વ્યક્તિઓના કેસમાં કોઈ અસાધારણ વધારો થયો નથી. પોલીસે સ્પષ્ટ કર્યું કે પૈસા કમાવવા માટે સોશિયલ મીડિયા પર ભયનો માહોલ ઉભો કરવો ગુનો છે. અફવા ફેલાવનારાઓ સામે કાયદેસરના પગલાં ભરવાની તૈયારી પણ પોલીસે દર્શાવી છે.
ફિલ્મનું બોક્સ ઓફિસ પર પ્રદર્શન :
રાની મુખર્જી સ્ટારર 'મર્દાની 3' હાલ સિનેમાઘરોમાં ચાલી રહી છે. અભિરાજ મીનાવાલાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં જાનકી બોડીવાલા પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મે આઠ દિવસના ગાળામાં અંદાજે ₹26.88 કરોડનું કલેક્શન મેળવ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફિલ્મોમાં ગીતોની સંખ્યા કેમ ઘટી રહી છે? હિમેશ રેશમિયાએ Bollywood Music Industryમાં બદલાતા ટ્રેન્ડ, દરરોજ રિલીઝ થતા 300 ગીતો અને ગીતોની લંબાઈ અંગે મોટો ખુલાસો કર્યો.

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી