ખતરો કે ખિલાડી 15: રોહિત શેટ્ટીનો ધમાકેદાર કમબેક
બે વર્ષના લાંબા વિરામ બાદ AI પ્રોમો સાથે પરત ફરી રહ્યો છે સ્ટંટ શો

ખતરો કે ખિલાડી

ખતરો કે ખિલાડી
રિયાલિટી ટીવીની દુનિયામાં સૌથી વધુ રોમાંચક ગણાતો શો 'ખતરો કે ખિલાડી' ફરી એકવાર દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. વર્ષ 2024ની સિઝન બાદ એક વર્ષના બ્રેકને લીધે ચાહકોમાં નિરાશા હતી, પરંતુ મેકર્સે 15મી સિઝનની સત્તાવાર જાહેરાત કરીને તમામ અટકળો પર વિરામ મૂકી દીધો છે.
AI ટેકનોલોજી સાથેનો થ્રિલિંગ પ્રોમો :
આ વખતે શોની શરૂઆત કંઈક અલગ રીતે કરવામાં આવી છે. મેકર્સે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા તૈયાર કરવામાં આવેલો એક પ્રોમો રિલીઝ કર્યો છે. આ પ્રોમોમાં એક યુવતી ટ્રક સાથે ખીણમાં ખાબકતી જોવા મળે છે, જે દ્રશ્ય અત્યંત રોમાંચક અને ડરામણું છે. જોકે, હજુ સુધી મેકર્સે શોની ચોક્કસ રિલીઝ ડેટ જાહેર કરી નથી, જેના કારણે પ્રેક્ષકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
રોહિત શેટ્ટી ફરી હોસ્ટ તરીકે દેખાશે :
ચાહકોના ફેવરિટ ડાયરેક્ટર રોહિત શેટ્ટી 10મી વખત આ શોને હોસ્ટ કરવા જઈ રહ્યા છે. અગાઉ આ શો અક્ષય કુમાર, પ્રિયંકા ચોપરા અને અર્જુન કપૂર જેવા સિતારાઓ હોસ્ટ કરી ચૂક્યા છે, પરંતુ રોહિત શેટ્ટીની સ્ટાઈલ દર્શકોને સૌથી વધુ પસંદ આવે છે. 'ખતરો કે ખિલાડી'ના ઈતિહાસમાં નવ સિઝન હોસ્ટ કરવાનો રેકોર્ડ ધરાવતા રોહિત હવે ફરી એકવાર ખતરનાક સ્ટંટ્સ કરાવતા જોવા મળશે.
કયા સ્પર્ધકો ભાગ લેશે ?
સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ મુજબ, આ વખતે બિગ બોસ 19ના લોકપ્રિય ચહેરાઓ આ શોમાં જોવા મળી શકે છે. બસીર અલી, અભિષેક બજાજ, ફરહાના ભટ્ટ અને પ્રણિત મોરે જેવા કલાકારોના નામ રેસમાં સૌથી આગળ છે. જોકે, ઓફિશિયલ કન્ટેસ્ટન્ટ લિસ્ટની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફિલ્મોમાં ગીતોની સંખ્યા કેમ ઘટી રહી છે? હિમેશ રેશમિયાએ Bollywood Music Industryમાં બદલાતા ટ્રેન્ડ, દરરોજ રિલીઝ થતા 300 ગીતો અને ગીતોની લંબાઈ અંગે મોટો ખુલાસો કર્યો.

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી