રાજપાલ યાદવને હાઈકોર્ટનો ઝટકો: સમય આપવાનો ઇનકાર
ચેક બાઉન્સ કેસમાં 6 કરોડની ચુકવણી માટે એક્ટર રાજપાલ યાદવે માંગ્યો હતો સમય

રાજપાલ યાદવ

રાજપાલ યાદવ
બોલિવૂડના જાણીતા કોમેડિયન રાજપાલ યાદવની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. દિલ્હી હાઈકોર્ટે તાજેતરમાં ચેક બાઉન્સના જૂના કેસમાં અભિનેતાને કોઈ પણ પ્રકારની રાહત આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. બાકી નીકળતી માતબર રકમની ભરપાઈ કરવા માટે રાજપાલ યાદવે કોર્ટ પાસે 30 દિવસની મહેતલ માંગી હતી, પરંતુ અદાલતે કડક વલણ અપનાવતા આ વિનંતી ફગાવી દીધી છે.
કોર્ટમાં રાજપાલ યાદવ થયા ભાવુક :
વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થયેલી સુનાવણી દરમિયાન રાજપાલ યાદવ અત્યંત ભાવુક જણાતા હતા. તેમણે પોતાની આર્થિક સ્થિતિ અને અત્યાર સુધી કરેલી ચુકવણીનો ઉલ્લેખ કર્યો હતો. જોકે, કોર્ટે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જો ચુકવણી કરવાની દાનત હોય તો આટલો લાંબો વિલંબ શા માટે કરવામાં આવી રહ્યો છે. અદાલતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે હવે વધુ સમય આપી શકાય તેમ નથી અને આ મામલે ચુકાદો સુરક્ષિત રાખવામાં આવ્યો છે.
7.75 કરોડ રૂપિયાની રકમ હજુ પણ બાકી :
ફરિયાદી પક્ષના વકીલની દલીલ મુજબ, રાજપાલ યાદવે સ્વીકારેલી નાણાકીય જવાબદારીઓ હજુ પૂર્ણ થઈ નથી. ટ્રાયલ કોર્ટમાં અગાઉ જમા કરાવેલા 2 કરોડ રૂપિયા બાદ કરતાં હજુ પણ કુલ 7.75 કરોડ રૂપિયા લેવાના બાકી નીકળે છે. ફરિયાદી પક્ષે ભારપૂર્વક જણાવ્યું હતું કે માત્ર જેલની સજા કાપવાથી નાણાકીય દેવું સમાપ્ત થઈ જતું નથી.
શું છે સમગ્ર વિવાદ ?
આ વિવાદની શરૂઆત વર્ષ 2010માં થઈ હતી. રાજપાલ યાદવે પોતાની ફિલ્મ અતા પતા લાપતા ના નિર્માણ માટે મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની પાસેથી 5 કરોડ રૂપિયાની લોન લીધી હતી. કમનસીબે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી, જેના કારણે અભિનેતા આર્થિક સંકટમાં મુકાયા અને લોન પરત કરવામાં અસમર્થ રહ્યા. આ દરમિયાન તેમણે આપેલા ચેક બાઉન્સ થતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. વ્યાજ ઉમેરાતા આ રકમ સતત વધતી ગઈ હતી.
જેલ અને જામીનનો ઘટનાક્રમ :
2018: દિલ્હીની કડકડડૂમા કોર્ટે રાજપાલ યાદવને દોષિત ઠેરવી 6 મહિનાની જેલની સજા ફટકારી હતી.
ફેબ્રુઆરી 2026: હાઈકોર્ટે રાહત આપવાનો ઇનકાર કરતા એક્ટરે 5 ફેબ્રુઆરીએ આત્મસમર્પણ કર્યું હતું.
ફેબ્રુઆરી 16: લગભગ 12 દિવસ જેલમાં રહ્યા બાદ 1.5 કરોડ રૂપિયા જમા કરાવવાની શરતે તેમને વચગાળાના જામીન મળ્યા હતા.
અભિનેતાએ કોર્ટમાં એવી રજૂઆત પણ કરી હતી કે આ દેવું ચૂકવવા માટે તેમણે પોતાના પાંચ ફ્લેટ વેચવા પડ્યા છે અને તેઓ અત્યાર સુધીમાં મોટી રકમ ચૂકવી ચૂક્યા છે. હવે જોવાનું એ રહેશે કે હાઈકોર્ટ આ સુરક્ષિત રાખેલા ચુકાદામાં રાજપાલ યાદવના ભવિષ્ય અંગે શું નિર્ણય લે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.

વિકી કૌશલ અને કેટરિના કૈફના લંડનના લેટેસ્ટ ફોટાએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. કેટરિનાના દેખાવ પર થતી ટીકાઓ વચ્ચે મહિલા અને પુરુષ સેલિબ્રિટીઓ સાથેના બેવડા ધોરણો પર સવાલો ઉઠ્યા છે.