ગોવિંદાની પત્ની સુનિતા આહૂજાએ બિગ બોસની ઓફર ઠુકરાવી, મને પૈસાની કોઈ કમી નથી
ગોવિંદાની પત્ની સુનિતા આહૂજાએ કહ્યું કે, તેમને બિગ બોસમાંથી ઓફર આવી હતી પણ તેમણે કહ્યું કે "મારે બાથરૂમ સાફ કરવું નથી અને પૈસાની લાલચ પણ નથી."

સુનિતા આહૂજા

સુનિતા આહૂજા
સુનિતા આહૂજાએ બિગ બોસમાં ભાગ લેવાની ઓફરનો ઇનકાર કર્યો છે. સુનિતા, જે જાણીતા ફિલ્મ અભિનેતા ગોવિંદાની પત્ની છે, તેણીએ જાહેરમાં જણાવ્યું છે કે, તેમને સલમાન ખાનના રિયાલિટી શો ‘બિગ બોસ’માંથી આમંત્રણ મળ્યું હતું, પરંતુ તેમણે આ તક સાફ નકારી દીધી.
તેઓએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, "હું એ શોમાં નથી જઈ રહી. ત્યાં જઈને બાથરૂમ કોણ સાફ કરશે? એ મારું કામ નથી. મને પૈસાની એટલી લાલચ નથી કે હું બિગ બોસ જઉં."
તેઓએ વધુમાં ઉમેર્યું કે "મારા માટે ગૌરવ મહત્વપૂર્ણ છે અને મને ખબર છે કે, ત્યાં મારે કોઈ સાથે નહીં બને." તેઓએ સ્પષ્ટ કર્યું કે, જો કોઈ ડાન્સ અથવા ટોક શો હોય અને તેમને જજ કે હોસ્ટ તરીકે બોલાવવામાં આવે, તો તેઓ એવા પ્રોજેક્ટનો ભાગ બનશે.
સુનિતાએ કહ્યું કે "હું ગોવિંદાની પત્ની છું, મને કોઈની આગળ પડતી કરવાની જરૂર નથી. હું કોઈ શો માટે ક્યારેય સંપર્ક કરતી નથી. જો મારા નસીબમાં હશે તો તેઓ મને બોલાવશે."
સુનિતાએ વધુ ખુલાસો કર્યો કે, "ગોવિંદા સાથે લગ્ન કરતા પહેલાં પણ મને એક્ટિંગની ઓફર મળી હતી, પરંતુ મારી માતાએ મને ગોવિંદા સાથે ઘર વસાવવાની સલાહ આપી અને મેં અભિનયનો વિચાર ત્યજી દીધો."
ગત દિવસોમાં સુનિતા અને ગોવિંદાની અલગાવની અટકળો ચાલી રહી હતી, જેને સુનિતાએ ખોટી ગણાવી હતી અને જણાવ્યું હતું કે "હું ગોવિંદાથી ખુશ છું અને અમે છૂટાછેડા નથી લઈ રહ્યા."
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.