ધુરંધર 2: રિલીઝ પહેલા જ કરી ₹245 કરોડની કમાણી
રણવીર સિંહની ફિલ્મનો મોટો ધડાકો, રિલીઝ પહેલા OTT અને સેટેલાઇટ રાઈટ્સથી અધધ કમાણી કરી

ધુરંધર 2 ફિલ્મ

ધુરંધર 2 ફિલ્મ
બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહની આગામી ફિલ્મ 'ધુરંધર 2' ને લઈને ચાહકોમાં જબરદસ્ત ઉત્તેજના જોવા મળી રહી છે. આદિત્ય ધરના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મનો પ્રથમ ભાગ ડિસેમ્બર 2025માં રિલીઝ થયો હતો, જેણે વિશ્વભરમાં ₹1,300 કરોડથી વધુનો બિઝનેસ કરીને ઈતિહાસ રચ્યો હતો. હવે આ ફિલ્મનો બીજો ભાગ 19 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.
રિલીઝ પહેલા જ ₹245 કરોડનો બિઝનેસ :
નવાઈની વાત એ છે કે ફિલ્મ હજુ થિયેટરોમાં આવી નથી, તે પહેલા જ તેના નોન-થિયેટ્રિકલ રાઈટ્સ દ્વારા નિર્માતાઓએ ₹245 કરોડની મોટી રકમ મેળવી લીધી છે. આ કમાણી ત્રણ મુખ્ય સેગમેન્ટ - OTT, સેટેલાઇટ અને મ્યુઝિક રાઈટ્સ દ્વારા કરવામાં આવી છે.
કયા OTT પ્લેટફોર્મ પર આવશે ફિલ્મ ?
મીડિયા અહેવાલો અનુસાર, 'ધુરંધર 2' ના ડિજિટલ રાઈટ્સ મોટા ફેરફાર સાથે વેચાયા છે. પ્રથમ ભાગ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થયો હતો, પરંતુ બીજા ભાગ માટે નિર્માતાઓએ Jio Hotstar સાથે સોદો કર્યો છે. આ ડીલ અંદાજે ₹150 કરોડમાં થઈ હોવાનું મનાય છે.
સેટેલાઇટ અને મ્યુઝિક રાઈટ્સની વિગત :
મ્યુઝિક રાઈટ્સ: ટી-સીરીઝે આ ફિલ્મના ગીતો અને સંગીતના અધિકારો ₹45 કરોડમાં ખરીદ્યા છે.
સેટેલાઇટ રાઈટ્સ: સ્ટાર નેટવર્ક દ્વારા ફિલ્મના સેટેલાઇટ રાઈટ્સ ₹50 કરોડમાં મેળવવામાં આવ્યા છે.
ગલ્ફ દેશોમાં પ્રથમ ભાગ પર પ્રતિબંધ હોવા છતાં ફિલ્મે જે રીતે કમાણી કરી હતી, તે જોતા 'ધુરંધર 2' બોક્સ ઓફિસના જૂના તમામ રેકોર્ડ તોડી શકે છે તેવી આશા છે. 19 માર્ચે આ ફિલ્મ મોટા પડદા પર દસ્તક આપશે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફિલ્મોમાં ગીતોની સંખ્યા કેમ ઘટી રહી છે? હિમેશ રેશમિયાએ Bollywood Music Industryમાં બદલાતા ટ્રેન્ડ, દરરોજ રિલીઝ થતા 300 ગીતો અને ગીતોની લંબાઈ અંગે મોટો ખુલાસો કર્યો.

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી