હૃતિક રોશન અને માઉન્ટેન ડ્યુને કોર્ટની નોટિસ
ભ્રામક જાહેરાત બદલ ઝાલાવાડ ગ્રાહક અદાલતે હૃતિક રોશન અને પેપ્સિકો પાસે એક મહિનામાં જવાબ આપો

હૃતિક રોશન અને માઉન્ટેન ડ્યુ

હૃતિક રોશન અને માઉન્ટેન ડ્યુ
બોલિવૂડ સુપરસ્ટાર હૃતિક રોશન અને જાણીતી સોફ્ટ ડ્રિંક બ્રાન્ડ માઉન્ટેન ડ્યુ મુશ્કેલીમાં મુકાયા છે. ઝાલાવાડની ગ્રાહક અદાલતે એક વકીલની ફરિયાદના આધારે હૃતિક રોશન, પેપ્સિકો કંપની અને તેના ડિસ્ટ્રીબ્યુટરને નોટિસ પાઠવી છે. આ મામલે કોર્ટે તમામ પક્ષો પાસેથી એક મહિનાની અંદર ખુલાસો માંગ્યો છે.
શું છે સમગ્ર વિવાદ ?
એડવોકેટ ગુરુચરણ સિંહે ગ્રાહક આયોગમાં આ અરજી દાખલ કરી છે. તેમનો આરોપ છે કે માઉન્ટેન ડ્યુની જાહેરાતમાં જે દાવા કરવામાં આવે છે તે સંપૂર્ણપણે ખોટા અને ગેરમાર્ગે દોરનારા છે. જાહેરાતમાં દર્શાવવામાં આવે છે કે આ પીણું પીવાથી શરીરમાં અદભૂત ઉર્જા આવે છે અને વ્યક્તિ ગમે તેવા જોખમી કામો સરળતાથી કરી શકે છે.
વકીલના જણાવ્યા અનુસાર, તેમણે જાહેરાતથી પ્રેરાઈને આ કોલ્ડ ડ્રિંક ખરીદ્યું અને તેનો ઉપયોગ કર્યો, પરંતુ જાહેરાતમાં દર્શાવ્યા મુજબ હિંમત વધવી કે ડર દૂર થવા જેવો કોઈ ચમત્કારિક અનુભવ થયો નહીં.
ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ ફરિયાદ :
ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે કોઈપણ ઉત્પાદનની ગુણવત્તા કે તેના ફાયદા વિશે ખોટી માહિતી આપવી એ ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૨૦૧૯ની જોગવાઈઓનું ઉલ્લંઘન છે. કંપની અને બ્રાન્ડ એમ્બેસેડર સાથે મળીને ગ્રાહકોમાં એક ભ્રમ પેદા કરી રહ્યા છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી.
ગ્રાહક અદાલતે આ ફરિયાદને પ્રાથમિક દ્રષ્ટિએ યોગ્ય માની છે. કોર્ટ હવે એ તપાસશે કે શું કંપનીના આ દાવાઓ ખરેખર સાબિત થઈ શકે તેમ છે કે પછી તે માત્ર ગ્રાહકોને આકર્ષવા માટેની એક યુક્તિ છે.
કોર્ટે આપ્યો એક મહિનાનો સમય :
આ કેસમાં ૨૦ જાન્યુઆરીએ ફરિયાદ કરવામાં આવી હતી, જેની સુનાવણી બાદ ૧૨ ફેબ્રુઆરીએ કોર્ટે હૃતિક રોશન, પેપ્સિકો અને વરુણ બેવરેજ લિમિટેડને નોટિસ મોકલી છે. તમામ પક્ષોએ હવે કોર્ટ સમક્ષ હાજર થઈને પોતાના દાવાઓની સત્યતા સાબિત કરવી પડશે અથવા જવાબ રજૂ કરવો પડશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફિલ્મોમાં ગીતોની સંખ્યા કેમ ઘટી રહી છે? હિમેશ રેશમિયાએ Bollywood Music Industryમાં બદલાતા ટ્રેન્ડ, દરરોજ રિલીઝ થતા 300 ગીતો અને ગીતોની લંબાઈ અંગે મોટો ખુલાસો કર્યો.

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી