Bigg Boss 20 Weekend Ka Vaar: બિગ બોસ 20માં કનિકા માન અને કાઝી તૌકીર વચ્ચે થયેલા ‘લોલીપોપ’ વિવાદનો મુદ્દો હવે વીકેન્ડ કા વારમાં ગરમાવા જઈ રહ્યો છે. સામે આવેલા પ્રોમોમાં સલમાન ખાન કાઝી તૌકીરને તેના વર્તન અંગે સવાલ કરતા જોવા મળે છે. સલમાન કહે છે કે શરૂઆતના ત્રણ અઠવાડિયામાં કાઝીનું વર્તન સીધું હતું, પરંતુ આ અઠવાડિયામાં તે ‘રસ્તા પરથી ભટકી ગયો’. કાઝી તૌકીર અને કનિકા માન વચ્ચેનો વિવાદ કેવી રીતે શરૂ થયો, સલમાન ખાને કાઝીને શું કહ્યું અને Bigg Boss 20માં Riti Tiwariનું Elimination કેવી રીતે થયું? જાણો સમગ્ર ઘટનાક્રમ.
Salman Khan કરશે Kazi Touqeerની ઝાટકણી
Bigg Boss 20 Weekend Ka Vaar Promoમાં સલમાન ખાન કાઝી તૌકીર સાથે કનિકા માનના ‘લોલીપોપ’ વિવાદ અંગે વાત કરતો જોવા મળે છે. સલમાન કાઝીને કહે છે કે પહેલા ત્રણ અઠવાડિયામાં તેનું વર્તન ખૂબ જ સીધું અને સ્પષ્ટ હતું, પરંતુ આ અઠવાડિયામાં તે પોતાના રસ્તા પરથી ભટકી ગયો. સલમાન આગળ સમજાવે છે કે કાઝીનો ઈરાદો ભલે કંઈપણ રહ્યો હોય, પરંતુ જો તેની વાત સામેની વ્યક્તિ સમજી ન શકી હોય અથવા તેનો ખોટો અર્થ નીકળ્યો હોય, તો તેણે ત્યાં જ વાત અટકાવી દેવી જોઈતી હતી. સલમાનના જણાવ્યા પ્રમાણે, કાઝીએ વાતને રોકવાને બદલે તેને આગળ ખેંચી અને મામલો લાંબો કર્યો. આ કારણે તે ખોટો પડ્યો હોવાનું સલમાન પ્રોમોમાં કહેતો જોવા મળે છે.
Bigg Boss 20માં Kanika Mann અને Kazi Touqeerનો ‘Lollipop’ વિવાદ
આ સમગ્ર વિવાદની શરૂઆત Bigg Boss 20ના તાજેતરના એપિસોડમાં કનિકા માન અને કાઝી તૌકીર વચ્ચેની મજાક-મસ્તીથી થઈ હતી. કનિકા માન કાઝીને કહે છે કે તે શોમાંથી બહાર જાય તે પહેલાં તેને થોડા શિષ્ટાચાર શીખવશે. કાઝી પણ મજાકમાં જવાબ આપે છે કે કનિકા તેની શિક્ષક બની શકે છે. ત્યારબાદ બંને વચ્ચે વાતચીત દરમિયાન કાઝી કનિકાને પૂછે છે કે, ‘મેમ, શું તમે મારી સાથે લોલીપોપ શેર કરશો?’ આ વાતથી કનિકા માન નારાજ થઈ જાય છે. તેણે કાઝીના નિવેદન સામે વાંધો વ્યક્ત કર્યો અને તેની માનસિકતા અંગે પણ આકરી ટિપ્પણી કરી. બીજી તરફ કાઝી તૌકીરે પોતાની વાત સ્પષ્ટ કરતાં કહ્યું કે તે ફિલ્મ કોઈ... મિલ ગયાના હૃતિક રોશનના પાત્રની નકલ કરી રહ્યો હતો. આ પાત્રને ફિલ્મમાં બાળક જેવી બુદ્ધિ ધરાવતું દર્શાવવામાં આવ્યું હતું. જોકે કાઝીએ પોતાની વાતનો ખુલાસો કર્યો હતો, તેમ છતાં કનિકા અને કાઝી વચ્ચેનો મુદ્દો શાંત થયો નહોતો. હવે આ જ Kanika Mann-Kazi Touqeer Lollipop Controversy ‘વીકેન્ડ કા વાર’ સુધી પહોંચી છે.
Salman Khanએ Kanika Mannને પણ પૂછ્યો સવાલ
‘વીકેન્ડ કા વાર’ના પ્રોમોમાં સલમાન ખાન કનિકા માનને સીધો સવાલ કરે છે કે શું કાઝી તૌકીરે તેની માફી માંગી હતી? આના જવાબમાં કનિકા કહે છે કે કાઝી કંઈપણ કહી શકે છે, પરંતુ તેણે કાઝીને માફી માંગતા જોયો નથી. ત્યારબાદ સલમાન ખાન કાઝી સાથે સમગ્ર ઘટનાને લઈને વાત કરે છે. સલમાનના આ વલણથી સ્પષ્ટ થાય છે કે ‘લોલીપોપ’ વિવાદ Weekend Ka Vaarનો મહત્વનો મુદ્દો બનવાનો છે. હવે જોવાનું એ રહેશે કે સલમાન ખાનની ટિપ્પણી બાદ કાઝી તૌકીર શું જવાબ આપે છે અને કનિકા માન સાથેનો આ વિવાદ કઈ દિશામાં જાય છે.
Bigg Boss 20માંથી Riti Tiwariનું Elimination
બીજી તરફ, Bigg Boss 20માં મિડ-વીક એલિમિનેશન પણ થયું છે. આ એલિમિનેશનમાં મનોજ તિવારીની પુત્રી રીતિ તિવારી (Riti Tiwari) ને શોમાંથી બહાર થવું પડ્યું છે. રીતિ તિવારીને ત્રણ સ્પર્ધકોએ પરસ્પર સહમતિથી નોમિનેટ કરી હતી. ત્યારબાદની પ્રક્રિયા બાદ તેનું Bigg Boss 20માંથી Elimination થયું. રીતિના બહાર થવાથી બિગ બોસના ઘરમાં ભાવુક માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને આમ્રપાલી દુબે ભાવુક થઈને રડતી જોવા મળી હતી. હવે બિગ બોસ 20ના ઘરમાં એક તરફ રિતિ તિવારીના એલિમિનેશનની ચર્ચા છે, તો બીજી તરફ કનિકા માન અને કાઝી તૌકીરનો લોલીપોપ વિવાદ ‘વીકેન્ડ કા વાર’માં વધુ ગરમાવાની શક્યતા છે. પ્રોમોમાં સલમાન ખાનની કાઝીને લગતી ટિપ્પણીએ આ એપિસોડ અંગે દર્શકોની ઉત્સુકતા વધારી છે.