એક્ટ્રેસ નવ્યાને જાસ્મીનનો ગજરો કેમ પડ્યો મોંઘો?
ઓસ્ટ્રેલિયા થી જાપાન સુધી, દેશોએ ફૂલો-વનસ્પતિ પર કડક નિયમો લગાવ્યા
જાસ્મીન સાથે દંડ ભોગવતી નવ્યા નાયર
જાસ્મીન સાથે દંડ ભોગવતી નવ્યા નાયર
એક નાનકડો જાસ્મીનનો ગજરો… અને લાખો રૂપિયાનો દંડ.
આ અનોખી ઘટના મલયાલમ અભિનેત્રી નવ્યા નાયરે ઓણમના પ્રસંગે મેલબર્નમાં થયેલા એક કાર્યક્રમ દરમિયાન શેર કરી. મલયાલી એસોસિયેશન ઑફ વિક્ટોરિયાએ તેમને આમંત્રિત કર્યા હતા, જ્યાં નવ્યાએ પોતાના પિતાની યાદો સાથે બનેલી ઘટના જણાવી.
તેમણે કહ્યું કે તેમના પિતાએ પ્રેમથી 15 સેન્ટિમીટરનું જાસ્મીન ગજરું તૈયાર કર્યું. “એક ભાગ કોચીથી સિંગાપુરની યાત્રા માટે વાળમાં બાંધજો અને બીજો ભાગ બેગમાં રાખજો જેથી પછી પહેરી શકશો,” એમ પિતાએ કહ્યું હતું. નવ્યાએ બેગમાં જાસ્મીન મૂકી દીધું.
પરંતુ મેલબર્ન આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતરતાં જ ફૂલ બની ગયું ભારે ભારે. અધિકારીઓએ કડક બાયોસિક્યુરિટી નિયમોનું ઉલ્લંઘન ગણાવી AUD 1,980 (અંદાજે ₹1.14 લાખ) નો દંડ ફટકાર્યો.
નવ્યાએ જણાવ્યું: “મેં અજાણતા ભૂલ કરી. કાયદો અજાણ હોવાનું બહાનું ચાલવતો નથી. અધિકારીઓએ કહ્યું કે દંડ 28 દિવસમાં ભરવો પડશે.” હળવી મજાકમાં તેમણે ઉમેર્યું કે આ રીતે તેમનું જાસ્મીન તો સોનાથી પણ મોંઘું નીકળ્યું.
ઓસ્ટ્રેલિયામાં નિયમો અત્યંત કડક છે. અહી છુપાવીને લવાયેલા બીજ કે છોડની નાની કાપણીઓ માટે લોકો પર ક્યારેક AUD 5,500 સુધીના દંડ લગાવાયા છે. કેટલાક પ્રવાસીઓ પર તો લાખો રૂપિયાના સામૂહિક દંડ પણ ફટકારાયા છે. એક કિસ્સામાં વીસા રદ કરી દંડ વસૂલવામાં આવ્યો હતો.
ન્યૂઝીલેન્ડ પણ એટલું જ કડક છે. ઓકલેન્ડમાં એક પ્રવાસીએ બિનજાહેર કરેલી વનસ્પતિ લાવતાં NZD 3,300 નો દંડ ભોગવવો પડ્યો હતો.
અમેરિકા થોડું ઢીલું છે, પરંતુ ત્યાં પણ ફૂલ જાહેર કરવા ફરજિયાત છે. જો પ્રવાસી જાહેર ન કરે તો કડક તપાસ અને દંડનો સામનો કરવો પડે છે.
યુરોપિયન યુનિયનમાં તો બહારથી લાવવામાં આવતા ફૂલો-છોડ માટે ખાસ ફાઈટોસેનિટરી સર્ટિફિકેટ જરૂરી છે. વગર દસ્તાવેજ ફૂલો-છોડ પ્રવાસી સામાન સાથે લાવવાની મનાઈ છે.
કૅનેડામાં સ્થાનિક ફ્લાઈટમાં કટ ફ્લાવર લઈ જવાની છૂટ છે, પરંતુ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ માટે તપાસ અને દસ્તાવેજ ફરજીયાત છે.
શું શીખવા જેવું છે?પ્રવાસીઓને હંમેશા યાદ રાખવું જોઈએ કે ફૂલ, છોડ કે બીજ લઈ જતા પહેલા દેશના બાયોસિક્યુરિટી નિયમો તપાસવા જરૂરી છે. નાનું લાગતું ગજરું પણ ક્યારેક ભારે આર્થિક નુકસાનમાં ફેરવાઈ શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફિલ્મોમાં ગીતોની સંખ્યા કેમ ઘટી રહી છે? હિમેશ રેશમિયાએ Bollywood Music Industryમાં બદલાતા ટ્રેન્ડ, દરરોજ રિલીઝ થતા 300 ગીતો અને ગીતોની લંબાઈ અંગે મોટો ખુલાસો કર્યો.

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી