બી પ્રાક પાસે 10 કરોડની ખંડણી: બિશ્નોઈ ગેંગની ધમકી
લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે સિંગર બી પ્રાક પાસે ખંડણી માંગવામાં આવતા મ્યુઝિક જગતમાં ફફડાટ

બી પ્રાક

બી પ્રાક
પંજાબી અને બોલિવૂડ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના જાણીતા સિંગર બી પ્રાકને જાનથી મારી નાખવાની અને ખંડણીની ધમકી મળતા ચકચાર મચી ગઈ છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય હોવાનો દાવો કરનાર વ્યક્તિએ બી પ્રાક પાસેથી 10 કરોડ રૂપિયાની માંગણી કરી છે. આ સમગ્ર મામલે પંજાબી સિંગર દિલનૂર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ધમકીભર્યો ઓડિયો મેસેજ અને ખંડણી :
આ ઘટનાની શરૂઆત 5 જાન્યુઆરીએ થઈ હતી જ્યારે સિંગર દિલનૂરને વિદેશી નંબર પરથી કોલ્સ આવ્યા હતા. શરૂઆતમાં ફોન ન ઉપાડ્યા બાદ 6 જાન્યુઆરીએ થયેલી વાતચીત દરમિયાન સામે પક્ષે શંકાસ્પદ વાત કરતા દિલનૂરે કોલ કાપી નાખ્યો હતો. ત્યારબાદ તેને એક વોઈસ મેસેજ મોકલવામાં આવ્યો હતો. આ મેસેજમાં આરઝૂ બિશ્નોઈ નામના વ્યક્તિએ પોતાની ઓળખ બિશ્નોઈ ગેંગના સભ્ય તરીકે આપી હતી. તેણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે બી પ્રાક સુધી આ સંદેશ પહોંચાડી દેવો કે એક સપ્તાહમાં 10 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરે
વિદેશથી મળ્યો મેસેજ, પોલીસ એક્શનમાં :
ધમકી આપનાર વ્યક્તિએ એવી ચેતવણી પણ આપી છે કે બી પ્રાક દુનિયાના કોઈપણ ખૂણે જતો રહે તો પણ તેની સાથે સંકળાયેલા લોકોને નુકસાન પહોંચાડવામાં આવશે. આ બાબતને ગંભીરતાથી લઈને સિંગર દિલનૂરે મોહાલી એસએસપીને લેખિતમાં જાણ કરી છે. પંજાબ પોલીસ હાલ આ વિદેશી નંબર અને આરઝૂ બિશ્નોઈના કનેક્શન અંગે ટેકનિકલ તપાસ કરી રહી છે. સિંગરની સુરક્ષા વધારવા અંગે પણ વિચારણા ચાલી રહી છે.
મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં ભયનો માહોલ :
'તેરી મિટ્ટી' અને 'મનભર્યા' જેવા લોકપ્રિય ગીતો આપનાર બી પ્રાક હાલમાં ટોચના કલાકારોમાં ગણાય છે. અગાઉ પણ અનેક પંજાબી સિંગર્સ લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાને રહ્યા છે, જેના કારણે ઈન્ડસ્ટ્રીમાં સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે. હાલમાં પોલીસ આરોપી સુધી પહોંચવા માટે સાયબર સેલની મદદ લઈ રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.