'સની સંસ્કારી કી તુલસી કુમારી’નો નવો જલવો
સોનુ નિગમ-વરુણ ધવને ઇન્સ્ટાગ્રામ પર ‘બિજુરિયા’ પર ધૂમ મચાવી, ચાહકોમાં ક્રેઝ
સોનુ નિગમ-વરુણ ધવને ધૂમ મચાવી
સોનુ નિગમ-વરુણ ધવને ધૂમ મચાવી
આગામી ફિલ્મ 'સની સંસ્કારી કી તુલસી કુમારી'ની રિલીઝ નજીક આવતાં જ, અભિનેતા વરુણ ધવન અને જાણીતા ગાયક સોનુ નિગમે તેના પ્રમોશનની શાનદાર શરૂઆત કરી છે. સોનુ નિગમે તેના ઇન્સ્ટાગ્રામ પર એક રિલ શેર કરી છે, જેમાં બંને 'બિજુરિયા' ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ વિડીયોએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે અને ચાહકોમાં ઉત્સાહ જગાવ્યો છે.
આવનારી લેટેસ્ટ 'સની સંસ્કારી કી તુલસી કુમારી' ફિલ્મમાં 90ના દાયકાના હિટ ગીત 'બિજુરિયા'નું નવું વર્ઝન રજૂ કરવામાં આવશે. આ વિડીયોમાં વરુણ ધવન અને સોનુ નિગમ ગીતના રી-ઇમેજિન્ડ વર્ઝન પર ડાન્સ કરતા દેખાય છે, જેમાં સોનુ નિગમના એક્સ્ટ્રાઓર્ડીનરી સ્ટેપ્સ ધ્યાન ખેંચી રહ્યા છે. ગીતનું સંપૂર્ણ નવું વર્ઝન 3 સપ્ટેમ્બર, 2025ના રોજ રિલીઝ થશે. જોકે ફિલ્મ 12 સપ્ટેમ્બરે રીલીઝ થવાની હતી જેની તારીખ લંબાઈને હવે 2 ઓક્ટોબર થઇ છે.
#Bijuria will serve nostalgia to Milennials and a banger to GenZ, waiting for it to drop on 3rd Sept 🔥#SunnySanskariKiTulsiKumari #VarunDhawan #JanhviKapoor #SonuNigam pic.twitter.com/ImYDZWUpGp
— Bollywood Talkies (@bolly_talkies) September 1, 2025
ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું
વરુણ ધવને ગયા અઠવાડિયે જ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયાની જાણ કરી હતી. તેણે સોશિયલ મીડિયા પર સેટ પરથી જાનવી કપૂર, રોહિત સરફ, સાન્યા મલ્હોત્રા, મનીષ પોલ અને ડિરેક્ટર શશાંક ખેતાન સાથેની તસવીરો અને વિડીયો શેર કર્યા હતા. વરુણે કેપ્શનમાં લખ્યું હતું કે, "સની સંસ્કારી કી તુલસી કુમારી ઇઝ ડન!!! મેં ફિર સે આ રહા હું @shashankkhaitan કી ડિરેક્શન મેં... 2 ઓક્ટોબર." આ ફિલ્મને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફિલ્મોમાં ગીતોની સંખ્યા કેમ ઘટી રહી છે? હિમેશ રેશમિયાએ Bollywood Music Industryમાં બદલાતા ટ્રેન્ડ, દરરોજ રિલીઝ થતા 300 ગીતો અને ગીતોની લંબાઈ અંગે મોટો ખુલાસો કર્યો.

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી