સ્ત્રી ૩ પહેલાં આવશે એનિમેટેડ ફિલ્મ 'છોટી સ્ત્રી'
મેડૉક યુનિવર્સ લાવી રહ્યું છે એનિમેટેડ ફિલ્મ ‘છોટી સ્ત્રી' જે આગળની ફિલ્મ સાથે જોડાશે
એનિમેટેડ ફિલ્મ ‘છોટી સ્ત્રી'ની જાહેરાત
એનિમેટેડ ફિલ્મ ‘છોટી સ્ત્રી'ની જાહેરાત
મેડૉક ફિલ્મ્સ દ્વારા નિર્મિત હિટ હૉરર-કૉમેડી યુનિવર્સના ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. 'થામા' ફિલ્મના ટ્રેલર લૉન્ચ ઇવેન્ટ દરમિયાન અભિનેત્રી શ્રદ્ધા કપૂરે જાહેરાત કરી છે કે, આ સિરીઝની આગામી ફિલ્મ 'સ્ત્રી 3' પહેલાં એક એનિમેટેડ ફિલ્મ 'છોટી સ્ત્રી' રિલીઝ થશે. આ ફિલ્મ શ્રદ્ધાના આઇકૉનિક પાત્રની પૂર્વ કથા (પ્રીક્વલ) દર્શાવશે અને તે સીધી 'સ્ત્રી ૩' સાથે જોડાશે.
એનિમેટેડ ફિલ્મનો ખુલાસોનિર્માતા દિનેશ વિજાને આ ફિલ્મ વિશે વધુ માહિતી આપતા જણાવ્યું કે, 'છોટી સ્ત્રી' એનિમેશન અને લાઇવ-એક્શનનું અનોખું મિશ્રણ હશે. આ ફિલ્મનો અંત 'સ્ત્રી 3'ના એક સીન સાથે થશે અને તે 'સ્ત્રી' પાત્રના રહસ્યમય ભૂતકાળ પરથી પરદો ઉઠાવશે. આ ફિલ્મ 'સ્ત્રી 3' રિલીઝ થાય તેના છ મહિના પહેલાં સિનેમાઘરોમાં જોવા મળશે.
મેડૉક યુનિવર્સની સત્તાવાર ઓળખ2018માં 'સ્ત્રી'ની સફળતા બાદ, મેડૉક ફિલ્મ્સ દ્વારા 'રૂહી', 'ભેડિયા', અને 'મુંજ્યા' જેવી ફિલ્મો બનાવીને આ હૉરર-કૉમેડી યુનિવર્સને મજબૂત બનાવવામાં આવ્યું છે. આ ઇવેન્ટમાં, શ્રદ્ધા કપૂરે આ ફ્રેન્ચાઇઝીના સત્તાવાર નામ 'મેડૉક યુનિવર્સ'ની પણ જાહેરાત કરી. તેમણે દર્શકોને સંબોધતા કહ્યું, "હવે આંતરરાષ્ટ્રીય યુનિવર્સને ભૂલી જવાનો સમય આવી ગયો છે, કારણ કે આપણી પાસે પોતાનો દેશી હૉરર યુનિવર્સ છે."
'સ્ત્રી 2'ની અસાધારણ સફળતા બાદ, જેમાં ફિલ્મે 500 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો હતો, હવે ચાહકોની નજર આ યુનિવર્સની આગામી ફિલ્મ 'થામા' પર છે, જે આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદાનાને લીડ રોલમાં દર્શાવશે અને ૨૧ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ રિલીઝ થવાની તૈયારીમાં છે. આ એનિમેટેડ ફિલ્મની જાહેરાતથી આ સમગ્ર ફ્રેન્ચાઇઝી પ્રત્યે ચાહકોનો ઉત્સાહ અને રોમાંચ અનેક ગણો વધી ગયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફિલ્મોમાં ગીતોની સંખ્યા કેમ ઘટી રહી છે? હિમેશ રેશમિયાએ Bollywood Music Industryમાં બદલાતા ટ્રેન્ડ, દરરોજ રિલીઝ થતા 300 ગીતો અને ગીતોની લંબાઈ અંગે મોટો ખુલાસો કર્યો.

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી