વિશ્વભરમાં સોનાના ભાવ છેલ્લા એક વર્ષથી સતત ઉંચાઇ સર કરી રહ્યા છે. સામાન્ય રીતે કોમોડિટી બજારમાં માગ અને પૂરવઠા વચ્ચેનું સંતુલન ભાવ નક્કી કરે છે, પરંતુ સોનાની હાલની તેજી માત્ર ગ્રાહક માગને કારણે નથી — એના પાછળ છે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા, ડોલર પરનો વિશ્વાસ ઘટવો અને દેશોની સેન્ટ્રલ બેન્કો દ્વારા થયેલી જંગી સોનાની ખરીદી.
વિશ્વ સેન્ટ્રલ બેન્કો હાલમાં આશરે ૩૬,૦૦૦ મેટ્રિક ટન જેટલું સોનું ધરાવે છે, અને છેલ્લા ત્રણ વર્ષથી દર વર્ષે સરેરાશ ૧૦૦૦ મેટ્રિક ટન જેટલો વધારો કરી રહી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આંકડા મુજબ માત્ર ઓગસ્ટ ૨૦૨૫માં જ વિશ્વની સેન્ટ્રલ બેન્કોએ ૧૯ મેટ્રિક ટન જેટલું સોનું ખરીદ્યું, જેમાં અલ-સેલ્વાડોર, પોલાન્ડ, કઝાકસ્તાન અને બલ્ગેરીયાનો સમાવેશ થાય છે.
કઝાકસ્તાન પાસે હવે ૩૧૬ ટન, બલ્ગેરીયાએ ૪૩ ટન, અને પોલાન્ડે છેલ્લા થોડા મહિનામાં ૬૭ ટન વધારીને કુલ ૫૧૫ ટન સોનું એકત્ર કર્યું છે. ચીન પણ છેલ્લા દસ મહિના સતત સોનાની ખરીદી કરી રહ્યું છે અને તેનો કુલ જથ્થો હવે ૨૩૦૦ ટન સુધી પહોંચ્યો છે. રશિયા પાસે ૨૩૩૦ ટન, જ્યારે ભારતની રિઝર્વ બેન્ક પાસે આશરે ૯૦૦ ટન સોનું છે.
બીજી બાજુ, અમેરિકાનું કુલ દેવું હવે ૩૭ ટ્રિલિયન ડોલરને વટાવી ગયું છે. આના કારણે ડોલર પર વિશ્વાસ ઘટી રહ્યો છે, અને રોકાણકારો વૈકલ્પિક સુરક્ષિત સંપત્તિ તરીકે સોનામાં રોકાણ કરી રહ્યા છે. અમેરિકામાં રોજગારી ઘટી રહી છે, ઉદ્યોગ ઉત્પાદન ધીમું પડી રહ્યું છે, અને ચીન–અમેરિકા વચ્ચેના ટ્રેડ વોરના કારણે વૈશ્વિક બજારોમાં ભયનો માહોલ છે.
સોનાનું ઉત્પાદન હાલમાં સ્થિર છે — ૨૦૨૪માં ૩,૬૬૧ ટન ઉત્પાદન સામે ૫૦૦૦ ટનની માગ હતી, એટલે પૂરવઠા કરતાં માગ ઘણો વધારે છે.
હવે સવાલ એ છે કે સોનાના ભાવ ક્યારે ઉતરશે?
આ માટે નીચેની પરિસ્થિતિઓ જરૂરી છે:
અમેરિકાની અર્થવ્યવસ્થા સ્થિર થાય અને તેનું દેવું ઘટે.
ડોલર ફરી મજબૂત બને અને વૈશ્વિક રોકાણકારોનો વિશ્વાસ પાછો ફરે.
વૈશ્વિક મંદીનો ભય ઘટે અને રાજકીય સ્થિરતા વધે.
સેન્ટ્રલ બેન્કો તેમની સોનાની સંગ્રહિત માત્રા ધીમે ધીમે બજારમાં છોડે.
જો આ પરિસ્થિતિઓ સર્જાય તો આગામી ૧૨ થી ૧૮ મહિનામાં સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો આવી શકે છે. પરંતુ હાલની વૈશ્વિક સ્થિતિને જોતા, ૨૦૨૬ પહેલાં સોનાના ભાવ સ્થિર થાય તેવી શક્યતા ઓછી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
ગુજરાત જીતવા નીકળેલી કોંગ્રેસ સામે ભાજપ નહીં, પહેલા પોતાનું જ ઘર સંભાળવાનો પડકાર!
ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા પહોંચી, પરંતુ મોંઘવારી, માથાદીઠ આવક, રોજગાર અને ખરીદશક્તિ વચ્ચે સવાલ ઊભો થયો કે આ આર્થિક વિકાસનો વાસ્તવિક લાભ સામાન્ય માણસ સુધી કેટલો પહોંચ્યો?
નવી માર્ગદર્શિકા ખાનગી રોપાણને પ્રોત્સાહન આપે છે, પર્યાવરણ અને જૈવ વૈવિધ્યને જોખમ