ભારત સરકાર દ્વારા અમલમાં મૂકાયેલા નવા Labour Codes ને સરકાર ઇતિહાસિક સુધારો કહી રહી છે. દાવો છે કે આ કાયદો “શ્રમિકોની સામાજિક સુરક્ષા વધારશે” અને “Ease of Doing Business”ને ગતિ આપશે. પરંતુ મોટા દાવાઓની વચ્ચે સૌથી મોટું સત્ય, જેને સામાન્ય કર્મચારી સમજતો નથી અથવા તેને સમજથી દૂર રાખવામાં આવી રહ્યો છે, તે છે – તમારી નેટ સેલેરી પર સીધી તરાપ મારી છે.
વહિવટી તંત્રનું જૂનું ગણિત ખૂબ સ્પષ્ટ છે — એક હાથમાં લાડુ અને બીજા હાથમાં કાતર. નિવૃત્તિ તથા સામાજિક સુરક્ષાના નામે PF અને Gratuity નો ફાળો વધારીને કર્મચારીનું ભવિષ્ય સુરક્ષિત કરવાનો દાવો થાય છે, પરંતુ વર્તમાનમાં કર્મચારીના ઘરખર્ચનું ગણિત બગાડી નાખશે.
નવા કાયદા મુજબ CTC (Cost To Company) માંથી ઓછામાં ઓછા 50% રકમ Basic Salary + DA + Retaining Allowance ગણાશે. એટલે કે PF–Gratuityનો હિસ્સો વધારો થાય છે અને Net Salary ઘટે છે.
દાખલો (સમજણ માટે આ રકમ ટાંકી છે)હાલમાં CTC = ₹40,000
કંપની બેઝિક Salary = ₹15,000 બતાવતી હતી
PF કપાત: ₹6,000
Professional Tax : ₹200
હાથમાં મળતો પગાર (Net Salary) = ₹33,800
નવા Labour Code મુજબ,
Basic Salary = CTC નો 50% = ₹20,000
PF 20% (Employee+Employer) = ₹8,000
Gratuity 4.81% = ₹962 મહિને
Professional Tax : ₹200
કુલ કપાત = ₹9162
હવે હાથમાં આવતો પગાર = ₹40,000 – ₹9,162 = માત્ર ₹30,838
અર્થાત્ મહિને ₹3,162 નું સીધું નુકસાન. વર્ષના અંતે ₹37,944 જેટલું નુકસાન.
તો પ્રશ્ન છે –
શું સરકારને ખરેખર કર્મચારીના ભવિષ્યની ચિંતા છે?કે પછી માત્ર આંકડાકીય સુધારા અને Ease of Doing Business ના નામે કોર્પોરેટ લાભ?
Overtimeનો ‘લાડુ’? કે કડવો સત્ય?કાયદો કહે છે કે ઓવરટાઇમ માટે બમણો પગાર. પરંતુ તેની બીજી બાજુ —
કંપનીઓ હવે દિવસના 12 કલાક અથવા સપ્તાહના 48 કલાક કામ લેવડાવી શકશે
4-દિવસીય કામ+3 દિવસ રજાનું સ્વપ્ન દેખાડવામાં આવ્યું છે
પરંતુ સત્ય એ કે કંપનીઓ વધારું વર્કફોર્સ રાખવાનું ટાળશે
અંતે જે ઘરનું ભાણું ભરે છે, એટલે કે કર્મચારી, તેના ખિસ્સા પર જ સૌથી મોટું બોજો પડે છે.
નવા કાયદા “ભવિષ્યની સુરક્ષા”ના નામે વર્તમાનને બલી ચઢાવી રહ્યા છે.
કર્મચારીને PFમાં પૈસા તો દેખાશે, પરંતુ ઘરે આવતી રકમમાં ખાડો સ્પષ્ટ થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
ચૂંટણી પંચની અંદર 10 મહિનામાં 14 વખત વાંધા કેમ નોંધાયા?
ગુજરાત જીતવા નીકળેલી કોંગ્રેસ સામે ભાજપ નહીં, પહેલા પોતાનું જ ઘર સંભાળવાનો પડકાર!
ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા પહોંચી, પરંતુ મોંઘવારી, માથાદીઠ આવક, રોજગાર અને ખરીદશક્તિ વચ્ચે સવાલ ઊભો થયો કે આ આર્થિક વિકાસનો વાસ્તવિક લાભ સામાન્ય માણસ સુધી કેટલો પહોંચ્યો?