‘ન્યાયમાં વિલંબ એટલે ન્યાયનો ઇનકાર’—આ કોઈ સૂત્ર નથી, એ ભારતમાં પીડિતોના હાડમાસમાં કોતરાયેલું કડવું સત્ય છે. દિલ્હીના ઉપહાર સિનેમા અગ્નિકાંડને આજે 26 વર્ષથી વધુ થઈ ગયા, પણ ન્યાયિક પ્રક્રિયા હજુ પણ સત્તાવાર રીતે આખરી તબક્કે પહોંચી છે. 13 જૂન 1997ના રોજ ઉપહાર સિનેમા હોલમાં લાગેલી આગે 59 દર્શકોનાં જીવ લીધા, જેમાં ઘણા વિદ્યાર્થીઓ અને પરિવારના સભ્યો સામેલ હતા. ટ્રાયલ કોર્ટએ માલિકો સુષિલ અને ગોપાલ અંસલને બેદરકારીજન્ય હત્યાના આરોપમાં બે વર્ષની સજા ફટકારી હતી. છતાં, અપીલ, ફેરફાર અને વિવાદો વચ્ચે, આ કેસ 2023 સુધી લટકાતો રહ્યો. આવી ન્યાયપ્રણાલી જીવતો ન્યાય નહિ—ડૂબતો તંત્ર છે.
ગુજરાતમાં પણ દુર્ઘટનાઓના કિસ્સાઓ ભયાનક રીતે વધી રહ્યા છે, પણ ન્યાયિક ગતિ એ જ કુંડાળતી. સુરતના તક્ષશિલા કોચિંગ સેન્ટર આગકાંડમાં 22 બાળકોનાં મોત. રાજકોટના TRP ગેમિંગ ઝોનમાં 27 લોકો જીવતા ભડથું થયાં. વડોદરાના હરણી તળાવમાં ઉજવણી કરતી 15 બાળકો સહિત 17 લોકો ડૂબી ગયા. અમદાવાદના શ્રેય હોસ્પિટલની આગમાં 8 દર્દીઓએ જીવ ગુમાવ્યો. ભરુચની વેલફેર હોસ્પિટલમાં કોરોનાકાળ દરમિયાન 18 લોકો ભભૂકતા અગ્નિને ભેટ ચડ્યા. સૌથી વિક્રાળ—મોરબીના ઝૂલતા પુલના ધરાશયનથી 135 લોકોનાં મોત.
દરેક ઘટનાપછીએ પોલીસ ફરિયાદ, તાત્કાલિક તપાસ કમિટી અને રાજકીય વચનો આપોઆપ આવી જાય છે. પણ પછી? કેસો સ્થાપિત થાય છે, સાક્ષી બદલાય છે, તારીખો લંબાય છે, અને પીડિતોનું દુઃખ માત્ર કાગળ પર બાકી રહે છે. ક્યાંક સરકારી મંજુરીમાં વિલંબ, ક્યાંક કોર્ટે ચૂકાદો સુનાવણી માટે જ ‘સમય નથી’ કહે છે.
વિશ્વમાં ક્યાંય આવું નથી. જાન્યુઆરી 2025માં તુર્કીના બોલુ પ્રાંતમાં કાર્તાલકાયા સ્કી રિસોર્ટમાં લાગેલી ભયંકર આગે 78 લોકોનાં જીવ લીધા ( જેમાં 34 બાળકો). એના ફક્ત 10 મહિનામાં, હોટેલના માલિક અને 10 દોષિતોને આજીવન કેદ. સાબિતી, સુનાવણી, ચુકાદો—બધું જ એક વર્ષની અંદર.
તો શું તુર્કીની વ્યવસ્થા મોટી છે? નહિ. પણ ત્યાંની ન્યાયપ્રણાલી પાસે ‘માનવ જીવન’ માટે તાત્કાલિકતા છે. ભારતમાં હજીપણ ફાઇલ, નોંધ અને તારીખો જ મોટી છે.
સવાલ સરળ છે: શું ભારતની કોર્ટો અને સરકાર હવે આ બેદરકારીથી ઊંઘતી રહેશે? કે ફાસ્ટ-ટ્રેક કોર્ટે ખાસ કરીને મોટી જાનહાનિ વાળા કેશ માટે 'ટાઈમ-બાઉન્ડ' સુનાવણી અને ચૂકાદાની ફરજ નાખશે? શું તપાસ એજન્સી પાસે સમયમર્યાદા હશે? શું રાજકીય અને ન્યાયિક તંત્ર સાબિત કરશે કે તેઓ માત્ર પ્રતિક્રિયા માટે નહિં, પરંતુ પ્રતિકાર માટે જીવિત છે?
જો નહિ, તો ભારતને ન્યાય નહીં, ફક્ત રુટીન આપતી પ્રણાલી મળશે—અને પીડિતોને, ફરીથી ન્યાયનો ઇનકાર.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
ચૂંટણી પંચની અંદર 10 મહિનામાં 14 વખત વાંધા કેમ નોંધાયા?
ગુજરાત જીતવા નીકળેલી કોંગ્રેસ સામે ભાજપ નહીં, પહેલા પોતાનું જ ઘર સંભાળવાનો પડકાર!
ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા પહોંચી, પરંતુ મોંઘવારી, માથાદીઠ આવક, રોજગાર અને ખરીદશક્તિ વચ્ચે સવાલ ઊભો થયો કે આ આર્થિક વિકાસનો વાસ્તવિક લાભ સામાન્ય માણસ સુધી કેટલો પહોંચ્યો?