રાજસ્થાન ના કોટા ને ઉપનામ મળ્યું છે, કોટા ફેકટરી, આઇઆઇટી ની સીડી, આ ફેકટરી કે સીડી ભારત નું ભવિષ્ય સુધારવા ની જગ્યા એ માનસિક તાણ નું કેન્દ્ર બનતું જાય છે, યુવાન હૈયા નું કબ્રસ્તાન બનતું જાય છે. રાજસ્થાન સરકારના આંકડા પ્રમાણે કોટા માં ૨૦૨૪માં ૧૭ વિદ્યાર્થી- વિદ્યાર્થી ની ઓ એ આત્મહત્યા કરી હતી, ૨૦૨૩ના આ આંકડો ૨૬નો હતો.
એક યુવાન દેશ માટે આ સારી નિશાની નથી, ભારતની શિક્ષણ વ્યવસ્થા માં ધરખમ ફેરફાર ની જરૂર છે. નાની નાની વાતોમાં પશ્ચિમીકરણ નો વિરોધ કરનારા કે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની વાત કરનારા રાજકીય પક્ષ પણ મોન્ટેસરી શિક્ષણ નું જે ભારતીય કરણ થયું અને તેમાં જે બિન તંદુરસ્ત હરીફાઇ આવી ગઇ છે, તે દૂષણ દૂર કરવામાં નિષ્ફળ રહ્યો છે. શિક્ષણનું વ્યાપારીકરણ પરિવારને આર્થિક પાયમાલી તરફ ધકેલી રહ્યાં છે, જે પણ યુવાનોમાં વધતી આત્મહત્યા નું કારણ છે.
મા-બાપ ની દીકરી-દીકરાને એન્જિનિયર કે ડોક્ટર જ બનાવવા જીદ જોતા લાગે છે કે દેશે વધુ યુવાધન ખોવાની તૈયારી રાખવી પડશે. ન શાળામાં, ન ઘરે, ક્યારેય બાળકોની રુચિ વિશે સમજવા ની કે તેની રૂચી ને પોષણ આપવાની કોશિશ થતી નથી. બાળકની અંદર રહેલા હુન્નર ને શોધવા ની સમજવા ની કળા મા-બાપ કે શિક્ષકો ખોઈ બેઠા છે.
ગુજરાતમાં શિક્ષણ વિદ ગિજુભાઈ બધેકા થઈ ગયા તેમણે ભાર વગરના ભણતર રીત શીખવાડી, જે સમાજ અને રાજ્ય ભૂલી ગયો, દફતર વગરની સ્કૂલ તો સ્કૂલ ઓફ એક્સલન્સ માં ક્યાંય ખોવાઈ ગઈ.
જે પશ્ચિમી સંસ્કૃતિની આજકાલ ના ભારતીયોને એલર્જી થઇ ગઇ છે, તે પશ્ચિમી દેશોમાં બાળકો આટલા પુસ્તકો સાથે શાળાએ જતા નથી. ત્યાં નહોતો શાળામાં કે ઘરે પરિવાર, બાળક કે યુવાનને શિક્ષણમાં આગળ શું કરવું જોઈએ તે નક્કી કરે છે. બાળક શાળામાં ભણતું હોય ત્યારે તેની કુનેહ, શક્તિ, ક્ષમતા અને રુચિ પર શિક્ષકનું સવિશેષ ધ્યાન હોય છે. ત્યાં રમત ના શોખીન બાળકને જે તે સ્પોર્ટસમાં કેમ આગળ વધાય તેની તાલીમ અપાય છે, બાળકને મ્યુઝિક માં રસ હોય તો તેની તાલીમ પર ધ્યાન અપાઇ છે. બાળકોને સંશોધન પ્રત્યે લગાવ હોય તો તેને દિશામાં વાળવામાં આવે છે. જે દિવસે ભારતમાં આ પદ્ધતિ અમલમાં આવી યુવકની આત્મહત્યા ઇતિહાસ બની જશે. શિસ્ત, અનુશાસન નામે શાળામાં બાળકો ની બુદ્ધિ કુંઠિત કરવાનું ભારતમાં ક્યારે બંધ કરવાની તાતી જરૂર છે. બાકી તો તમને ગમે તેટલા ૩ idiots જેવા ચલચિત્રો બનાવો તેની કોઇ જાજી અસર ભારતીય સમાજ પર થતી દેખાવાની નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
ચૂંટણી પંચની અંદર 10 મહિનામાં 14 વખત વાંધા કેમ નોંધાયા?
ગુજરાત જીતવા નીકળેલી કોંગ્રેસ સામે ભાજપ નહીં, પહેલા પોતાનું જ ઘર સંભાળવાનો પડકાર!
ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા પહોંચી, પરંતુ મોંઘવારી, માથાદીઠ આવક, રોજગાર અને ખરીદશક્તિ વચ્ચે સવાલ ઊભો થયો કે આ આર્થિક વિકાસનો વાસ્તવિક લાભ સામાન્ય માણસ સુધી કેટલો પહોંચ્યો?