કમાલની લોકશાહી છે આ દેશમાં, જાગૃત ગુજરાત સરકારના બાહોશ અધિકારીઓએ ચોર પકડી પાડ્યા છે. આ કોઈ સામાન્ય ચોર નથી,તેમણે રાજ્યની તિજોરીમાંથી નાણાં ચોર્યાં નથી, નહતો સરકારની કોઈ યોજનાનો ગેરલાભ ઉઠાવ્યો છે. તેમણે માત્ર નહેરમાંથી પાણી લીધું છે,જેને સરકારે મોટી ચોરીનું સ્વરૂપ આપી દીધું, અને સુરેન્દ્રનગર જિલ્લાના ૩૦૦ ખેડૂતો સામે પોલીસ કેસ ઠોકી દીધો, પાણી ચોરીનો, એક ખેડૂતનેPASA નીચે જેલ પણ થઈ ગઈ.
આ ખેડૂત રીઢો ગુનેગાર છે કે તમે તેના સામે Prevention of Anti-Social Activities Act (PASA) નામના કાયદાનો ઉપયોગ કરો છો. આ પહેલી વખત નથી બની રહ્યું, આ પહેલા પણ ધ્રાંગધ્રા નહેરમાંથી પાણી ચોરીના નામે મોરબીના ખેડૂતો સામે સરકારે આકરી કાર્યવાહી કરીહતી. તેમના ડીઝલ પમ્પ સરકારી અધિકારીઓએ સીઝ કરી લીધા હતા. તેમના સામે પોલીસ કાર્યવાહી થઈ અને ખેડૂતોએ કોર્ટના ધક્કા ખાવાપડ્યા.
એક બાજુ સરકાર નર્મદાનું પાણી કચ્છના નાના રણમાં વહાવી દે છે, તેના કારણે અગરિયાઓને ખૂબ મોટું નુકસાન થાય છે. બીજી બાજુ ખેડૂતોનેપિયત માટે નર્મદા કેનાલમાંથી પાણી અપાતું નથી, તેમાં ડાબા-જમણા કાંઠાનો હિસાબ છે. એક બાજુવાળાને સુવિધા ને બીજાને નહીં, ભૂગર્ભમાંપાણી છે નહીં, ખેડૂત ખેતી કરે તો કેવી રીતે. ચોમાસામાં મેઘમહેર થાય તો ભૂગર્ભમાં પાણી સંગ્રહ થતો નથી. કાં તો અતિ વરસાદ નુકસાન કરીજાય છે. આ બધા મુદ્દાઓ સરકાર કે તેના બાહોશ અધિકારીઓને કેમ દેખાતા નથી.
જે સરકારના બાહોશ અધિકારીઓને ખેડૂતની પાણી ચોરી, ચોરી લાગે છે, તે અધિકારીઓને ઉદ્યોગપતિઓ કેમ દેખાતા નથી. આઉદ્યોગપતિઓ તેમના ઔદ્યોગિક એકમનું પ્રદૂષિત પાણી (અનટ્રિટેડ વોટર) સુવેઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટની પાઇપલાઇનમાં ઠાલવી દે છે, સાબરમતીનદી પ્રદૂષિત કરે છે. હાઇકોર્ટના રેકોર્ડ ઉપર સાબિત થયું છે. અમદાવાદના કેટલા ઉદ્યોગપતિઓ સામે ક્રિમિનલ કેસ થયા, કેટલાઉદ્યોગપતિઓને તમે પાસા નીચે ધકેલી દીધા. કેમ આ ઉદ્યોગપતિઓ ગુનેગાર નથી. તમે તો નદીને માતા ગણો છો, માતાને ગંદકી કરવા માટેકોઈ સજા નહીં અને માતાના ખોળામાંથી પાણી લેવું તે ગંદકી કરવા કરતાં મોટો ગુનો છે?
૧૯૮૦ના દાયકાના અંતિમ વરસોમાં કોંગ્રેસની સરકારે ખેડૂતો ઉપર TADA લગાડ્યો ત્યારે ભાજપે રાજ્યભરમાં આંદોલન કર્યું અને કોંગ્રેસનેખેડૂત વિરોધી ગણાવી. આજે ભાજપની જ સરકાર ખેડૂત પર પાસા લગાડે તો તે કિસાન કે ખેડૂત વિરોધી નહીં. કેમ ભારતીય કિસાન સંઘ આવામુદ્દાઓ ઉઠાવતું નથી. કેમ ખેડૂત સાથે થતાં અન્યાય માટે તે આંદોલન કરવા રસ્તા પર ઉતરતું નથી, કારણકે ગુજરાતમાં ભાજપની સરકાર છે.
ખેડૂતોએ આવો અન્યાય સહન કરતા રહેવું પડશે, કારણકે તમે સંગઠિત નથી. તમારા પ્રતિનિધિઓ રાજકીય પક્ષમાં બેસી, પક્ષના નેતાઓનીચાપલૂસીમાં રચ્યા પચ્યા રહે છે. તમે ઉદ્યોગપતિઓની જેમ તમે ચૂંટણી ફંડ આપી શકતા નથી. અસંગઠિત હોવાના કારણે તમારા મતની કિંમતનથી વર્તાતી. જ્યાં સુધી તમે બધા જુદા જુદા વાદમાં ફસાયેલા રહેશો, તમારે આવા જ સરકારી કોરડા સહન કરતા રહેવું પડશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
ચૂંટણી પંચની અંદર 10 મહિનામાં 14 વખત વાંધા કેમ નોંધાયા?
ગુજરાત જીતવા નીકળેલી કોંગ્રેસ સામે ભાજપ નહીં, પહેલા પોતાનું જ ઘર સંભાળવાનો પડકાર!
ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા પહોંચી, પરંતુ મોંઘવારી, માથાદીઠ આવક, રોજગાર અને ખરીદશક્તિ વચ્ચે સવાલ ઊભો થયો કે આ આર્થિક વિકાસનો વાસ્તવિક લાભ સામાન્ય માણસ સુધી કેટલો પહોંચ્યો?