1 નવેમ્બર 2025ના રોજ બ્રિટનના હન્ટીંગડન સ્ટેશન પર બનેલી સ્ટેબિંગ ની ઘટના ને એકલ દોકલ ઘટના ગણી અવગણી શકાય નહિંન—તે વધતા વૈશ્વિક દ્વેષ, અસુરક્ષા અને હિંસાના સ્પષ્ટ સંકેત છે. ડોનકાસ્ટરથી લંડન જતી ટ્રેનમાં ચાકૂ મારી અનેક મુસાફરોને ઘાયલ કરનાર બે શંકાસ્પદોની ધરપકડ થઈ છે. પરંતુ રાજકીય નેતાઓ ફરી તેને ‘લોન વૂલ્ફ’ કહીને હાશકારો અનૂભવશે, જેનાથી મૂળ સામાજિક અને રાજકીય પરિસ્થિતિઓ પર ચર્ચા ટળે છે.
બ્રિટનથી અમેરિકા, ભારતથી જર્મની, અને યુરોપિયન યુનિયન સુધી—ધર્મ, જાતિ, વિચારધારા અથવા સ્થળાંતર વિરોધી ભાવનાઓને આધારે હિંસા વધી રહી છે. ચિંતા એ છે કે સરકારો આ પરિસ્થિતિનો સામનો કરી, પ્રશ્ન ઉકેલવાની જગ્યાએ, રાજકીય માર્કેટિંગથી કરી રહી છે. બેરોજગારી, મોંઘવારી અને આર્થિક સ્થિરતા પર સરકારો નિષ્ફળ નીવડી રહી છે, અને તેનાથી બચવા માટે લોકોમાં એકબીજા પ્રત્યે દ્વેષનો બીજ વાવી રહી છે.
ભારતમાં સેન્ટર ફોર સ્ટડી ઑફ સોસાયટી એન્ડ સેક્યુલરિઝમ મુજબ 2024માં 13 મોબ લિન્ચિંગની ઘટનાઓ થઈ, જેમાં 11 લોકોનાં મૃત્યુ થયા—તેમાંના 9 મુસ્લિમ હતા. અમેરિકામાં દક્ષિણ એશિયાઈ લોકો સામે હિંસા વધી છે; ઑનલાઇન દક્ષિણ એશિયાઈઓને નિશાન બનાવતી ગાળોની સંખ્યા 18 મહિનામાં 23,000 થી વધીને 46,000 થઈ ગઈ.
કેનેડામાં 2019 થી 2023 વચ્ચે દક્ષિણ એશિયાઈઓ સામે પોલીસ-નોંધાયેલ દ્વેષના ગુનાઓમાં 227%નો વધારો નોંધાયો. યુરોપિયન યુનિયનમાં 2024માં 58 આતંકવાદી હુમલા નોંધાયા, જેમાંથી 24 જેહાદી અને 21 અતિ-ડાબેરી અથવા અરાજકતાવાદી જૂથો દ્વારા હતા. જર્મનીમાં 2020 થી અત્યાર સુધી 9 ઇસ્લામિક આતંકવાદી હુમલા અંજામ આપવામાં આવ્યા છે.
અમેરિકા, જે દુનિયાને લોકશાહીની નીતિ શીખવે છે, પશ્ચિમી લોકશાહીઓમાં થયેલા 76% આતંકવાદી મોત માટે જવાબદાર છે. Gaza યુદ્ધ પછી તો ત્યાં યહૂદી અને મુસ્લિમ સમુદાય વિરુદ્ધ હેટ ક્રાઇમમાં 300% સુધીનો વધારો નોંધાયો.
આ બધું ત્યારે થઈ રહ્યું છે જ્યારે રાજકીય નેતાઓ સમાનતા પ્રત્યેની પોતાની જવાબદારી ભૂલી ગયા છે. અતિ-દક્ષિણપંથી અને અતિ-ડાબેરી જૂથો લોકોની અસંતોષને હથિયાર બનાવી રહ્યા છે. ગ્લોબલ ઓર્ડર હવે શાંતિને નહિ, પરંતુ કોપને કેવી રીતે મેનેજ કરવો તેની પર આધારિતછે.
હન્ટીંગડન સ્ટેશન ચાકૂકાંડ માત્ર એક ચેતવણી છે. વિશ્વની તાતી જરૂરીયાત છે એવા નેતાઓની, કે જે દ્વેષ નહીં, વિકાસમાં રોકાણ કરે?
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
ચૂંટણી પંચની અંદર 10 મહિનામાં 14 વખત વાંધા કેમ નોંધાયા?
ગુજરાત જીતવા નીકળેલી કોંગ્રેસ સામે ભાજપ નહીં, પહેલા પોતાનું જ ઘર સંભાળવાનો પડકાર!
ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા પહોંચી, પરંતુ મોંઘવારી, માથાદીઠ આવક, રોજગાર અને ખરીદશક્તિ વચ્ચે સવાલ ઊભો થયો કે આ આર્થિક વિકાસનો વાસ્તવિક લાભ સામાન્ય માણસ સુધી કેટલો પહોંચ્યો?