૧૯૯૦માં એક ગુજરાતી ફિલ્મ આવી હતી – ‘સાબર તારા વહેતા પાણી’. આજે લાગણી એવી થાય છે કે “ભાજપ તારા વળતા પાણી” શરૂ થઇ ગયાં છે! કારણ? પક્ષના નેતાઓ અને કાર્યકરોમાં ઘમંડના ઝરણા એવી તીવ્રતાથી ફૂટી રહ્યાં છે કે ભાજપની આંતરિક શિસ્તે ખાડો ખોદી નાખ્યો છે.
એક જમાનામાં ભાજપના કાર્યકરો મમરા અને ચા સાથે પક્ષની ચિંતા કરતા હતાં; હવે તો મોટાભાગના લોકો પક્ષના પગથીયા ચડે છે સત્તાની મલાઇ ચાખવા માટે. અહંકારના અણસાર એવા છે કે જે કિલ્લો એક સમયના સમર્પણથી ઊભો થયો હતો, એ હવે ઘર્ષણના ગોઠાણે ધરાશાયી થતો દેખાય છે.
નરેન્દ્ર મોદીનો જાદુ ચાલે ત્યાં સુધી બધું ઠીક છે, પરંતુ જો આ જાદુ એક દિવસ ફીકી પડી જાય, તો કિલ્લાની દીવાલો ઉપરના દરારના રેખાચિત્રો સ્પષ્ટ દેખાશે.
એક સમય હતો જ્યારે ભાજપના કાર્યકરો વિચારો માટે જીવ આપતા હતાં. આજે વિચારોના સ્થાને ક્લબ કલ્ચર, કાફી મીટિંગ અને કાર કન્વોય કલ્ચર આવી ગયું છે. પહેલાં પ્રદેશ કાર્યાલયમાં પાંચ લોખંડની ખુરશી પણ સન્માનની વાત હતી, આજે તો નેતાના કેબિનમાં ચામડાના સોફા અને ઠંડા એસી વગર બેઠક જ ન થાય!
અહિં પ્રશ્ન એ નથી કે ભાજપના કાર્યકરો ધનવાન થાય કે ગાડીમાં ફરે – પ્રશ્ન એ છે કે તેમણે પક્ષના મૂળ મૂલ્યો ભૂલ્યા છે. હવે બધું “મધ માટે મધમાખી” જેવું છે. સેવા કરતાં વધુ સેલ્ફી સંસ્કૃતિ છવાઈ છે.
તાજેતરના બે બનાવ તો ચેતવણી પૂરતા છે – સુરત શહેર ભાજપમાં ખુરશી પર બેસવા બાબતે ખજાનચી અને કાર્યકર વચ્ચે થયેલો મારામારી પ્રસંગ અને રાજકોટમાં ધારાસભ્ય દર્શિતા શાહ અને મેયર નયનબહેન પેઢડિયા વચ્ચે આમંત્રણ પત્રિકામાં નામને લઈ તૂતૂ-મેમે. જો પક્ષમાં આટલી ખુરશી તલવારની લડાઈ શરૂ થઇ ગઈ હોય, તો ભાજપના “વળતા પાણી”નો ઇશારો સ્પષ્ટ છે.
ભાજપને હવે ઘઉંમાંથી કાકરા વિણી કાઢવાની જરૂર છે. અહંકારને પાંજરે પુરવો પડશે, નહીંતર પક્ષનું organisational discipline ધુમાડામાં વળી જશે. જો ૭૦-૮૦ના દાયકાની સહજતા, સિદ્ધાંતપ્રેમ અને સમર્પણ પાછું લાવવામાં ન આવશે, તો આ પક્ષના પતનની વાર્તા કોઈ વિરોધી નહીં – પરંતુ ભાજપ પોતે જ લખશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
ગુજરાત જીતવા નીકળેલી કોંગ્રેસ સામે ભાજપ નહીં, પહેલા પોતાનું જ ઘર સંભાળવાનો પડકાર!
ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા પહોંચી, પરંતુ મોંઘવારી, માથાદીઠ આવક, રોજગાર અને ખરીદશક્તિ વચ્ચે સવાલ ઊભો થયો કે આ આર્થિક વિકાસનો વાસ્તવિક લાભ સામાન્ય માણસ સુધી કેટલો પહોંચ્યો?
નવી માર્ગદર્શિકા ખાનગી રોપાણને પ્રોત્સાહન આપે છે, પર્યાવરણ અને જૈવ વૈવિધ્યને જોખમ