પ્રેમ શબ્દ ભારતીય સંસ્કૃતિ અને પરંપરા સાથે હજારો વર્ષોથી જોડાયેલા છે. દિવસમાં સેંકડો વખત રાધે કિશન કહેનારા પણ પરિવાર ના દીકરા કે દીકરી ના પ્રેમ સંબંધ સ્વીકારી શકતા નથી, સમાજના મોભીને અત્યારના બાળકોના પ્રેમ છીછરો લાગે છે, માત્ર રાધા અને કાન્હાનો પ્રેમ જ તેમને મન નિર્મળ અને સાચો છે. તદઉપરાંત પરિવારને તેમની ઇજ્જત વધુ વહાલી છે અને સમાજનો ડર ભારી છે.
કુરુક્ષેત્રની વચ્ચે ઉભા રહી ભગવાન કૃષ્ણ એ ગીતા જ્ઞાન પીરસ્યુ, તેમાંથી કશુંક શીખવાની જગ્યાએ આપણે ભારતીયોએ દુર્યોધનના જીવનમાંથી દ્વેષભાવ, બદલાની ભાવના વધુ શીખી લીધી, અને તેના પરિણામે આજે આપણામાં અસહિષ્ણુતા, રાગદ્વેષ વધુ જોવા મળે છે. જેના કારણે બદલો લેવા ગૂન્હો આચરતાં અચકાતા નથી.
રાજકોટ માંથી બે સમાચાર હચમચાવી દે તેવા આવ્યા છે. એક પિતા તેની પરણિત પુત્રીને પ્રેમી સાથે જોઇ જતાં, પિતા પ્રેમીની હત્યા કરે છે.
બિજી ઘટના તો તેનાથી પણ વધુ વિચલિત કરે તેવી છે. એક સ્ત્રી ઉપર એસિડ એટેક એટલા માટે થયો કે સ્ત્રીની ભત્રીજી મંગેતરને છોડી પ્રેમી સાથે ભાગી જઇ, પ્રેમી સાથે લગ્ન કરી લીધા.
બન્ને કિસ્સાના મૂળમાં પ્રેમ છે, અગર બન્ને કિસ્સામાં પરિવારે દિકરીઓના પ્રેમને સ્વિકારી, તેમની ઇચ્છા પ્રમાણે, જરૂર પડે તો દિકરા અને તેના પરિવારની તમામ તપાસ કરી લગ્ન કરી આપ્યા હોત, તો ન પિતા ગુન્હો આચરવો પડ્યો હોત કે નહોતો સ્ત્રી પર એસિડ એટેક થયો હોત. કેમ પરિવાર હજુ પણ જ્ઞાતિ,જાતિ, ગોત્રના વાડામાં બંધાયેલો છે. કેમ સમાજના ડરથી સંતાનોનો પ્રેમ તેમને ઝેર જેવી લાગે છે.
શું માતા-પિતા, પરિવાર કે સમાજ એવું માને છે કે તે જે મૂરતિયા શોધે છે, તે જ તેમના સંતાન માટે શ્રેષ્ઠ છે. તો પછી એરેન્જ મેરેજ કેમ નિષ્ફળ જઈ રહ્યાં છે, શા માટે દેશની ફેમિલી કોર્ટમાં લગભગ પાંચ કરોડ કેસ પેન્ડિંગ છે, જેમાંથી ડોમેસ્ટિક વાયલન્સના કેસ બાદ કરીએ તો ૬૦ ટકા જેટલા જો છૂટાછેડાના કેસ પડતર છો, તો શું આ બધા પ્રેમ લગ્ન વાળા છુટા પડી રહ્યાં છે.
પરિવાર પ્રેમ લગ્ન એટલે સ્વીકારી શકતા નથી કે તેની પૂર્વ મંજૂરી વગર પહેલા પ્રેમ પછી લગ્ન થયા, પરિવારનો અહંમ ઘવાય છે, તેમને વિશ્વાસઘાત થયા ની લાગણી થાય છે. તેનાથી પણ મોટો ડર તેમને એ સતાવતો હોય છે કે સમાજ શું કહેશે. સવાલ માત્ર એટલો છે કે આ અહમ, ડર સંતાન કરતાં મોટા છે. માતા-પિતા તકલીફમાં હોય ત્યારે કયો સમાજ તમારી પડખે આવી ઉભા રહે છે, તે સમયે સંતાન જ મદદે આવશે. સંતાન બુઢાપા ની લાકડી બનશે સમાજ નહીં.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
ચૂંટણી પંચની અંદર 10 મહિનામાં 14 વખત વાંધા કેમ નોંધાયા?
ગુજરાત જીતવા નીકળેલી કોંગ્રેસ સામે ભાજપ નહીં, પહેલા પોતાનું જ ઘર સંભાળવાનો પડકાર!
ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા પહોંચી, પરંતુ મોંઘવારી, માથાદીઠ આવક, રોજગાર અને ખરીદશક્તિ વચ્ચે સવાલ ઊભો થયો કે આ આર્થિક વિકાસનો વાસ્તવિક લાભ સામાન્ય માણસ સુધી કેટલો પહોંચ્યો?