દિલ્લી વિધાનસભા ચૂંટણી 2025: AAPની હાર અને વ્યાપક રાજકીય પરિપેક્ષ
દિલ્લી વિધાનસભા ચૂંટણીનાં પરિણામો ચોંકાવનારા ન હતા. અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા જેવા અગ્રણી આમ આદમી પાર્ટી(AAP) નેતાઓ ની હાર પણ અણધારી નહોતી. જેઓ છેલ્લા બે દાયકાથી ગુજરાત સહિત દેશભરમાં ચૂંટણીનાં પ્રવાહ જોઈ રહ્યા છે અનેરાજકારણને ઊંડાણથી સમજે છે તેઓ આ પરિણામને સરળતાથી સ્વીકારી શકે છે.
ભારતમાં જ્યાં પણ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સત્તા માં છે ત્યાં વિપક્ષ ના મજબૂત અને આક્રમક નેતાઓને વિધાનસભા કે સંસદ માં પુન ચૂંટાઇ આવવું મુશ્કેલ બનતું છે. દિલ્હીમાં પણ આવું જ થયું.
શું આ પ્રજાની પસંદગી છે કે વ્યૂહાત્મક રાજનીતિ?
શું મતદારો ખરેખર આવા નિર્ણયો લે છે કે પછી તે ચૂંટણીની વ્યૂહરચના નું પરિણામ છે? ઐતિહાસિક રીતે, મોટી રાજકીય ઉથલપાથલ ત્યારે જથાય છે જ્યારે સત્તા વિરોધી લહેર અથવા શાસક પક્ષ માટે જબરજસ્ત સમર્થન હોય. 1978, 1989ના લોકસભાની ચૂંટણી અને 1990નીગુજરાત વિધાનસભા ની ચૂંટણીમાં આપણે આવા ઉદાહરણો જોયા છે, જ્યારે દિગ્ગજ નેતાઓને પણ કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. એ જ રીતે 1984માં ઈન્દિરા ગાંધી ની હત્યા બાદ સહાનુભૂતિ ના મોજામાં અટલ બિહારી વાજપેયી જેવા નેતાને માધવરાવ સિંધિયા ના હાથેહારનો સામનો કરવો પડ્યો હતો.
જો કે, દિલ્હીમાં આટલી મોટી સત્તા વિરોધી લહેર નહોતી. દસ વર્ષ સત્તા માં રહ્યા પછી અમુક અંશે સત્તા વિરોધી લાગણી હોવી સ્વાભાવિક છે, પણ શું એ એટલી તીવ્ર હતી કે મતદારોએ કેજરીવાલ અને તેમની પાર્ટીને સંપૂર્ણપણે નકારી કાઢી હતી? આ દલીલ સહેલાઈથી સ્વીકાર્ય લાગતીનથી.
હાર પાછળ રણનીતિ અને રાજકીય રમત
પરિણામો દર્શાવે છે કે AAPની છબી ખરાબ કરવાની સુ-નિયોજિત વ્યૂહરચના સફળ રહી હતી. પહેલું પગલું આમ આદમી પાર્ટીના નેતાઓનેભ્રષ્ટ સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. દારૂ નીતિ કૌભાંડ ને કેન્દ્ર સરકાર અને મીડિયા દ્વારા ખૂબ ચગાવવા માં આવ્યું હતું. જો કે, કૌભાંડ ખરેખર થયું હતું કે માત્ર રાજકીય હેતુઓ માટે ઉશ્કેરવામાં આવ્યું હતું તે કોર્ટ ના ચુકાદા પછી જ સ્પષ્ટ થશે - જેમ કે 2જી કૌભાંડ માં શુંથયું હતું, કોર્ટ સમક્ષ સીબીઆઇ ક્યારેય પુરાવા રજૂ કરી શકી નહીં, અને પુરાવાના અભાવે તમામ આરોપી નેતાઓને કોર્ટે નિર્દોષ જાહેર કરવા પડ્યા હતાં, કોર્ટે ચુકાદામાં નોંધ્યું કે દસ્તાવેજી પુરાવાની રાહ જોતા રહ્યાં પણ તે ક્યારેય રજૂ થયાં નહીં.
આવા જ ભ્રષ્ટાચાર ના આક્ષેપ કેજરીવાલ આણી મંડળી એ ૨૦૧૧ થી ૨૦૧૪ વચ્ચે કોંગ્રેસની સરકાર સામે કર્યાં હતાં. જેના કારણે 2014નીલોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને જે રીતે ભારે નુકસાન થયું હતું, તેવો જ દાવ આમ આદમી પાર્ટી અને તેના નેતાઓ સામે ભાજપે દિલ્લી વિધાનસભા ની ચૂંટણીમાં લીધો, અને પરિણામ આપણા સામે છે. એટલે જ પેલી કહેવત સાબિત થાય છે કે કાબે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ વહી બાણ, દિલ્લી પરિણામ વધુ એક કહેવત સાચી પાડી છે, જેવું વાવો તેવું લણો.
મતદારની ધારણા અને AAPની વ્યૂહાત્મક ભૂલો
આ ચૂંટણી પરિણામો એ ધારણાને વધુ મજબૂત કરશે કે આમ આદમી પાર્ટી હારી ગઈ કારણ કે મતદારને ખાતરી થઇ ગઇ કે કરાવવા માં આવી કે આપના નેતાઓ જે દાવો કરે છે તેટલા પ્રમાણિક નથી. આ ધારણા વાસ્તવિક કારણો એ ઉપસ્થિત કરે કે વ્યૂહાત્મક રીતે પ્રસ્તુત કરી,તે અલગ બાબત છે, પરંતુ પરિણામ એ આવ્યું કે AAPને મતદારોએ નકારી કાઢ્યું.
બીજી તરફ આમ આદમી પાર્ટીની ઓવર કોન્ફિડન્સ રણ નીતિએ પણ તેની હાર માં ભૂમિકા ભજવી હતી. પાર્ટીએ એ જ જૂના ચૂંટણી કાર્ડવારંવાર રમ્યા-ક્યારેક હિંદુ કાર્ડ, ક્યારેક બિનસાંપ્રદાયિકતા કાર્ડ, ક્યારેક પીડિત કાર્ડ, અને ક્યારેક વિકાસનો મુદ્દો. ભાજપ અને કોંગ્રેસ બંનેનેએક સાથે પડકારવાની તેની વ્યૂહરચના હવે દિલ્લી માં ખરાબ રીતે નિષ્ફળ ગઈ છે.
આમ આદમી પાર્ટી માટે આગળનો રસ્તો
આ ચૂંટણીનાં પરિણામ બાદ આમ આદમી પાર્ટી માટે પોતાની રણ નીતિની ફરી સમીક્ષા કરવાની એક તક છે. પાર્ટીએ સ્પષ્ટ કરવું પડશે કે તેભાજપ અને કોંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષોની હરીફ છે કે કોંગ્રેસનો સાથી પક્ષ બની શકે છે. રાષ્ટ્રીય પક્ષ બનવાની રેસ માં AAP દિલ્હી હારી ગયું. તે સ્પષ્ટ થઈ ગયું છે કે તમારી પાસે આ બધું એક જ સમયે ન હોઈ શકે - "બન્ને હાથમાં લાડુ" કે ચીત ભી મેરી ઔર પટ ભી મેરા ક્યારેય શક્યનથી.
આમ આદમી પાર્ટીએ હવે સ્પષ્ટ દિશા નિર્ધારિત કરવી પડશે, નહીં તો રાષ્ટ્રીય રાજકારણમાં તેની પ્રાસંગિકતા ધીમે ધીમે સમાપ્ત થઈ શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
ચૂંટણી પંચની અંદર 10 મહિનામાં 14 વખત વાંધા કેમ નોંધાયા?
ગુજરાત જીતવા નીકળેલી કોંગ્રેસ સામે ભાજપ નહીં, પહેલા પોતાનું જ ઘર સંભાળવાનો પડકાર!
ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા પહોંચી, પરંતુ મોંઘવારી, માથાદીઠ આવક, રોજગાર અને ખરીદશક્તિ વચ્ચે સવાલ ઊભો થયો કે આ આર્થિક વિકાસનો વાસ્તવિક લાભ સામાન્ય માણસ સુધી કેટલો પહોંચ્યો?