વિદ્યાર્થીઓ માટે બજેટમાં શું ખાસ?
શિક્ષણ ક્ષેત્રમાં મોટો બદલાવ, મફત શિક્ષણની જાહેરાત;વિદ્યાર્થીઓ માટે નવી તક કે મોટો પ્રયોગ?

શિક્ષણ ક્ષેત્રમાં મોટો બદલાવ

શિક્ષણ ક્ષેત્રમાં મોટો બદલાવ
શિક્ષણ ક્ષેત્રમાં મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. કેરળ સરકારે રાજ્યના 2026ના બજેટમાં નાણાપ્રધાન કે.એન. બાલાગોપાલે જાહેરાત કરી છે કે હવે Arts અને Scienceના વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન સુધીનું શિક્ષણ સંપૂર્ણપણે મફત આપવામાં આવશે.
અત્યાર સુધી રાજ્યમાં મફત શિક્ષણની સુવિધા માત્ર ધોરણ 12 (પ્લસ ટૂ) સુધી મર્યાદિત હતી, પરંતુ હવે તેને ઉચ્ચ શિક્ષણ સુધી વિસ્તરણ આપવામાં આવ્યું છે.
આ નિર્ણય શા માટે ?
સરકારના આ નિર્ણયનો મુખ્ય હેતુ રાજ્યમાંથી વિદ્યાર્થીઓના મોટા પ્રમાણમાં અન્ય રાજ્યો અને વિદેશમાં સ્થળાંતરને ઘટાડવાનો છે. સરકારના અંદાજ મુજબ, ઉચ્ચ શિક્ષણ અને સ્કિલ ટ્રેનિંગ માટે દર વર્ષે લગભગ ₹8,000 કરોડ રાજ્યની બહાર ખર્ચાઈ રહ્યા છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક સ્તરે ગુણવત્તાસભર શિક્ષણ અને તાલીમની સુવિધા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બજેટમાં ‘ગ્લોબલ સ્કૂલ’ સ્થાપવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે. આ સંસ્થા આધુનિક ટેકનોલોજી, વ્યાવસાયિક શિક્ષણ, સ્કિલ ડેવલપમેન્ટ અને ભવિષ્યની ટેક્નોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરશે.
આ પ્રોજેક્ટ માટે પ્રાથમિક કામગીરી માટે રાજ્ય તરફથી ₹10 કરોડનું પ્રારંભિક ફાળવણી કરવામાં આવી છે.
ઉચ્ચ શિક્ષણમાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. હવે યુનિવર્સિટી અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં નોંધાયેલા ફુલ-ટાઈમ PhD વિદ્યાર્થીઓને, જો તેઓને અન્ય કોઈ ફેલોશિપ ન મળતી હોય, તો દર મહિને ₹15,000ની સહાય આપવામાં આવશે. સ્કોલરશિપ અને ફેલોશિપ યોજનાઓ માટે કુલ ₹38.76 કરોડનું ફાળવણી કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકારે ઉચ્ચ શિક્ષણના માળખાને મજબૂત બનાવવા માટે પણ મોટા પ્રમાણમાં રોકાણ કર્યું છે. Higher Education Commissionની ભલામણો અને ચાર વર્ષીય ગ્રેજ્યુએશન કાર્યક્રમ (FYUGP) અમલમાં મૂકવા માટે ₹851.46 કરોડ ફાળવવામાં આવ્યા છે. ઉપરાંત, યુનિવર્સિટીઓની કામગીરી મજબૂત કરવા માટે ₹259.09 કરોડનો અલગ ફંડ પણ રાખવામાં આવ્યો છે.
શિક્ષણ ક્ષેત્રમાં છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલી પ્રગતિનો ઉલ્લેખ કરતાં સરકારનું કહેવું છે કે કેરળની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ રાષ્ટ્રીય સ્તરે સારું પ્રદર્શન કરી રહી છે.
નિષ્ણાતોના મત મુજબ, મફત ઉચ્ચ શિક્ષણની આ પહેલ રાજ્યમાં શિક્ષણની પહોંચ વધારશે, કુશળ માનવબળ તૈયાર કરશે અને લાંબા ગાળે આર્થિક વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે.
શિક્ષણને વધુ સુલભ અને ગુણવત્તાસભર બનાવવા માટે કેરળ સરકારનો આ નિર્ણય દેશ માટે એક મોડેલ બની શકે છે. શું આવી યોજના અન્ય રાજ્યોમાં પણ લાગુ કરવી જોઈએ?
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખાનગી વપરાશ અને રોકાણમાં તેજીને કારણે S&P ગ્લોબલ રેટિંગ્સનો નવો અંદાજ

ખોરાક અને કપડાંના ભાવ વધતા ફુગાવો વધ્યો; RBI ના વ્યાજદરમાં નહીં મળે રાહત?

2022-23 ના નવા બેઝ યર સાથે અર્થતંત્રની નવી છબી; ડિસેમ્બર ક્વાર્ટરમાં 7.8% વૃદ્ધિ