બજેટ 2026માં આયુર્વેદ માટે કઈ જાહેરાતો કરાઈ?
નવા આયુર્વેદ સંસ્થાન, આયુષ ફાર્મસી અપગ્રેડ અને મેડિકલ ટુરિઝમ હબ્સ બનાવવાની જાહેરાત

બજેટ 2026માં આયુર્વેદ માટે જાહેરાત

બજેટ 2026માં આયુર્વેદ માટે જાહેરાત
કેન્દ્ર સરકારે બજેટ 2026માં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલાંની જાહેરાત કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કરતાં દેશભરમાં ત્રણ નવા ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ સ્થાપવાની જાહેરાત કરી છે. આ સાથે આયુષ ફાર્મસી અને ડ્રગ ટેસ્ટિંગ લેબોરેટરીઝને આધુનિક બનાવવાનો પણ પ્રસ્તાવ મૂકાયો છે.
નાણામંત્રીના જણાવ્યા મુજબ,
→ નવા આયુર્વેદ સંસ્થાન શિક્ષણ, સંશોધન અને ક્લિનિકલ સેવાઓને મજબૂત બનાવશે,
→ આયુર્વેદ આધારિત સારવારની ઉપલબ્ધતા વધશે અને
→ વિદ્યાર્થીઓ તથા સંશોધકોને નવી તક મળશે.
આ પહેલથી આયુષ સિસ્ટમને મુખ્ય આરોગ્ય પ્રવાહમાં વધુ મજબૂત સ્થાન મળશે.
આ ઉપરાંત, આયુષ ફાર્મસી અને દવા પરીક્ષણ લેબ્સના અપગ્રેડેશન દ્વારા દવાઓની ગુણવત્તા, પ્રમાણપત્ર પ્રક્રિયા અને સપ્લાય ચેઇન વધુ મજબૂત બનાવાશે. સરકારનું કહેવું છે કે આ પગલાંથી વધુ કુશળ માનવ સંસાધન તૈયાર થશે અને દર્દીઓને વિશ્વસનીય આયુષ દવાઓ સરળતાથી મળશે.
બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકારોના સહયોગથી પાંચ મેડિકલ ટુરિઝમ હબ્સ વિકસાવવામાં આવશે. આ પગલું ભારતને વૈશ્વિક હેલ્થ ટુરિઝમ નકશા પર વધુ મજબૂત બનાવશે, જેમાં આયુર્વેદ અને પરંપરાગત ચિકિત્સા મહત્વની ભૂમિકા ભજવશે.
તે ઉપરાંત, ગુજરાતના જામનગરમાં આવેલા WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનને પણ અપગ્રેડ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ કેન્દ્રના વિકાસથી પરંપરાગત ચિકિત્સામાં વૈશ્વિક સ્તરે ભારતનું નેતૃત્વ વધુ મજબૂત બનશે.
માનસિક સ્વાસ્થ્ય ક્ષેત્રને પણ બજેટમાં મહત્વ આપવામાં આવ્યું છે. ઉત્તર ભારતમાં રાષ્ટ્રીય માનસિક આરોગ્ય સંસ્થાન ન હોવાના પગલે સરકાર NIMHANS-2 સ્થાપશે. સાથે જ ઝારખંડના રાંચી અને આસામના તેજપુરમાં આવેલી નેશનલ મેન્ટલ હેલ્થ સંસ્થાઓને રિજનલ એપેક્સ ઈન્સ્ટિટ્યૂટ તરીકે વિકસાવવામાં આવશે.
આ ઉપરાંત, જિલ્લાકક્ષાના હોસ્પિટલોમાં ઇમર્જન્સી અને ટ્રોમા કેર સેન્ટરોની ક્ષમતા 50 ટકા વધારવાની પણ જાહેરાત કરવામાં આવી છે, જેથી આપત્તિ સમયે ગરીબ અને નબળા પરિવારો પર આર્થિક બોજ ઘટાડવામાં મદદ મળશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખાનગી વપરાશ અને રોકાણમાં તેજીને કારણે S&P ગ્લોબલ રેટિંગ્સનો નવો અંદાજ

ખોરાક અને કપડાંના ભાવ વધતા ફુગાવો વધ્યો; RBI ના વ્યાજદરમાં નહીં મળે રાહત?

2022-23 ના નવા બેઝ યર સાથે અર્થતંત્રની નવી છબી; ડિસેમ્બર ક્વાર્ટરમાં 7.8% વૃદ્ધિ