આર્થિક સર્વે: 'વિકસિત ભારત' માટે બ્લુપ્રિન્ટ તૈયાર
વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય અર્થતંત્ર સુરક્ષિત; ફિસ્કલ ડેફિસિટ ઘટાડવા પર સરકારનો ભાર.

ભારતનો વિકાસ દર 7% રહેવાનો અંદાજ

ભારતનો વિકાસ દર 7% રહેવાનો અંદાજ
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં વર્ષ 2025-26નું આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું છે. મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરન દ્વારા તૈયાર કરાયેલા આ દસ્તાવેજ મુજબ, વૈશ્વિક પડકારો છતાં ભારતનું અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં છે. નાણાકીય વર્ષ 2027 (FY27)માં ભારતનો જીડીપી વૃદ્ધિ દર 6.8% થી 7.2%ની વચ્ચે રહેવાની ધારણા છે.
અમેરિકાથી હટીને અન્ય દેશો તરફ નજર:
આ વર્ષના સર્વેમાં સૌથી મહત્વની વાત એ છે કે ભારતીય નિકાસકારો હવે અમેરિકા પરની નિર્ભરતા ઘટાડી રહ્યા છે. અમેરિકામાં લદાયેલા ટેરિફ (ટ્રમ્પ ટેરિફ) અને બદલાતી માંગને કારણે જેમ્સ-જ્વેલરી ક્ષેત્રની નિકાસમાં 44% જેવો મોટો ઘટાડો નોંધાયો છે. પરિણામે, ભારતીય વેપારીઓ હવે મધ્ય પૂર્વ (UAE, સાઉદી અરેબિયા), યુરોપ અને આફ્રિકાના બજારો તરફ વળ્યા છે.
સર્વે મુજબ, આગામી વર્ષે મોંઘવારી દર 4% ની આસપાસ રહેવાની શક્યતા છે. સારા ચોમાસાને કારણે ખાદ્ય મોંઘવારી કાબૂમાં રહેશે, જોકે કોર ઈન્ફ્લેશનમાં થોડો વધારો જોવા મળી શકે છે. બીજી તરફ, સરકાર રાજકોષીય ખાધને FY26 સુધીમાં જીડીપીના 4.4% સુધી નીચે લાવવા માટે પ્રતિબદ્ધ છે.
FDI અને સેવા ક્ષેત્ર:
ભારતમાં વિદેશી રોકાણ (FDI)માં મોટો વધારો થયો છે. એપ્રિલ-નવેમ્બર 2025 દરમિયાન કુલ 64.7 અબજ ડોલરનું રોકાણ આવ્યું છે. સેવા ક્ષેત્ર ભારતની નિકાસનો મુખ્ય આધાર સ્તંભ છે, પરંતુ સર્વેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હવે આપણે ગુડ્સ (વસ્તુઓ)ની નિકાસ અને મેન્યુફેક્ચરિંગ પર વધુ ધ્યાન આપવું પડશે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજી:
ઈન્ફ્રાસ્ટ્રક્ચર હવે માત્ર રસ્તા કે રેલવે પૂરતું મર્યાદિત નથી, પણ તેમાં ડિજિટલ સિસ્ટમ અને ક્લીન એનર્જીનો પણ સમાવેશ થાય છે. સર્વેમાં 'વિકસિત ભારત 2047' ના વિઝનને સાકાર કરવા માટે ખાનગી ક્ષેત્રને સંશોધન (R&D)માં રોકાણ વધારવા અપીલ કરવામાં આવી છે.
સર્વે મુજબ, આમ તો અમેરિકા સાથે ટ્રેડ ડીલ પર ચાલી રહેલી વાતચીત આ વર્ષે પૂર્ણ થવાની આશા છે. તેનાથી બહારી મોરચા પર અનિશ્ચિતતા ઓછી થઈ શકે છે. ભારત અને અમેરિકા ગત વર્ષ માર્ચથી દ્વિપક્ષીય વ્યાપાર સમજૂતી પર વાતચીત કરી રહ્યા છે. અત્યાર સુધી 6 રાઉન્ડની વાતચીત થઈ ચુકી છે.

ખાનગી વપરાશ અને રોકાણમાં તેજીને કારણે S&P ગ્લોબલ રેટિંગ્સનો નવો અંદાજ

ખોરાક અને કપડાંના ભાવ વધતા ફુગાવો વધ્યો; RBI ના વ્યાજદરમાં નહીં મળે રાહત?

2022-23 ના નવા બેઝ યર સાથે અર્થતંત્રની નવી છબી; ડિસેમ્બર ક્વાર્ટરમાં 7.8% વૃદ્ધિ