કહેવાતા " રોયલ કાઠિયાવાડી " ના ટાંટીયા પોલીસે તોડ્યા..જુઓ વીડિયો
BRTS બસમાં યુવક ખુલ્લેઆમ ડ્રગ્સનો ઉપયોગ કરતાં જોવા મળ્યો હતો.

BRTS બસમાં યુવક ખુલ્લેઆમ ડ્રગ્સનો ઉપયોગ કરતાં જોવા મળ્યો હતો.

BRTS બસમાં યુવક ખુલ્લેઆમ ડ્રગ્સનો ઉપયોગ કરતાં જોવા મળ્યો હતો.
સુરત શહેરમાં સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા એક વિડીયો પછી ભારે ખળભળાટ મચી ગયો હતો, જેમાં BRTS બસમાં યુવક ખુલ્લેઆમ ડ્રગ્સનો ઉપયોગ કરતાં જોવા મળ્યો હતો. વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસે પર ભારે દબાણ આવ્ઝયું હતું અને રાત દિન તપાસ કરીને આરોપીની ધરપકડ મહારાષ્ટ્રના ચાલીસગાવ વિસ્તારમાંથી કરવામાં આવી છે.
આરોપી વીર કેતન ઠક્કર, મૂળ સુરતના વરાછા વિસ્તારનો રહે છે. સોશિયલ મીડિયા પર પોતાને "રોયલ કાઠિયાવાડી" કહેતા વીરની હકીકત સામે આવી છે કે તે કોઈ રોયલ ફેમિલીમાંથી નહીં, પરંતુ એક સામાન્ય પરિવારનો સભ્ય છે. વીરના પિતા સાબુ વેચવાનું કામ કરે છે અને વીર પણ સાબુના વેપાર સાથે જોડાયેલો છે. તદ્દન સામાન્ય પૃષ્ઠભૂમિ ધરાવતા વીરે માત્ર છાપ ઉભી કરવાના લ્હાયે ડ્રગ્સ અને ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ વળાણ લીધું હતું.
આ પણ વાંચો--- Surat ની પ્રજા ભયભીત, નશેડીઓનો આતંક, ક્યારે થશે કડક કાર્યવાહી?
વિડીયો વાયરલ થયા બાદ આરોપી દબાણમાં આવી ગયો હતો અને વરાછા વિસ્તારમાં પોતાની પાસે રહેલું ચપ્પુ પણ ફેંકી દીધું હતું. ત્યારબાદ તેણે રાજ્યની બહાર ભાગી ગયો હતો પરંતુ સુરત ક્રાઇમ બ્રાન્ચ, સાયબર સેલ અને મહિધરપુરા પોલીસની સંયુક્ત કાર્યવાહીથી મહારાષ્ટ્રના ચાલીસગાવથી તેને ઝડપવામાં આવ્યો.
પોલીસ પુછપરછમાં આરોપીએ કબૂલ્યું કે તેણે વીડિયોમાં જે પાવડર બતાવ્યો હતો તે MD (મેથેડ્રોન) ડ્રગ્સ હતું. આ નશીલી દવા તે મહારાષ્ટ્રથી લાવતો હતો અને જ્યારે પણ તેને જરૂર પડતી ત્યારે તે ત્યાં જઈ ડ્રગ્સ લાવતો હતો. યુવાવર્ગને દેખાડવા માટે અને પોતાનું ફેશનબલ ઇમેજ બાંધવા માટે વીર વધુમાં વધુ રોફદાર બનેલો હતો.
આરોપી વિરુદ્ધ અગાઉથી 9 જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને 2019માં પણ તેની વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
જુઓ વીડિયો
https://www.instagram.com/p/DKl8HRCi0pf/
આ પણ વાંચો-- Surat મહાનગરપાલિકાની ઉંઘ ઉડી, હોળી બંગલામાં જર્જરિત ગેલેરી તૂટી, તંત્રની બેદરકારી છતી!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.