અધધ..સાયબર ગઠીયાઓ પાસેથી 3.16 કરોડ રોકડાં પકડાયા!
અમદાવાદ, મહેસાણા અને માણસાના 6 શખ્સો ઝબ્બે, ચલણી નોટોનો ઢગલો જોઈ પોલીસ ચોંકી
15 થી વધુ રાજ્યોના લોકો સાથે છેતરપિંડી આચરી, ગેંગ સામે NCCRP પોર્ટલ પર 518 ફરિયાદો
15 થી વધુ રાજ્યોના લોકો સાથે છેતરપિંડી આચરી, ગેંગ સામે NCCRP પોર્ટલ પર 518 ફરિયાદો
અમદાવાદની પાલડી પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. દેશના અલગ અલગ રાજ્યોના લોકો સાથે સાયબર ફ્રોડ કરનાર ગેંગના 6 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે ઝડપેલા અમદાવાદ, મહેસાણા અને માણસાના શખ્સો પાસેથી રૂપિયા 3.16 કરોડ રોકડા ઝડપાયા છે. ચલણી નોટોનો ઢગલો જોઈને પોલીસ ચોંકી ગઈ હતી. સાયબર ફ્રોડ કર્યા બાદ ભાડે લીધેલા બેંક એકાઉન્ટમાં જમા કરી આરોપીઓ પૈસા ઉપાડતાં હતા.
સાયબર ગઠીયાઓએ અત્યાર સુધી રૂપિયા 23.23 કરોડનાં ટ્રાન્ઝેક્શન કર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ગેંગ સામે અલગ-અલગ રાજ્યોમાં 518 જેટલી ફરિયાદો મળી છે. પોલીસે અમદાવાદ, મહેસાણા, માણસામાંથી પકડેલાં શખ્સો પાસેથી 3.16 કરોડ રોકડા, 15 મોબાઈલ અને ચેકબુક સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
મૂળ સાબરકાંઠાના ઈડર તાલુકાના ગંભીરપુરા ગામના અને હાલમાં અમદાવાદના શાહીબાગમાં રહેતાં આરીફખાન અકબરખાન મકરાણી, મહેસાણાના લાખવડા ગામના અશ્વિનકુમાર નટવરલાલ પટેલ, ગાંધીનગરના કલોલના સ્મિત સતિષચંન્દ્ર ચાવડા, અમદાવાદના આસ્ટોડિયાના રાકેશ સવારામ પ્રજાપતિ અને મૂળ માણસા તાલુકાના ઈટાદરાના અને હાલમાં અમદાવાદના વસ્ત્રાપુરમાં રહેતાં જગદીશકુમાર મહેન્દ્રભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે.
પાલડી વિસ્તારના યુવક સાથે 25 હજારની સાયબર છેતરપિંડી અંગે સાયબર પોર્ટલ પર ફરિયાદ થઈ હતી. આ ફરિયાદના આધારે પાલડી પોલીસે તપાસ કરતા આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે બેંક એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરેલા પૈસા અંગેની તપાસ કરતાં ત્રણ લેયરમાં પૈસા ટ્રાન્સફર થયા હતા. જેમાં ત્રીજા લેયરના એકાઉન્ટની તપાસ કરતા તેમાંથી યુનિયન બેંકના અલગ અલગ એકાઉન્ટમાં ફ્રોડના નાણાં ટ્રાન્સફર થયા હતા. તમામ એકાઉન્ટની વિગતો ચેક કરતા સેલ્ફ ચેક દ્વારા મોટી રકમ રોકડમાં ઉપડતા હોવાની વિગતો સામે આવી હતી.
એન ડિવિઝનના એસીપી એસ.એમ.પટેલે જણાવ્યું કે, યુનિયન બેંકના અલગ અલગ એકાઉન્ટમાંથી રોકડ નાણાં કોણ અને કેવી રીતે ઉપાડી રહ્યા હોવાની તપાસ કરતાં જાણવા મળ્યું કે, બેન્ક એકાઉન્ટનો સાયબર ફ્રોડમાં ઉપયોગ થયો છે તેવાં બેન્ક એકાઉન્ટમાંથી હાલમાં જ ટ્રાન્ઝેકશન થયા છે. જેથી પોલીસે ટ્રાન્ઝેકશન કરનાર વ્યક્તિઓને પકડી પૂછપરછ કરતાં તેઓએ બે બેંક એકાઉન્ટમાંથી સેલ્ફ ચેક દ્વારા રૂપિયા 3.18 કરોડ રોકડાં ઉપાડયા હતા. જે બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડ્યા હતા. તે બેંક એકાઉન્ટ ભાડે લેવામાં આવ્યા હતા. ચેકબુકમાં પહેલાથી જ સહી કરાવી દેવામાં આવતી હતી અને સેલ્ફના ચેક લઈ પૈસા ઉપાડી જે તે જગ્યા ઉપર મૂકી રાખવામાં આવતા હતા.
સેકન્ડ લેયરમાં યશ બેંકના એકાઉન્ટ નંબર અંગે NCCRP પોર્ટલ પર ચેક કરતાં સાયબર ફ્રોડની સમન્વય પોર્ટલ ઉપર એન્કલોઝમેન્ટ નંબરથી 136 ફરિયાદો થઈ હતી. થર્ડ લેયરના જ્યુબિલી હિલ્સ મર્ચન્ટના એકાઉન્ટ ઉપર સાયબર ફ્રોડ અંગે સમન્વય પોર્ટલ/ NCCRP પોર્ટલ પર 518 ફરિયાદો થયેલી છે. જેમાં રૂપિયા 23.23 કરોડનું ટ્રાન્ઝેકશન થયું છે. જેમાંથી સાયબર ફ્રોડને લગતાં રૂપિયા 9.68 કરોડનું ડીસ્પ્લટ એમાઉન્ટ તપાસ દરમ્યાન જમા થયેલાનું જાણવા મળ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લખીમપુર ખીરીની સ્કૂલમાં શિક્ષિકાને મળવા આવ્યો એક યુવક... થોડી જ વારમાં માળ ઉપર ગોળીબારથી મચી ગઈ દોડધામ!

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?