બોગસ હથિયાર લાયસન્સ કેસમાં વન રાજ્યમંત્રી મુકેશ પટેલના પુત્રની ધરપકડ થશે?
રાજ્યકક્ષાના વન મંત્રીના પુત્ર વિશાલે હથિયાર ખરીદવા નાગાલેન્ડથી લાયસન્સ લીધું

બોગસ હથિયાર લાયસન્સ કેસમાં મુખ્ય સૂત્રધાર સહિત 40 શખ્સોની કરાઈ ધરપકડ

બોગસ હથિયાર લાયસન્સ કેસમાં મુખ્ય સૂત્રધાર સહિત 40 શખ્સોની કરાઈ ધરપકડ
મણિપુર અને નાગાલેન્ડથી હથિયાર લાયસન્સ મેળવવાનું કૌભાંડ મસમોટું સ્વરૂપ લઈ રહ્યું છે. આ કૌભાંડની ગુજરાત એટીએસ, સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સુરેન્દ્રનગર એસઓજી સહિતની એજન્સીઓ તપાસ કરી રહી છે. આ કૌભાંડમાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના પુત્ર વિશાલ પટેલનું નામ ખુલ્યુ છે. વિશાલ પટેલે નાગાલેન્ડથી લાયસન્સ મેળવીને હથિયાર ખરીદ્યુ હોવાનું સામે આવ્યુ છે. બોગસ લાયસન્સને વન રાજ્યમંત્રીના પુત્રએ સુરત પોલીસના ચોપડે પણ ચડાવી દીધું છે. કૌભાંડમાં એટીએસએ અત્યાર સુધીમાં મુખ્ય સૂત્રધાર સહિત 40 શખ્સોની ધરપકડ કરી છે. બોગસ હથિયાર લાયસન્સ મેળવનાર વન મંત્રીના પુત્રની પોલીસ ધરપકડ કરે તેવી શક્યતા છે.
વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના પુત્ર વિશાલ પટેલે વર્ષ 2022માં નાગાલેન્ડથી ઓલ ઈન્ડિયા આર્મ્સ લાયસન્સ મેળવ્યુ હતું. આ લાયસન્સ ઉપર UIN (UNIVERSAL IDENTIFICATION NUMBER) 213801001899102019 નંબર હાથથી લખાયેલો છે. સરકારી વિગતોમાં કોઈપણ વિગત ટાઈપ કરેલી હોય છે. પરંતુ હાથથી લખાયેલા UIN નંબરથી સવાલ ઉભા થયા છે.
લાયસન્સ બુકના સરનામામાં વિશાલ પટેલનું સરનામુ “પટેલ ફળિયું, નઘોઈ, ઓલપાડ, સુરત” દર્શાવાયુ છે. જો કે, પોલીસ સ્ટેશનની કોલમમાં “જહાંગીરપુરા”નો ઉલ્લેખ કરાયો છે. જ્યારે વર્તમાન રહેઠાણ તરીકે “હાઉસ નંબર 123, ઈન્ડસ્ટ્રીયલ વિલેજ, રાઝુફે, જિલ્લો દીમાપુર, નાગાલેન્ડ” લખાયુ છે.
વિશાલ પટેલે સપ્ટેમ્બર-2022માં રૂપિયા 20ના સ્ટેમ્પ પેપર ઉપર હથિયાર લાયસન્સ સંબંધિત દસ્તાવેજો નાગાલેન્ડની ઑથોરિટીને સોંપ્યાં હતાં. આ દસ્તાવેજોના આધારે નાગાલેન્ડ ખાતેથી ઓલ ઈન્ડિયા આર્મ્સ લાયસન્સ ફાળવાયું હતું.
નાગાલેન્ડથી ઇસ્યુ થયેલું લાયસન્સ સુરત શહેર પોલીસના રેકોર્ડમાં પણ ચઢી ગયું છે. વિશાલ પટેલ જ નહીં પણ તેમની સાથે અન્ય બે શખ્સોએ પણ નાગાલેન્ડનું લાયસન્સ મેળવ્યું છે. ત્રણેય શખ્સોએ સુરત પોલીસ સમક્ષ “ટેકન ઓવર એપ્લિકેશન” આપી નાગાલેન્ડના લાયસન્સને સુરતમાં માન્ય બનાવ્યા છે.
સુરત શહેર પોલીસે પ્રક્રિયા અનુસાર નાગાલેન્ડ પોલીસથી NOC માગી હતી. DCP હેતલ પટેલે જણાવ્યું કે, “જ્યારે કોઈ વ્યક્તિ પાસે નાગાલેન્ડથી મળેલું ઓલ ઈન્ડિયા લાયસન્સ હોય અને તે સુરતમાં વપરાશ માટે માન્ય કરાવવાનું હોય તો તેઓ ટેકન ઑવરના અરજીપત્રક સાથે જરૂરી દસ્તાવેજો આપે છે. અમે નાગાલેન્ડની ઑથોરિટીના હસ્તાક્ષરિત NOC મેળવીએ છીએ. જે હાર્ડ કોપી હોય છે. જે રજિસ્ટર્ડ એડીથી આવે છે તેને જ માન્યતા અપાઈ શકે. આ અમારા રેકર્ડ પર છે.
વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલના પુત્ર વિશાલ પટેલના હથિયાર લાયસન્સની વિગતો બહાર આવતાં રાજકીય વર્તુળોમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. મહત્વપૂર્ણ છે કે, ATSએ આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર હરિયાણાના શોકતઅલી સાથે 40 શખ્સોની ધરપકડ કરી છે. 40 શખ્સોમાંથી 7 શખ્સો એજન્ટ તરીકે કામ કરતાં હતા. તમામ શખ્સો પાસેથી 29 હથિયાર અને 935 જેટલા કારતૂસ કબજે લીધા છે. હથિયારના શોખીનોએ રૂપિયા 50 હજારથી લઈને 10 લાખ સુધી ચુકવી હથિયારના બોગસ લાયસન્સ મેળવ્યા હોવાનું બહાર આવ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.