વડાલીના પરિવારે સામુહિક આપઘાત કેમ કરવો પડ્યો? હવે બચી ગયેલી દીકરી પર તપાસનો આધાર
સારવારમાં દંપતિનું મોત થયા બાદ રવિવારે રાત્રે બંને પુત્રના પણ મોત

સારવારમાં દંપતિનું મોત થયા બાદ રવિવારે રાત્રે બંને પુત્રના પણ મોત

સારવારમાં દંપતિનું મોત થયા બાદ રવિવારે રાત્રે બંને પુત્રના પણ મોત
સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા ગટગટાવી સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પતિ-પત્ની સહિત 3 સંતાનોએ ઝેરી દવા પીતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ઝેરી દવા પીધા બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન પતિ પત્નીનું મોત થયુ હતુ. રવિવારે રાત્રે બંને પુત્રનું પણ મોત થયું હતું. હાલ પુત્રીની સારવાર ચાલી રહી છે. સામુહિક આપઘાતનું કારણ હજુ જાણવા મળ્યું નથી. પુત્રી ભાનમાં આવે અને તેની પાસેથી માહિતી મળે ત્યારે આપઘાતનું કોઇ ચોક્કસ કારણ જાણવા મળી શકે છે.
વડાલીમાં રહેતાં સગર સમાજના શ્રમિક પરિવારના પાંચ સભ્યોએ અગમ્ય કારણોસર ઝેરી દવા પીને સામુહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પતિ વિનુભાઈ મોહનભાઈ સગર, પત્ની કોકિલાબેન, દીકરા નિલેશ અને નરેન્દ્ર તેમજ દીકરી ક્રિષ્નાએ ઝેરી દવા ગટગટાવી હતી. ત્યારબાદ અસરગ્રસ્તોને વડાલી અને ઈડરની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ હાલત ગંભીર હોવાથી હિંમતનગરની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન પતિ વિનુભાઈ સગરનું મોત થયુ હતુ. ત્યારબાદ પત્ની કોકિલાબેનનું મોતથયું હતું. અને સારવારમાં તેમના સંતાનો પૈકી 2 પુત્રનું પણ મોતથું છે. હાલ માત્ર એક પુત્રીનું જ હિંમતનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આર્થિક તંગીના કારણે પરિવારે ઝેરી દવા ગટગટાવી સામુહિક આપઘાત કરવાનું પગલું ભર્યુ હોવાનું સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. જ્યારે કેટલાક લોકો જમીન અથવા ઘર કંકાસના કારણે આવું પગલું ભર્યુ હોય તેવું કેટલાક લોકો માની રહ્યા છે.
પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ સગર વિનુભાઈ મોહનભાઇ(પતિ), ઉ.વ.38, સગર કોકિલાબેન વિનુભાઈ(પત્ની), ઉ.વ.37, સગર નિલેશ વિનુભાઈ(પુત્ર), ઉ.વ.14, સગર નરેન્દ્ર વિનુભાઈ (પુત્ર), ઉ.વ.14, સગર ક્રિષ્ના વિનુભાઈ(પુત્રી), ઉ.વ.17વાળાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો
આ કરુણ ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી ફેલાવી દીધી છે. પરિવારના આ અંતિમ પગલાં પાછળનું કારણ હજુ અકબંધ છે અને પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.