ભરૂચ કોર્ટે MLA ચૈતર વસાવાને શા માટે આપી નોટિસ?
વર્ષ 2024માં ગુજરાત પોલીસ અંગે કરેલાં નિવેદન મામલે 23 જૂને હાજર રહેવાં ભરુચ કોર્ટનો આદેશ

ભરૂચ કોર્ટ અને ધારાસભ્ય ચૈતર વસાવાની ફાઈલ તસવીર

ભરૂચ કોર્ટ અને ધારાસભ્ય ચૈતર વસાવાની ફાઈલ તસવીર
દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે. બે વર્ષ જૂના કેસમાં ભરૂચ કોર્ટે ચૈતર વસાવાને નોટિસ પાઠવી 23 જૂને હાજર રહેવા આદેશ કર્યો છે. જૂલાઈ-2024માં ચૈતર વસાવાએ ગુજરાત પોલીસ સામે આક્ષેપ કરતું નિવેદન કર્યુ હતું. આ નિવેદનને લઈ ચૈતર વસાવા સામે પોલીસે બદનક્ષીનો કેસ કર્યો હતો. ઝઘડિયા GIDC પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં નોંધાયેલી બે ફરિયાદો બાદ હવે ભરૂચ કોર્ટે આપેલી નોટિસના પગલે ભરૂચના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
જુલાઈ 2024 દરમિયાન ચૈતર વસાવાએ ગુજરાત પોલીસ અંગે વિવાદિત નિવેદન કર્યુ હતું. જાહેર મંચ પરથી ગુજરાત પોલીસની છબીને નુકસાન પહોંચાડે તેવા આક્ષેપો કર્યા હતા. ચૈતર વસાવાના નિવેદન મામલે બદનક્ષીનો મુદ્દો ઉઠતાં કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. બે વર્ષ બાદ ભરૂચ કોર્ટ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે.
ભરૂચની ચીફ કોર્ટમાં ચાલેલા કેસ દરમિયાન મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યાએ દલીલો કરી હતી. સરકારી વકીલે કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે ધારાસભ્ય ચૈતર વસાવાએ કરેલાં નિવેદનના કારણે પોલીસ તંત્રની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે. સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં લઈને કોર્ટે આ કેસમાં કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ ચીફ કોર્ટે ચૈતર વસાવાને નોટિસ ફટકારી 23 જૂનના રોજ હાજર રહેવાં આદેશ કર્યો છે. જેના કારણે ભરૂચ જિલ્લામાં ચૈતર વસાવાનો કેસ ચર્ચાસ્પદ બન્યો છે. ભરૂચના તત્કાલિન એસપી મયુર ચાવડાએ રજૂ કરેલા રિપોર્ટના આધારે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ રિપોર્ટમાં ધારાસભ્યના નિવેદનને ગંભીર ગણાવી યોગ્ય પગલાં લેવા સૂચવવામાં આવ્યું હતું.
આ રિપોર્ટના આધારે સરકારી વકીલે કોર્ટમાં સત્તાવાર ફરિયાદ દાખલ કરી હતી. ચૈતર વસાવાએ આ નિવેદન INDIA ગઠબંધનની ઓફિસમાં આપ્યું હતું. જેમાં તેમણે પોલીસ તંત્ર અંગે કેટલીક ટિપ્પણીઓ કરી હતી. આ નિવેદનો સામે પોલીસ વિભાગે સખત વલણ અપનાવતા હવે મામલો કોર્ટમાં પહોંચ્યો છે.
તાજેતરમાં ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલી કેમિકલ કંપનીમાં થયેલાં બ્લાસ્ટમાં બે કામદારોના મોત થયા હતા. કામદારોના વળતર મામલે ચૈતર વસાવાએ કંપની મેનેજમેન્ટ સામે આંદોલન કર્યુ હતું. આ સમયે મૃતકના પિતરાઈ ભાઈ વચ્ચે બોલાચાલી થતાં ચૈતર વસાવાએ લાફાવાળી કરી હતી.
તેના પગલે પોલીસે ચૈતર વસાવા સામે ફરજમાં રૂકાવટ સહિતની બે ફરિયાદો નોંધી હતી. લાફાકાંડનો મામલો હજુ ચાલી રહ્યો છે તેવામાં બે વર્ષ જૂના કેસ સંદર્ભે કોર્ટે નોટિસ પાઠવીને હાજર રહેવા આદેશ કરતાં મામલો ગરમાયો છે. 23 જૂનના રોજ ચૈતર વસાવા હાજર થાય તો કોર્ટ કેવું વલણ અપનાવે છે તેના ઉપર સૌ કોઈની નજર મંડાઈ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અરવલ્લીના શીણોલ પાસે પોશડોડા ભરેલી સ્કોર્પિયો રોકતા SOG પર હથિયાર તાકવામાં આવ્યું, પોલીસે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું; બે શખ્સો ફરાર થયા.

નહેરુબ્રિજથી કાલુપુર અને દાણીલીમડા સુધી આખરે એવું શું બન્યું કે AMTS-BRTS ફરી સવાલોના ઘેરામાં આવી?

ગુજરાત પોલીસની મેગા ટ્રાફિક ડ્રાઇવમાં નંબર પ્લેટના નિયમ ભંગ બદલ 18,014 કેસ, 4,187 વાહનો ડિટેઇન અને ₹58.56 લાખનો દંડ વસૂલાયો.