દુષ્કર્મના ફરાર આરોપી અનિરુદ્ધને આશરો કોણે આપ્યો હતો ?
પીડિતાનું મેજિસ્ટ્રેટ સમક્ષ કલમ 164 હેઠળ નિવેદન લેવાયું

પીડિતાનું મેજિસ્ટ્રેટ સમક્ષ કલમ 164 હેઠળ નિવેદન લેવાયું

પીડિતાનું મેજિસ્ટ્રેટ સમક્ષ કલમ 164 હેઠળ નિવેદન લેવાયું
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના પૌત્ર અનિરૂદ્ધ સિંહ ગોહિલને અંતે 15 દિવસથી ફરાર રહેવાના પછી પોલીસે ફાજલપુરથી ઝડપી પાડ્યો છે. અનિરૂદ્ધ સિંહ પર યુવતી સાથે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાનો ગંભીર આરોપ છે.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપીએ યુવતીને લગ્નના આશ્વાસન આપીને શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવતી ગર્ભવતી થતા તેણે જબરદસ્તીથી તેનો ગર્ભપાત કરાવ્યો હતો.
આ પહેલા અનિરૂદ્ધ સિંહે આગોતરા જામીન માટે અરજી કરી હતી, પરંતુ કોર્ટ દ્વારા તે નામંજૂર કરવામાં આવી હતી. પોલીસએ આરોપીને ઝડપ્યા બાદ કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી બે દિવસના પોલીસ રિમાન્ડ મળ્યા છે. આ કેસને લઈ સ્થાનિક સ્તરે ચકચાર મચી છે અને પોલીસ વધુ તપાસ શરૂ કરી છે.
દુષ્કર્મના ગંભીર આરોપમાં ધરપકડ કરાયેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના પૌત્ર અનિરૂદ્ધસિંહ ગોહિલ અંગે નવી માહિતી સામે આવી છે. ફરિયાદ દાખલ થયા પછી તે 15 દિવસ સુધી ફરાર હતો.. આ દરમિયાન અનિરૂદ્ધસિંહે ક્યાં અને કોની પાસે આશ્રય લીધો હતો, તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. જો કે, આરોપીએ હજી સુધી આ મુદ્દે પોલીસને ગોળ ગોળ જવાબ આપ્યા છે.
પોલીસે આરોપીનો મોબાઇલ નંબર ટ્રેસ કરી તેની ડિટેઈલ મેળવી રહી છે તેનો સંપર્ક કોના સાથે થયો હતો તેની પણ વિગતો મળી શકે. બીજી તરફ, પીડિતાનું મેજિસ્ટ્રેટ સમક્ષ કલમ 164 હેઠળ નિવેદન લેવાયું છે, જે કેસ માટે મહત્વપૂર્ણ પુરાવા રૂપે કામ કરશે.
અનિરૂદ્ધસિંહ હાલમાં પોલીસ રિમાન્ડ હેઠળ છે અને આવતીકાલે તેમનો રિમાન્ડ પૂર્ણ થવાનો છે. પોલીસ આ રિમાન્ડ દરમિયાન તેમને પૂછપરછ કરીને વધુ માહિતી એકઠી કરવાનો પ્રયાસ કરી રહી છે. આરોપીની પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલ મોબાઇલ ફોન, બુલેટ બાઈક અને કાર કબજે કરવામાં આવી છે.
પોલીસના સૂત્રો અનુસાર, આ કેસમાં વધુ ગુનાહિત કડીઓ બહાર આવવાની શક્યતા છે. તપાસ બાદ વધુ લોકો સામે કાર્યવાહી થઈ શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.