9 વર્ષથી સગીરા પર દુષ્કર્મ કરનારા વડોદરાના સામાજીક કાર્યકર વિલ્સન સોલંકીની ધરપકડ
લગ્નનું ખોટુ વચન આપી તેના સાથે શારીરિક સંબંધ બાંધ્યા

ગ્નનું ખોટુ વચન આપી તેના સાથે શારીરિક સંબંધ બાંધ્યા

ગ્નનું ખોટુ વચન આપી તેના સાથે શારીરિક સંબંધ બાંધ્યા
વડોદરાના જાણીતા સામાજિક કાર્યકર વિલ્સન વિનોદભાઈ સોલંકી (ઉ.38, રહેવાસી: પંચમ ગ્રીન, દશરથ ગામ) સામે 9 વર્ષથી સગીરા પર દુષ્કર્મ આચરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. છાણી પોલીસ સ્ટેશનમાં એક 24 વર્ષીય યુવતીએ સામે આવીને આરોપ નોંધાવ્યો છે કે વિલ્સને તેણી પર તેની સગીર વયથી દુષ્કર્મ આચર્યું હતું અને લગ્નનું ખોટુ વચન આપી તેના સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને વિલ્સન સોલંકીની ધરપકડ કરી હતી
આ ઘટનાની શરૂઆત 2016માં થઈ હતી, જ્યારે પીડિતા માત્ર 15 વર્ષની હતી અને ધો.11માં અભ્યાસ કરતી હતી. ટ્યુશન ક્લાસ દરમ્યાન વિલ્સન સાથે પરિચય થયો, જે પછી બંને વચ્ચે મિત્રતા બની અને ત્યારબાદ પ્રેમસબંધના બહાને આરોપીએ પોતાની સ્કોર્પિયો કારમાં પીડિતાને પાવાગઢ જેવા સ્થળોએ લઈ જઈ દુષ્કર્મ આચર્યા હતા.
વિલ્સનએ તેણીને વિશ્વાસ આપ્યો કે તે પોતાની પ્રથમ પત્નીને છુટાછેડા આપીને તેને લગ્ન કરશે. પણ વર્ષો સુધી આ સંબંધ ચાલુ રાખ્યા બાદ પણ લગ્ન ન કરતાં પીડિતાએ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય લીધો. પીડિતાએ વધુમાં જણાવ્યું કે વિલ્સનએ Valentine’s Day 2025ના રોજ લગ્ન કરવાની જાહેરાત પણ કરી હતી પણ ત્યારબાદ અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર વિલ્સન સોલંકી વિરુદ્ધ અગાઉ છાણી તથા ફતેગંજ પોલીસ સ્ટેશનમાં કુલ ત્રણ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. સામાજિક કાર્યકર હોવા છતાં, વ્યક્તિગત જીવનમાં આરોપી અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હોવાનું પણ ખુલ્યું છે. ઈઝરાયેલ મોકલવા માટે એજન્ટ તરીકે પણ તે કાર્ય કરતો હતો.
ફરિયાદના આધારે પોલીસે વિલ્સનની ધરપકડ કરી લીધી છે અને સયાજી હોસ્પિટલ ખાતે પીડિતાની મેડિકલ તપાસ પણ કરવામાં આવી છે. આરોપીની પણ મેડિકલ તપાસ કરાઈ રહી છે અને વધુ તપાસ ચાલુ છે.
આ પણ વાંચો--- વિકસિત ગુજરાતની વરવી વાસ્તવિકતા: સ્મશાન તાડપત્રીને સહારે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.