VADODARA : પૈસાની જરુર છે, ચાલો એટીએમ તોડીએ અને પછી.....
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે મહત્વપુર્ણ ગુનાનો પર્દાફાશ કર્યો

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે મહત્વપુર્ણ ગુનાનો પર્દાફાશ કર્યો

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે મહત્વપુર્ણ ગુનાનો પર્દાફાશ કર્યો
વડોદરામાં એક એવી ટોળકી ઝડપાઇ છે જેના સુત્રધારને ઓનલાઇન એવીયેટર ગેમ રમવાનો ચસકો હતો અને તાં 15 લાખ રુપિયા તે હારી જતાં અને લોનના હપ્તાઓ ભરી ના શકતા મોટી રકમ મેળવવા માટે એટીએમ તોડવાનું નક્કી કર્યું હતું અને આ માટે ગેસ વેલ્ડીંગ દ્વારા સિક્યોરિટી ગાર્ડ વગરના એટીએમને નિશાન બનાવી તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો પણ એટીએમ મશીન તૂટ્યા ન હતા. જો કે આ સુત્રધાર તેના બે સાથીદારો સાથે વડોદરા ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઇ ગયો હતો.
તાજેતરમાં વડોદરામાં સાંકરદા-ભાદરવા રોડ પર ઇન્ડિયા-1નું એટીએમ મશીન ગેસ કટરથી કાપવાનો પ્રયાસ થયો હતો. આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તપાસ શરુ કરી હતી. પોલીસે તપાસ દરમિયાન બાતમીના આધારે એક શંકાસ્પદ ઇકો ગાડીની માહિતી મળી હતી અને આ ઇકો ગાડી ઠેકરનાથ સ્મશાન ખાતે રહેતા સરફરાજ યાસીન હુસેન સૈયદની હોવાની બાતમી મળી હતી જેથી પોલીસે તેની શોધખોળ શરુ કરીને કિશનવાડી વિસ્તારમાંથી સરફરાજને તેના 2 સાથીદારો સોહમ કાળીદાસ માળી અને મનિશ મુકેશ સોલંકી સાથે ઇકો કારમાંથી ઝડપી લીધા હતા. તેની પાસેથી ઓક્સિજન ગેસ સિલીન્ડર, ગેસ કટરની નોઝલ સાથેની પાઇપ તથા લોખંડની કોષ સહિતના સાધનો મળ્યા હતા.
પોલીસે ત્રણેયની પૂછપરછ કરતાં સરફરાજ ઓનલાઇન એવીયેટર ગેમ રમવાની ટેવ વાળો હતો અને તેમાં 15 લાખ રુપિયા તે હારી ગયો હતો તો તેણે લીધેલી અલગ અલગ લોનના હપ્તા પણ ચડી ગયા હતા જેથી તેને મોટી રકમની જરુર હતી તો સાથેના સોહમ અને મનિષને પણ પૈસાની જરુર હતી જેથી ત્રણેય જણાએ એટીએમ તોડવાનો પ્લાન બનાવ્યો હતો,
આ માટે તેમણે યુ ટ્યુબમાં જોઇને એટીએમ કઇ રીતે તોડવું તેની માહિતી મેળવી હતી અને ત્યારબાદ ભાડાથી ઇકો ગાડી લઇને કપુરાઇ ચોકડી ગયા હતા જ્યાં ત્રણેય જણાએ ગેસ વેલ્ડીંગની દુકાનનું તાળુ તોડી તેમાંથી ગેસ કટર, ગેસની બોટલો સહિતના સામાનની ચોરી કરી હતી અને પછી તેઓ સાંકરદા રોડ પર સિક્યોરિટી વગરના ઇન્ડીયા-1ના એટીએમ પર ગયા હતા અને એટીએમના સીસી ટીવી વાયરો કાપીને ગેસ કટર વડે એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે મશીન તુટ્યું ન હતું જેથી ત્રણેય થાકી ગયા હતા અને બીજા દિવસે તેઓ મંજુસર જીઆઇડીસી મેઇન રોડ પર આવેલા ઇન્ડિયા-1ના અન્ય એટીએમમાં જઇને મશી તોડવાનો પ્રયાસ કર્યો હતો. પણ આ એટીએમ પણ તુટ્યું ન હતું. આખરે પોલીસની ગીરફ્તમાં ત્રણેય આવી ગયા હતા
આ પણ વાંચો---
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.