બાયડ-અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં 3ના મોત
બાયડ-અમદાવાદ હાઈવે પર આંબલિયારા ગામ નજીક થયેલા અકસ્માતમાં પરિવારના 3 સભ્યોના મોત થયા
બાયડ-અમદાવાદ હાઈવે પર અકસ્માત
બાયડ-અમદાવાદ હાઈવે પર અકસ્માત
અરવલ્લીના બાયડ-અમદાવાદ હાઈવે પર આંબલિયારા ગામ નજીક ગઈકાલે સાંજે અકસ્માત થયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં એક જ બાઈક પર સવાર પરિવારના 3 સભ્યો પતિ, પત્ની અને તેમના માસૂમ બાળકનું ઘટનાસ્થળે અને સારવાર દરમિયાન કમકમાટીભર્યું મોત થયું હતું. આ દુર્ઘટનાએ સમગ્ર પંથકમાં શોકનું વાતાવરણ ફેલાવ્યું છે.
બલેનો કાર અને બાઈકનોઅકસ્માત
મળતી માહિતી અનુસાર, ઝાલોદ વિસ્તારનો એક પરિવાર બુધવારે સાંજે 6 વાગ્યાની આસપાસ બાઈક પર પસાર થઈ રહ્યો હતો. ત્યારે આંબલિયારા ગામ નજીક સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક બલેનો કાર સાથે તેમની બાઈકનો જોરદાર અકસ્માત થયો હતો. ટક્કર એટલી પ્રચંડ હતી કે, અકસ્માત બાદ બાઈકમાં આગ પણ લાગી ગઈ હતી.
પરિવારના 3 સભ્યોનું મોત
અકસ્માત બાદ બાઈક સવાર પુરુષનું ઘટના સ્થળે જ અવસાન થયું હતું. જ્યારે તેમની પત્ની અને બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, દુર્ભાગ્યવશ, સારવાર દરમિયાન બન્નેનું મૃત્યુ થયું હતું, જેના પરિણામે એક જ પરિવારના 3 સભ્યોનો કરુણ અંત આવ્યો હતો.
કારનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર
આ ભયાનક અકસ્માત સર્જીને કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસે આ અકસ્માત અંગે ગુનો નોંધીને ફરાર થયેલા કાર ચાલકને ઝડપી પાડવા માટે સઘન તપાસ શરૂ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લખીમપુર ખીરીની સ્કૂલમાં શિક્ષિકાને મળવા આવ્યો એક યુવક... થોડી જ વારમાં માળ ઉપર ગોળીબારથી મચી ગઈ દોડધામ!

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?