મહેસાણા નજીક ક્રેઇન વીજલાઈનને અડકતા 2ના મોત
મહેસાણાની 1 કંપનીમાં ક્રેઈન વીજલાઈનને અડી જતાં દુર્ઘટનામાં 2 શ્રમિકોના મોત, જ્યારે 6ના મોત
ક્રેઈન દુર્ઘટનામાં 2ના મોત
ક્રેઈન દુર્ઘટનામાં 2ના મોત
મહેસાણા જિલ્લામાં શ્રમિકોના મોતનો સિલસિલો યથાવત છે અને 24 કલાકમાં 2 અલગ-અલગ અકસ્માતમાં 4 શ્રમિકોના મોત થયા છે. રવિવારે સાંજે મહેસાણા-અમદાવાદ હાઈવે પર આવેલા મંડાલી ગામ નજીક આવેલી ફેબહિંદ કંપનીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં વીજકરંટ લાગવાથી 2 શ્રમિકોના ઘટના સ્થળે જ મોત થયા અને અન્ય 6 ગંભીર રીતે દાઝી ગયા. આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા
મળતી માહિતી મુજબ, કંપનીમાં ક્રેઈન મશીન બંધ પડી જતાં કેટલાક શ્રમિકો તેને ધક્કો મારીને ફરી ચાલુ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના દરમિયાન ક્રેઈનનો એક ભાગ ઉપરથી પસાર થઈ રહેલી હાઈ ટેન્શન વીજ લાઈનને અડી ગયો હતો. જેના કારણે પ્રચંડ વીજકરંટ લાગતા બિહારના રહેવાસી 2 યુવાનો દીપક અશોક ચૌધરી અને મિતરંજન કુમાર ચૌધરીનું ઘટના સ્થળે જ મોત થયું. આ મહેસાણા દુર્ઘટનામાં અન્ય 6 શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: વારાણસીમાં મંદિરના ગર્ભગૃહમા ભીષણ આગ
શ્રમિકોની સુરક્ષા અને સલામતી અંગે સવાલો
ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. પોલીસે બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા છે. મહેસાણા દુર્ઘટના એ કંપનીમાં શ્રમિકોની સુરક્ષા અને સલામતી અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લખીમપુર ખીરીની સ્કૂલમાં શિક્ષિકાને મળવા આવ્યો એક યુવક... થોડી જ વારમાં માળ ઉપર ગોળીબારથી મચી ગઈ દોડધામ!

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?