ગુજરાતમાં આઠ દિવસમાં પોલીસનું ત્રીજું એન્કાઉન્ટર
સુરતના ગોડાદરા વિસ્તારના ડબલ મર્ડર કેસનો આરોપી ભાગવા જતાં પોલીસે ફાયરિંગ કર્યુ

બુટલેગર શિવા ટકલાએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, આરોપી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ

બુટલેગર શિવા ટકલાએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, આરોપી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ
સુરતના ગોડાદરા વિસ્તારમાં પૈસાની લેતી દેતી મામલે બુટલેગર શિવા ટકલા અને તેના માણસોએ ત્રણ લોકોનું અપહરણ કરી બે લોકોની હત્યા કરી હતી. જ્યારે એક વ્યક્તિ ભાગી ગયો હતો. આ કેસમાં 16 દિવસથી ફરાર શિવા ટકલાને પકડી સુરત પોલીસ અમદાવાદથી સુરત લાવી રહી હતી.
તે સમયે શિવા ટકલાએ પોલીસ ઉપર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યુ હતું. જેના કારણે શિવા ટકલાને પગમાં ગોળી વાગતાં સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં આઠ દિવસમાં ગુજરાતમાં પોલીસે ત્રીજું એન્કાઉન્ટર કર્યુ છે. અમદાવાદ, રાજકોટ બાદ હવે સુરતમાં આરોપીનું એન્કાઉન્ટર કરાયું છે.
ગોડાદરા વિસ્તારના ડબલ મર્ડર કેસમાં 16 દિવસથી બુટલેગર શિવા ટકલા નામનો આરોપી ફરાર હતો. આ કેસના મુખ્ય આરોપી શિવા ટકલાને સુરત પોલીસે અમદાવાદથી ઝડપી લીધો હતો. અમદાવાદથી સુરત લાવવામાં આવી રહ્યો હતો તે દરમિયાન આરોપીએ વોમિટ થતું હોવાનું કહ્યું હતું. તેથી બે પોલીસ કર્મચારીઓ તેને રોડ સાઇડમાં લઇ ગયા હતા.
તે સમયે આરોપી શિવા ટકલાએ પોલીસ કર્મચારીઓ પર પથ્થર વડે હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તેથી પોલીસે સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેના કારણે આરોપીના જમણાં પગના ભાગે ગોળી વાગતાં ઈજાગ્રસ્ત થયો હતો. તેથી પોલીસે તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યો છે. શિવા ટકલાને 108 એમ્બ્યુલન્સમાં લાવીને પોલીસ ઊંચકીને ઇમરજન્સી વોર્ડમાં સારવાર માટે લઈ ગઈ હતી. સુરત પોલીસે હોસ્પિટલ બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.
શું હતી સમગ્ર ઘટના?
1 ડિસેમ્બરના રોજ સુરતના ગોડાદરા વિસ્તારમાં બુટલેગર શિવા ટકલાએ તેના સાગરીતો સાથે મળી 20 હજારની ઉઘરાણી માટે ત્રણ મિત્રોનું અપહરણ કરી લાકડાના ફટકાં, લોખંડના સળિયા, લાતો-બૂટથી ઢોર માર માર્યો હતો. જ્યારે “કોઈને મોઢું બતાવવા લાયક નહીં રાખીએ” તેવી ધમકી આપી અડધા વાળ, મૂછ અને એક આંખની ભ્રમર અસ્તરાથી કાપી વિકૃત આનંદ લીધો હતો.
આ અમાનુષી અત્યાચાર સહન ન થતાં 22 વર્ષિય સોએબ શેખનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે નાઝીમની લાશ મહારાષ્ટ્ર બોર્ડર પરથી મળી હતી. આ કેસમાં એક જુવેનાઈલ સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય આરોપી શિવા ટકલા ફરાર હતો.
રાજકોટ અને અમદાવાદમાં પણ એન્કાઉન્ટર થયું હતું
જસદણ તાલુકાના આટકોટ દુષ્કર્મ કેસના આરોપી રામસિંહને લઈ પોલીસ તેના ઘર પાસે લઈ ગઈ હતી. તે સમયે આરોપી રામસિંહે અચાનક લોખંડના ધારિયા વડે પોલીસ ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમના પોલીસકર્મી ધર્મેશ બાવળિયાને ઈજા પહોંચી હતી. તે સમયે રામસિંહ અંધારાનો લાભ લઈને ફરાર ન થાય એ માટે પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં આરોપીને પગમાં ગોળી વાગી હતી.
જ્યારે અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં દિવ્યાંગ યુવતી પર થયેલા દુષ્કર્મ કેસના આરોપીએ રિકન્સ્ટ્રકશન દરમિયાન પોલીસ પર હુમલો કરી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે PIને ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. જેના કારણે આરોપીના પગમાં ગોળી વાગી હતી. એક હેડ કોન્સ્ટેબલ ઈજાગ્રસ્ત થતાં તેમને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!