બુટલેગર પાસેથી ઝડપાયેલો દારૂ બુટલેગરોને વેચી દીધો!
જરોદ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલોએ વિદેશી દારૂનો જથ્થો માનીતા બુટલેગરોને વેચી માર્યો હતો
કન્ટેનરમાંથી દારૂની પેટીઓ ઉતારી કારમાં ભરતો વીડિયો સોશિયલ મીડિયામાં થયો હતો વાયરલ
કન્ટેનરમાંથી દારૂની પેટીઓ ઉતારી કારમાં ભરતો વીડિયો સોશિયલ મીડિયામાં થયો હતો વાયરલ
વડોદરા જિલ્લામાં ઝડપાયેલા કન્ટેનરમાંથી દારૂ સગેવગે કરવાના પ્રકરણમાં પાંચ કોન્સ્ટેબલો સામે કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા ગ્રામ્ય એસપીએ જરોદ પોલીસ સ્ટેશનના પાંચ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરી પીઆઈને લીવ રિઝર્વમાં મૂકી દીધા છે. જરોદ પોલીસે વડોદરા-હાલોલ એક્સપ્રેસ હાઈવે પરથી દારૂ ભરેલા કન્ટેનર સાથે 2 શખ્સોની ધરપકડ કરી હતી. ત્યારબાદ કન્ટેનરમાંથી કોન્સ્ટેબલોએ બુટલેગરને બોલાવી કેટલીક દારૂની પેટીઓ કારમાં ભરી વેચી દીધી હતી. કન્ટેનરમાંથી કારમાં દારૂ ભરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો હતો.
જરોદ પોલીસે 4 ઓગસ્ટ 2025ના રોજ વડોદરા-હાલોલ એક્સપ્રેસ હાઈવે પર આસોજ નજીક રૂપિયા 39.65 લાખનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપ્યું હતું. ત્યારબાદ કન્ટેનરને ગુપ્ત સ્થળે લઈ જઈ મંજુસર અને વાઘોડિયાના ત્રણ બૂટલેગરોને સ્થળ પર બોલાવાયા હતાં. પોલીસના કેટલાક માણસોએ માનીતા બૂટલેગરોને દારૂની કેટલીક પેટીઓ પધરાવી હતી. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેના કારણે સમગ્ર મામલો ગાંધીનગર પહોંચ્યો હતો. સમગ્ર પ્રકરણ અંગે રેલો આવતા અગાઉના SP રોહન આનંદે બરોડા ડિવિઝનના DySP મિલન મોદીને તપાસ સોંપી હતી.
આ પ્રકરણમાં જરોદના પીઆઇ એમ.આર.ચૌધરીની સીધી સંડોવણી તપાસમાં બહાર આવી નથી. તેથી તેમને લીવ રિર્ઝવમાં મૂકાયા છે. આ કેસમાં હજુ તપાસ ચાલી રહી છે. સગેવગે કરાયેલા દારૂ કાંડના ખુલાસા બાદ પોલીસમાં દોડધામ થઈ હતી. બુટલેગરોને અપાયેલો દારૂ ભેગો કરી એક ખેતરમાં નાશ કરાયો હોવાનું સામે આવ્યું હતું. જરોદ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ પણ નોંધાઈ હતી. જેની તપાસ વાઘોડિયા પોલીસને સોપાઈ હતી. વાઘોડિયા પોલીસે FSL પાસે તપાસ પણ કરાવી હતી.
DySP મિલન મોદીએ જરોદ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.આર.ચૌધરી, પાંચ કોન્સ્ટેબલો, પીએસઓ અને ક્રાઈમ રાઈટર હેડની પૂછપરછ કરી હતી. તેવામાં SP રોહન આનંદની બદલી થઈ હતી અને નવા SP તરીકે સુશિલ અગ્રવાલે ચાર્જ સંભાળ્યો હતો. SPએ ચાર્જ લીધા બાદ દારૂ પ્રકરણમાં આકરી કાર્યવાહી કરીને પીઆઈ એમ.આર. ચૌધરીને લીવ રિઝર્વમાં મૂક્યા છે. જ્યારે હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ હાથીસિંહ, મહેશભાઈ અરવિંદભાઈ, વિપુલકુમાર શિવશંકર, કોન્સ્ટેબલ મેઘરાજભાઈ રણછોડભાઈ અને કુલદીપસિંહ જનકદાનને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે.
પીઆઈનો ભૂતકાળ વિવાદિત
વર્ષ 2021ની બેચના આઈપીએસ રોહન આનંદની એપ્રિલ-2022માં વડોદરા ગ્રામ્ય એસપી તરીકે નિમણૂક કરાઈ હતી. ડીજીપી વિકાસ સહાયે ડાયરેક્ટ પીઆઈ મયુર ચૌધરીને મંજુસર પોલીસ સ્ટેશન ખાતેથી ખસેડી બિનસંવેદનશીલ સ્થાને ફરજ સોંપવા વર્ષ 2023માં રોહન આનંદને આદેશ કર્યો હતો. ડીજીપીના આદેશ બાદ કંટ્રોલ રૂમમાં ખસેડાયેલા પીઆઈ એમ.આર.ચૌધરીને બાદમાં વડુ પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યા હતા. વડુ પોલીસ સ્ટેશનના કાર્યકાળ દરમિયાન રેન્જ આઈજીના નામે વહીવટ કરવાનો વિવાદ થતાં ચૌધરીને કંટ્રોલ રૂમમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ એસપી રોહન આનંદે ફરીથી પીઆઈ મયુર ચૌધરીને જરોદ પોલીસ સ્ટેશનના પીઆઈ બનાવી દીધા હતા
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.