ગાંજાના એક જ જોઇન્ટમાં રક્ષિત હાઇ થઇ ગયો....આ વાતમાં કેટલું સત્ય ?
રક્ષિત અને પ્રાંશુ સાથે ગાંજાનો દમ મારનાર સુરેશ ભરવાડ પકડાયો

રક્ષિત અને પ્રાંશુ સાથે ગાંજાનો દમ મારનાર સુરેશ ભરવાડ પકડાયો

રક્ષિત અને પ્રાંશુ સાથે ગાંજાનો દમ મારનાર સુરેશ ભરવાડ પકડાયો
વડોદરાના રક્ષિત કાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રક્ષિત કાંડમાં સાક્ષી બનેલા રક્ષિતના જ મિત્ર પ્રાંશુએ ચોંકાવનારો ખુલાસો કર્યો કે રક્ષિત અને મે સુરેશના ઘેર ગાંજો પીધો હતો અને ગાંજો પીધા બાદ તે હાઇ થઇ ગયો હતો અને અનધર રાઉન્ડની બુમો પાડતો હતો પણ અમે તેને ગાંજો આપ્યો ન હતો. અકસ્માત સર્જ્યા બાદ પણ વધુ ગાંજો પીવા માટે રક્ષિતે અનધર રાઉન્ડ..અનધર રાઉન્ડની બુમો પાડતો હતો. રક્ષિત નિકીતા નામની યુવતીના એક તરફી પ્રેમમાં હતો અને તે યુવતીને રક્ષિત લાઇક કરતો હોવાથી તેણે નિકીતાના નામની બુમો પાડતો હતો. બીજી તરફ પોલીસે આ કેસમાં ફરાર સુરેશ ભરવાડની ધરપકડ કરી હતી. જો કે ગાંજાનો એક જોઇન્ટ માર્યા બાદ રક્ષિતે આટલો ભયંકર અકસ્માત સર્જ્યો તે માનવામાં આવતું નથી. ત્રણેય જણાએ કેટલો ગાંજો પીધો હતો તેનો ખુલાસો પોલીસ તપાસમાં બહાર આવી જશે તે ચોક્કસ છે. શું રક્ષિતે પહેલીવાર જ ગાંજો પીધો હતો કે તે એક જ જોઇન્ટમાં હાઇ થઇ ગયો...અને કોઇ વ્યક્તિ જ્યારે ગાંજાના નશામાં હાઇ થઇ ગયો હોય તો પછી તેને પ્રાંશુએ કાર ચલાવવા કેમ આપી તે સહિતના ઘણા સવાલો આ કેસમાં ઉઠી રહ્યા છે.
પોલીસે રક્ષિત કાંડમાં પ્રાંશુને સાક્ષી બનાવ્યો છે.અકસ્માત સમયે કારમાં પ્રાંશુ તેની સાથે જ બેઠેલો હતો અને જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે તે કારની બહાર નીકળીને જતો રહ્યો હતો. ફોરેન્સીક રિપોર્ટમાં ત્રણેય જણાએ ગાંજો પીધો હોવાનું બહાર આવતાં પોલીસે રક્ષિત, પ્રાંશુ અને સુરેશ ભરવાડ સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી પ્રાંશુની અટકાયત કરી હતી જ્યારે ફરાર સુરેશની આજે અટકાયત કરાઇ હતી.
પ્રાંશુએ પોલીસને કહ્યું હતું કે રક્ષિત સાથે અમે સુરેશના ઘરે ગાંજો પીધો હતો. અકસ્માત પહેલા રક્ષિત ચોરસીયા, સુરેશ અને મેં ગાંજાનો એક જોઇન્ટ માર્યો હતો જેમાં રક્ષિત હાઈ થઈ જતાં અન અધર રાઉન્ડ કહી બીજો જોઇન્ટ માંગ્યો હતો.જે અમે ના પાડી હતી.એટલે એ અકસ્માત બાદ અન અધર રાઉન્ડ અન અધર રાઉન્ડની બૂમો પાડતો હતો.જોકે નિકિતા અંગે પ્રાંશુએ જણાવ્યું કે નીકિતાનો કોમન ફ્રેન્ડ થકી સંપર્ક થયો હતો તેથી નિકિતા અંગે મને જાણકારી નથી પરંતુ જોઇન્ટ મારતી વખતે એ આઈ લાઈક નિકિતા એમ બોલતો હતો. રક્ષિત પોતે નિકિતાના એક તરફી પ્રેમ માં હતો. ઓમ નમઃ શિવાય ની બૂમો રક્ષિત એનર્જી ભેગી કરવા બોલતો હોવાનું પ્રાંશુએ ઉમેર્યું હતું.
રક્ષિત અને પ્રાંશુ સાથે ગાંજો પીનાર સુરેશ ભરવાડની ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે. ચકચારી રક્ષિત અકસ્માત કેસમાં ત્રીજો આરોપી સુરેશ ભરવાડ ફરાર હતો. રક્ષિત ચોરસીયાએ સુરેશ ભરવાડના ઘરે ગાંજો પીધો હોવાનું ખૂલ્યું હતું. જેથી પોલીસે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલા પલાસનેર ગામ પાસેથી સુરેશ ભરવાડને ઝડપી પાડ્યો છે. અકસ્માત બાદ સુરેશના બ્લડ સેમ્પલ લીધા હતા તેમાં સુરેશ ભરવાડે પણ ગાંજો પીધો હોવાનું બહાર આવ્યું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.