Surat માં બેફામ ગુનેગારો, કાયદો વ્યવસ્થા તળિયે, જાહેરમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ!
ફાયરિંગ કર્યા બાદ આરોપી મોબાઈલ લૂંટીને ફરાર થઈ ગયો હતો...

સુરક્ષા પર સવાલ! ગુનેગારોને કાયદાનો નથી ડર...

સુરક્ષા પર સવાલ! ગુનેગારોને કાયદાનો નથી ડર...
સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેટલી હદે કથળી ગઈ છે તેનો વધુ એક ચોંકાવનારો કિસ્સો આજે સામે આવ્યો છે. શહેરના પુણાગામ વિસ્તારમાં ભરબપોરે લોકોની હાજરીમાં જ સાડીના કારખાનામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ થતાં સમગ્ર સુરત શહેરમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાએ અસામાજિક તત્વો જાણે પોતાને જ કાયદો માનતા હોય તેવી છાપ ઉપસાવી છે, જેના પરથી સ્પષ્ટ થાય છે કે ગુનેગારોને પોલીસનો કોઈ ડર રહ્યો નથી.
પુણાગામ વિસ્તારમાં આવેલ ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીના પહેલા માળે આ સનસનાટીભરી ઘટના બની હતી. મળતી માહિતી મુજબ, કારખાનાના એક જૂના કારીગર દ્વારા માલિક સાથે માથાકૂટ કરવામાં આવી હતી. આ માથાકૂટ એટલી ઉગ્ર બની કે ઉશ્કેરાયેલા કારીગરે પોતાની પાસે રહેલી રિવોલ્વરથી હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. ભરબપોરે લોકોની અવરજવર વચ્ચે થયેલા આ ફાયરિંગથી ભયનો માહોલ છવાઈ ગયો હતો અને આસપાસના લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
આતંકનો માહોલ સર્જ્યા બાદ આ આરોપી કારીગર એટલા પર જ ન અટક્યો. ફાયરિંગ કર્યા બાદ તેણે માલિકનો મોબાઈલ લૂંટી લીધો અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. આ ઘટનાએ સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. ગુનેગારો જાહેરમાં આવા કૃત્યો આચરી રહ્યા છે અને પોલીસનો જાણે તેમને કોઈ ભય ન હોય તેમ લાગી રહ્યું છે.
ઘટનાની જાણ થતાં જ પુણા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ આ તપાસમાં જોડાઈ છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ તેજ કરી છે.
આ પણ વાંચો : Rajkot-Bhavnagar હાઈવે પર કાળનો પંજો, સરકારી અધિકારી સહિત બેના કરુણ મોત!
આ પ્રકારની ઘટનાઓ સુરત જેવા વિકસિત શહેરમાં સલામતીની ભાવનાને ઠેસ પહોંચાડે છે. પોલીસ તંત્ર તાત્કાલિક કડક પગલાં ભરી આવા અસામાજિક તત્વોને નકેલ કસે અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે પ્રતિબદ્ધતા દાખવે તે અત્યંત આવશ્યક છે. શું સુરતમાં સામાન્ય નાગરિકો સુરક્ષિત છે તેવો સવાલ આ ઘટના બાદ ફરી એકવાર ઉભો થયો છે.
આ પણ વાંચો : Surat માં હૃદયદ્રાવક ઘટના: રજા પર આવેલા આર્મી જવાનનું પાંચમા માળેથી પટકાતા કરુણ મોત!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.