જમાઈએ કાકા સસરાને ધમકી આપી 10 કરોડની માંગણી કરી
કાકા સસરાને ભત્રીજા જમાઈ અને તેના 2 સાથીદારોએ રેપ કેસમાં ફસાવવાની ધમકી આપી 10 કરોડ માંગ્યા

આરોપી જમાઈ અને તેના 2 સાથી મિત્રો

આરોપી જમાઈ અને તેના 2 સાથી મિત્રો
સુરત શહેરમાં સંબંધોને શર્મસાર કરતો અને પૈસા પડાવવા માટેનું એક મોટું ષડયંત્ર સામે આવ્યું છે, જેમાં કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા કાકા સસરા વરજાંગભાઈને તેમના જ ભત્રીજીના જમાઈ જય ડાંગર અને તેના 2 સાથીદારોએ નિશાન બનાવ્યા હતા. આ આખી ગેંગે વરજાંગભાઈને એક મહિલા સાથેના અંગત અને ન્યૂડ ફોટો વાઈરલ કરવાની ધમકી આપી, સાથે જ તેમની સામે દુષ્કર્મનો ખોટો કેસ કરીને સમાજમાં બદનામ કરવાનું કાવતરું રચ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે, મુખ્ય આરોપી જય ડાંગર ભૂતકાળમાં સાંસદ મુકેશ દલાલનો પીએ પણ રહી ચૂક્યો છે. આ ટોળકીએ શરૂઆતમાં બળજબરીપૂર્વક 5 લાખ રૂપિયા પડાવી લીધા હતા, પરંતુ તેમની લાલચ અહીં ન અટકતાં મામલો ગંભીર બન્યો હતો.
બ્લેકમેઈલિંગ કરીને 10 કરોડની માંગણી
પ્રથમવાર 5 લાખ રૂપિયા પડાવી લીધા બાદ પણ આરોપીઓ જય ડાંગર, પ્રશાંત પટેલ અને સ્મિતની લાલચ વધી ગઈ હતી. આ ટોળકીએ ફરીથી મોટાપાયે તોડ કરવાની યોજના બનાવી અને વરજાંગભાઈને ધમકી આપીને અધધ 10 કરોડ રૂપિયાની જંગી રકમની માંગણી કરી હતી. પૈસા પડાવવા માટે આરોપીઓએ વરજાંગભાઈને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું. બ્લેકમેઈલ દરમિયાન આરોપીઓએ તેમને છરી-ચપ્પુ બતાવી, ડરાવી-ધમકાવીને ફરિયાદી મહિલા પાસે બળજબરીથી કોરા કાગળો પર લખાણ કરાવ્યું હતું, તેમજ અન્ય કાગળોમાં સહીઓ અને અંગૂઠાના નિશાન પણ કરાવી લીધા હતા, જેથી ભવિષ્યમાં આ કાગળોનો ગેરઉપયોગ કરી શકાય.
આ પણ વાંચો: પરણિત યુવકનો 11 વર્ષની બાળકી પર વારંવાર બળાત્કાર
પોલીસે જય ડાંગર સહિત 3 આરોપીઓની કરી ધરપકડ
આ સતત થઈ રહેલા માનસિક ત્રાસ અને જબરદસ્તીના કારણે આખરે સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. જે મહિલા સાથેના ન્યૂડ ફોટો વાઈરલ કરવાની ધમકી આપીને વરજાંગભાઈને બ્લેકમેલ કરવામાં આવી રહ્યા હતા, તે જ મહિલાએ અડાજણ પોલીસ સ્ટેશનમાં જમાઈ જય ડાંગર અને તેના 2 સાથીદારો પ્રશાંત પટેલ અને સ્મિત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મહિલાની ફરિયાદના આધારે અડાજણ પોલીસે તુરંત કાર્યવાહી કરીને મુખ્ય આરોપી જય ડાંગર અને તેના સાથીદારો સહિત ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 10 કરોડની આ ખંડણી અને બ્લેકમેઈલિંગની ઘટનાએ સુરતના કન્સ્ટ્રક્શન જગતમાં ચકચાર મચાવી દીધી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

180થી વધુ જુગારીઓ ઝડપાયા… છતાં પોલીસનું ઓપરેશન અહીં અટક્યું નહીં!

અમદાવાદમાં મિત્રના નામે WhatsApp પર લગ્નની કંકોત્રી આવી… યુવકે લિંક પર એક ક્લિક કર્યું અને થોડી જ વારમાં બેંક ખાતામાંથી ₹99 હજારનું ટ્રાન્જેક્શન થઈ ગયું.

આખરે કોણ છે આ આરોપીઓ અને શું હતો તેમનો પ્લાન?