સુરત ACB: માતા વતી લાંચ સ્વીકારતો પુત્ર ઝડપાયો
TA-LTC બિલ પાસ કરવા ₹30 હજારની લાંચ માંગતા મહિલા ક્લાર્ક અને પુત્ર ACBના સકંજામાં

AI જનરેટેડ

AI જનરેટેડ
સુરત જિલ્લા પંચાયતમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ
સુરત જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખામાં ફરજ બજાવતી મહિલા સિનિયર એકાઉન્ટ ક્લાર્ક અને તેના પુત્રને એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. સરકારી કામગીરી માટે અરજદારો પાસેથી લાંચ માંગવાના કિસ્સાએ જિલ્લા પંચાયતના તંત્ર સામે અનેક સવાલો ઉભા કર્યા છે.
TA અને LTC બિલ પાસ કરવા માંગ્યા રૂપિયા
એસીબીની તપાસ મુજબ, વર્ષ 2022થી 2024 દરમિયાન કર્મચારીઓના પ્રવાસ ભથ્થા (TA) અને LTC બિલ મંજૂરી માટે બાકી હતા. બિલો પાસ કરવા માટે મહિલા ક્લાર્ક રૂપલબેન પરેશકુમાર ટેલરે 33 કર્મચારીઓ પાસેથી TA બિલ દીઠ રૂપિયા 1,500 અને 13 કર્મચારીઓ પાસેથી LTC બિલ દીઠ રૂપિયા 1,000ની માંગણી કરી હતી. કુલ મળીને રૂપિયા 62,500ની ગેરકાયદે માંગ કરવામાં આવી હતી.
કર્મચારીએ ACBનો સંપર્ક કર્યો
પોતાના કાયદેસર કામની લાંચ આપવી નહી હોવાથી જાગૃત કર્મચારીએ સુરત ACBનો સંપર્ક કર્યો હતો. તેથી ACBના અધિકારીઓએ સમગ્ર મામલાની ચકાસણી કરીને છટકું ગોઠવવાનો નિર્ણય કર્યો હતો.
જહાંગીરાબાદ રોડ પર ગોઠવાયું છટકું
ફરિયાદી પાસે પ્રથમ તબક્કામાં રૂપિયા 30,000ની જ વ્યવસ્થા થઈ શકી હતી. તેથી આ રકમ લાંચના પ્રથમ હપ્તા તરીકે આપવાનું નક્કી કરવામાં આવ્યું. સુરતના ઉગત-ભેસાણ રોડ વિસ્તારમાં આવેલા ઓમકાર હાઇટ્સ નજીક જાહેર સ્થળે રકમની આપ-લે માટે સ્થળ નક્કી કરવામાં આવ્યું હતું. ACBની ટીમે અગાઉથી જ ગુપ્ત નજર રાખી હતી.
મહિલા ક્લાર્કે પુત્ર મારફતે સ્વીકારી લાંચ
નક્કી કરેલા સ્થળે મહિલા ક્લાર્ક રૂપલબેન ટેલરે ફરિયાદી સાથે વાતચીત કરી લાંચની ખાતરી કરી હતી. ત્યારબાદ આરોપી મહિલા ક્લાર્કે પોતાના 19 વર્ષના પુત્ર જીલ ટેલરને લાંચની રકમ લેવા સૂચના આપી હતી. ફરિયાદી પાસેથી રૂપિયા 30,000 સ્વીકારતા જ ACBની ટીમે જીલ ટેલરને રંગેહાથ ઝડપી લીધો હતો. બાદમાં મુખ્ય આરોપી મહિલા ક્લાર્ક રૂપલબેન ટેલરને પણ કાયદેસરની કાર્યવાહી હેઠળ ઝડપી લેવામાં આવ્યા હતા.
54,000નો પગાર પણ ઓછો પડ્યો
સુરત જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખામાં ફરજ બજાવતા વર્ગ-3 સિનિયર એકાઉન્ટ ક્લાર્ક રૂપલબેન પરેશકુમાર ટેલર મહિને ₹54,000નો મોભાદાર પગાર મેળવી રહ્યા છે. તેમ છતાં મહિલા કર્મચારીએ સાથી કર્મચારીઓના હકના નાણાં પાસ કરવા માટે લાંચ માંગી હતી. ભ્રષ્ટાચારના કાળા ખેલમાં મહિલાએ કોલેજમાં અભ્યાસ કરતા પોતાના યુવાન પુત્રનો લાંચ સ્વીકારવા માટે ઉપયોગ કર્યો હતો. જેના કારણે માતાની સાથે પુત્ર પણ કાયદાના સકંજામાં આવી ગયો છે.
ભ્રષ્ટાચાર સામે કડક સંદેશ
સરકારી કર્મચારીઓના હકના બિલો પાસ કરવા માટે લાંચ માંગવાનો આ કેસ ફરી એકવાર સરકારી તંત્રમાં રહેલા ભ્રષ્ટાચારને ઉજાગર કરે છે. ACBની આ કાર્યવાહીથી અન્ય ભ્રષ્ટ તત્વો માટે પણ કડક સંદેશ ગયો છે કે ગેરકાયદેસર કમાણી માટેનો કોઈપણ પ્રયાસ કાયદાની નજરમાંથી બચી શકશે નહીં.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અરવલ્લીના શીણોલ પાસે પોશડોડા ભરેલી સ્કોર્પિયો રોકતા SOG પર હથિયાર તાકવામાં આવ્યું, પોલીસે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું; બે શખ્સો ફરાર થયા.

નહેરુબ્રિજથી કાલુપુર અને દાણીલીમડા સુધી આખરે એવું શું બન્યું કે AMTS-BRTS ફરી સવાલોના ઘેરામાં આવી?

ગુજરાત પોલીસની મેગા ટ્રાફિક ડ્રાઇવમાં નંબર પ્લેટના નિયમ ભંગ બદલ 18,014 કેસ, 4,187 વાહનો ડિટેઇન અને ₹58.56 લાખનો દંડ વસૂલાયો.