નાપાસ થયા.? તામિલનાડુ બોર્ડનું લઇ લો રિઝલ્ટ..ચોંકાવનારું કૌંભાડ
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો સનસનીખેજ આરોપ

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો સનસનીખેજ આરોપ

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો સનસનીખેજ આરોપ
તાજેતરમાં ફરી એકવાર ગુજરાતમાં ભ્રષ્ટ શિક્ષણ વ્યવસ્થાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ધોરણ 10 અને 12માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પાસ કરાવવાની લાલચ આપી બોગસ માર્કશીટ બનાવવાનું રેકેટ ધડાધડ ચાલે છે. વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજાએ આરોપ લગાવ્યો છે કે ગુજરાતમાં ધો.10માં બોર્ડમાં નાપાસ વિદ્યાર્થીઓના ડમી બેસાડીને 50 હજારમાં તામિલનાડુ બોર્ડની પાસની માર્કશીટ આપવામાં આવી રહી છે.
યુવરાજસિહ જાડેજાએ ટ્વીટ કરીને આરોપ લગાવતાં કહ્યું છે કે જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે આવેલી "લાઈફ એકેડમી" નામની સંસ્થાએ તમિલનાડુ બોર્ડ સાથે તથાકથિત "ટાઇઅપ" કરી, ધોરણ 10 અને 12માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પાસ કરાવવાના દાવા સાથે તેમને પાસ માર્કશીટ આપે છે. મહત્વની બાબત એ છે કે આ સંસ્થા ડમી વિદ્યાર્થી બેસાડીને પરીક્ષા પણ આપાવતી નથી—માત્ર પેસો લઇને તમિલનાડુ બોર્ડના નામે ફ્રોડ માર્કશીટ ઘરે મોકલાવી દે છે.
વિદ્યાર્થીઓ કે તેમના માતા-પિતાને વિશ્વાસમાં લઈને તેઓ પાસ કરાવવાના ‘અભ્યાસલક્ષી સપના’ વેચે છે. તેમની પાસેથી લેવામાં આવે છે ₹50,000થી ₹1 લાખ સુધીની રકમ. એવું પણ સામે આવ્યું છે કે કેટલીક વાર વિદ્યાર્થીઓથી તેમની નાપાસ થયેલી માર્કશીટ અને LC (Leaving Certificate) લઇ લીધી જાય છે અને Life Academy દ્વારા તેમનું નવું ફોર્મ ભરાય છે.
આ કૌભાંડમાં માત્ર સંસ્થા નહીં, પણ કેટલાક શિક્ષક તથા સ્કૂલ આચાર્યો પણ સંડોવાયેલા હોવાની શકયતાઓ છે. મહીસાગર જિલ્લાની તપાસમાં જીગર વાદી નામના યુવાન અને તેમના પિતા પુનાભાઈ વાદી, જે શાળામાં આચાર્ય છે, તેમની ભાગીદારી હોવાનું ઉઘાડુ થયું છે.
ખાનપુર પોલીસ અને મહીસાગર પોલીસ દ્વારા સમગ્ર ઘટના સંદર્ભે તપાસ શરૂ કરવામાં આવી છે. તામિલનાડુ બોર્ડને માર્કશીટની ચકાસણી માટે મોકલવામાં આવી છે જેથી અસલી અને નકલી હોવા અંગે સ્પષ્ટતા થાય. પોલીસ કહે છે કે તપાસ બાદ વધુ લોકોના નામ બહાર આવી શકે છે. આ કૌભાંડ માત્ર એક શિક્ષણપ્રણાલીને નહીં, પણ સમગ્ર પેઢીના ભવિષ્યને ખતરામાં મૂકે છે. મહેનત કરનારાઓ સામે ઢીલુ નીતિ અને શોર્ટકટ લેનારાઓને ખુલ્લી છૂટ મલે તો સાચા વિદ્યાર્થીઓનું ન્યાય ક્યાં રહશે? આવા ભ્રષ્ટ કાર્યોમાં સંડોવાયેલા દરેક તત્વ સામે કડક કાયદાકીય કાર્યવાહી જરૂરી છે.
આ પ્રકારના કૌભાંડો માત્ર એક રાજ્ય સુધી સીમિત નહીં રહી આંતર-રાજ્ય સ્તરે ફેલાયેલા છે. જો આ મુદ્દે સરકાર, શિક્ષણ બોર્ડ અને પોલીસ ત્વરિત અને નિષ્પક્ષ પગલાં નહીં લે, તો ભવિષ્યમાં શિક્ષણ પ્રણાલી પરથી લોકોનો વિશ્વાસ ઉડી જશે.
આ પણ વાંચો--- ક્ષત્રિય સમાજના અગ્રણી પદ્મિનીબા સહિત 5 સામે હની ટ્રેપની ફરિયાદથી ખળભળાટ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.