SMC નો તરખાટ, સીઆઇડી ક્રાઇમમાં દરોડા, ભ્રષ્ટાચારનો મોટો ખુલાસો
DIG નિર્લિપ્ત રાયને સમગ્ર તપાસ કરીને રિપોર્ટ રાજ્ય પોલીસ વડાને સોંપવામાં સૂચના

DIG નિર્લિપ્ત રાયને સમગ્ર તપાસ કરીને રિપોર્ટ રાજ્ય પોલીસ વડાને સોંપવામાં સૂચના

DIG નિર્લિપ્ત રાયને સમગ્ર તપાસ કરીને રિપોર્ટ રાજ્ય પોલીસ વડાને સોંપવામાં સૂચના
ગાંધીનગરમાં રાજ્યના ગૃહ વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા ભ્રષ્ટાચાર મામલે આકરી કાર્યવાહી કરાતા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. રાજ્ય પોલીસના ડીજીપીના આદેશ અનુસાર ગાંધીનગરમાં CID ક્રાઇમની ઓફિસમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે. સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલની ઓફિસમાં તથા ઇકોનોમિક વિંગની ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા છે. ભ્રષ્ટાચાર કેસની તપાસને ધ્યાને રાખીને કરવામાં આવ્યા છે.
સર્ચ ઓપરેશન દરમિયાન રાજ્યની ઇકોનોમિક ઓફેન્સ વિંગ (EOW)ની ઓફિસમાં પણ સઘન તપાસ કરવામાં આવી છે. આ કાર્યવાહી રાજ્ય સરકારના સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા ભ્રષ્ટાચારના મામલાઓમાં શોખના પગલાંરૂપે હાથ ધરાઈ છે.
CID ક્રાઈમના આર્થિક ગુના નિવારણ શાખામાં સ્ટેટ મોનીટરીંગ સેલે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. EOWના PSI સિસોદિયાને હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. PSI પાસે આર્થિક ગુના નિવારણ વિભાગની ઘણી બધી તપાસો છેલ્લા ઘણાં સમયથી પેન્ડિંગ હતી. CID ક્રાઈમના EOW વિભાગની કાર્ય પદ્ધતિ સુધારવા માટે SMC હાલ તપાસ કરી રહી છે. SMC ના DIG નિર્લિપ્ત રાયને સમગ્ર તપાસ કરીને રિપોર્ટ રાજ્ય પોલીસ વડાને સોંપવામાં સૂચના આપવામાં આવી છે.
EOWના PSI સિસોદિયા પાસે ઘણા લાંબા સમયથી ઘણી બધી તપાસોની અરજીઓ પેન્ડિંગ હતી. જેને પગલે પીએસઆઈ સિસોદિયાને બુધવારના રોજ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાજ્ય પોલીસ વડાની સૂચનાથી સ્ટેટ મોનેટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય અને તેમની ટીમ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે.
હાલના તબક્કે CID ક્રાઈમના EOW વિભાગમાં મહત્વની અરજીઓ તથા કરોડો રૂપિયાની ઠગાઈની ફરિયાદોમાં પોલીસ દ્વારા શું કામગીરી કરવામાં આવી છે તે દિશામાં તપાસ ચાલી રહી છે. મુખ્યત્વે EOW વિભાગમાં ફરજ બજાવતા PSI સિસોદિયા પાસે જેટલી પણ તપાસની અરજીઓ હતી તેમાં બેદરકારી રાખવા બદલ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.