નરોડામાં પુત્રનો આતંક: માતાને ઘાયલ કરીને પોલીસ પર હુમલો
હુમલો કર્યા બાદ પોલીસકર્મીનું નાક કપાઈને રસ્તા પર પડયું

આરોપીએ આત્મહત્યા કરવાની આપી પોલીસને ધમકી

આરોપીએ આત્મહત્યા કરવાની આપી પોલીસને ધમકી
નરોડામાં માતાએ રૂપિયા આપવાનો ઇન્કાર કરતા પુત્રએ માતા સાથે માથાકૂટ કરી અને ઘરમાં તોડફોડ કરીને માતાને ગળામાં કાચ મારીને લોહી લુહાણ કરી હતી, પોલીસે આરોપી પુત્રને પકડતાં પોલીસને તમે મને પકડી ના શકો કહી કાયદો બતાવ્યો હતો અને આરોપીએ પોલીસ સાથે તકરાર કરીને હાથે બ્લેડ મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે બળ પ્રયોગ કરીને આરોપીને વાહનમાં બેસાડવા જતા હેડ કોન્સ્ટેબલના નાક પર બચકુ ભરીને કાપી નાખ્યું હતું. આ અંગે બનાવ નરોડા પોલીસે આરોપી સામે બે ગુના નોંધીને તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
શું હતો સમગ્ર બનાવ ?
નરોડા વિસ્તારમાં રહેતા મૂળ રાજસ્થાનના એક પરિવારમાં મહિલા તેના બે પુત્રો જેમાં નાના પુત્રની પત્ની અને તેમના ચાર બાળકો સાથે રહે છે મહિલા અને તેનો પતિ છૂટક મજૂરી કામ કરે છે. આ મહિલાએ નરોડા પોલીસ સ્ટેશનમાં પોતાના મોટા પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે કે ગુરુવાર રાત્રે મહિલા ઘરે હતી તે સમયે આરોપી પુત્ર અનિલે માતા પાસે રૂપિયા માંગતા માતાએ ના પાડી હતી. પુત્ર એ ગાળો બોલીને તકરાર કરીને ઘરમાં ટીવી સહિતની ચીજવસ્તુઓ તોડફોડ કરીને કાચનો ટુકડો ગળાના ભાગે મારતા માતા લોહી લુહાણ થઉ ગઇ હતી. જેથી પોલીસને જાણ કરતા નરોડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ પોલીસે આરોપીને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને આરોપીએ પોલીસને ‘તમે જતા રહો નહી તો હું મારી જાતે બ્લેડના ઘા મારીને આત્મહત્યા કરી લઇશ’ એવી ધમકી આપી હતી. પોલીસે તેને પકડતા પોતાની જાતે બ્લેડના ઘા મારીને આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ આરોપીએ કર્યો હતો.
પોલીસે સમજાવવાનો પ્રયાસ કરતા આરોપી માનતો ન હતો. પોલીસે બળ પ્રયોગ કરીને તેને ગાડીમાં બેસાડવા જતાં સમયે નરોડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલના નાકે બચકું ભર્યું અને ત્યારબાદ નાક કપાઈને જમીન પર પડી ગયું હતું. પોલીસકર્મીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આરોપીને નરોડા પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો. આ અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં આરોપી અનિલ ગોહિલ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી આગળ કાર્યવાહી હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.