અમદાવાદમાં યુવકની જાહેરમાં હત્યાથી ચકચાર
23 વર્ષીય યુવકની સડક પર ઘાતકી હત્યા, પોલીસ ફરિયાદ
અમદાવાદમાં યુવકની સડક પર હત્યા
અમદાવાદમાં યુવકની સડક પર હત્યા
અમદાવાદમાં ફરી એકવાર ગુંડારાજની દહેશત ફેલાઈ છે. શહેરનાં મેઘાણીનગર વિસ્તારમાં જૂની અદાવતનું વેર રાખીને 23 વર્ષીય યુવકનું જાહેરમાં અપહરણ કરીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
શુક્રવારે બપોરે લગભગ 1 વાગ્યે મૃતક નિતિન પટણી (23 વર્ષીય)નું તેના ઘર પાસેના સફલ-03 બિલ્ડિંગ પાસેથી છ શખ્સોએ રિક્ષામાં બળજબરીથી અપહરણ કર્યું હતું. આ ઘટના CCTVમાં પણ કેદ થઈ છે. મુખ્ય આરોપી સતીશ ઉર્ફે સટિયા, વિશાલ, મહેશ, રાજ અને અન્ય બે અજાણ્યા શખ્સોએ નિતિનને ચમનપુરાના પટણીનગર વિસ્તારમાં લઈ જઈને જાહેરમાં પાઈપ, લાકડીઓ, છરીઓ અને ધારદાર હથિયારો વડે અમાનવીય અત્યાચાર ગુજાર્યો હતો.
ગંભીર રીતે ઘાયલ નિતિનને તેના સંબંધીઓ અને ઘટનાના સાક્ષીઓ દ્વારા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ડોક્ટરોએ જણાવ્યું કે નિતિનના માથા, પગ, આંખો અને શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજાઓ થઈ હતી. સારવાર દરમિયાન રાત્રે 10.40 વાગ્યે તેનું મૃત્યુ થયું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ હત્યા જૂની અદાવતનું પરિણામ છે. મૃતકના મોટાભાઈ આલય પટણી દ્વારા નોંધાવેલી FIR મુજબ, થોડા સમય પહેલા આરોપી સતીશના ભાઈને માર મારવામાં આવ્યો હતો અને તે કેસમાં નિતિનનું નામ સામેલ હતું. આ જ વાતનો બદલો લેવા માટે આરોપીઓએ આ હત્યા કરી હોવાનું મનાય છે.
પોલીસે આ મામલે હત્યા, અપહરણ અને તોફાનનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. હાલ તમામ આરોપીઓ ફરાર છે અને તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર અમદાવાદ જેવા મહાનગરમાં ગુનાખોરી બેફામ બની રહી હોવાની ચિંતા ઉભી કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.