શિક્ષણના મંદિરો બન્યા હિંસાના અખાડા?
અઠવાડિયામાં જ રાજ્યમાં વિદ્યાર્થી દ્વારા હિંસાના 2 કિસ્સા પ્રકાશમાં આવ્યા
વિદ્યાર્થીઓ દ્વારા હિંસાની ઘટનાઓ
વિદ્યાર્થીઓ દ્વારા હિંસાની ઘટનાઓ
તાજેતરમાં ગુજરાતમાં શાળાઓની અંદર અને બહાર જે બે ઘટનાઓ બની છે, તે આપણા સમાજ માટે ચિંતાનો વિષય બની છે. અમદાવાદ અને ભુજમાં વિદ્યાર્થીઓ વચ્ચેની બોલાચાલીએ હિંસક રૂપ ધારણ કર્યું, જેના પરિણામે એક નિર્દોષ વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો અને બીજાને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ ઘટનાઓ દર્શાવે છે કે, શિક્ષણના મંદિરો હવે બાળકોના ઝઘડા અને હિંસાના અખાડા બની રહ્યા છે.
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 8 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી સામાન્ય ધક્કામુક્કી જેવી બાબતે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટના બાદ બંને વિદ્યાર્થીઓ જ્યારે પણ સામસામે આવતા, ત્યારે તેમની વચ્ચે વારંવાર બોલાચાલી થતી હતી.
19મી ઓગસ્ટે, શાળા છૂટ્યા બાદ ધોરણ 10નો વિદ્યાર્થી મણિયાશા સોસાયટીના ગેટ પાસે પહોંચ્યો ત્યારે ધોરણ 8ના વિદ્યાર્થીએ તેની પર હુમલો કર્યો. આ સમયે અન્ય 5થી 7 વિદ્યાર્થીઓ પણ હાજર હતા. ધોરણ 8ના વિદ્યાર્થીએ પોતાની પાસે છુપાવેલી છરી કાઢીને ધોરણ 10ના વિદ્યાર્થી પર હુમલો કર્યો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીને સારવાર માટે મણિનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું. આ ઘટના બાદ સેવન્થ ડે સ્કૂલ પર સિંધી સમાજના લોકો અને મોટી સંખ્યામાં વાલીઓ એકઠા થઈ ગયા અને હોબાળો મચાવ્યો, જેના કારણે શાળાએ તાત્કાલિક રજા જાહેર કરવી પડી. આ ઘટનાએ બાળ ગુનેગારોના વધતા આતંકને ઉજાગર કર્યો છે.
કચ્છના ભુજમાં આવેલી વીડી હાઈસ્કૂલમાં બની છે. અહીં પણ 2 વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી બોલાચાલીનું મનદુઃખ લાંબો સમય ચાલ્યું. 10મા ધોરણના એક વિદ્યાર્થીને 20 જેટલા લોકોના ટોળાએ માર માર્યો હોવાનો આક્ષેપ છે. આ હુમલામાં વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તાત્કાલિક બન્ને વિદ્યાર્થીઓના વાલીઓને શાળામાં બોલાવીને આ મામલાને થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ આ ઘટના પણ શાળાઓમાં વધતી હિંસા અને બાળ ગુનેગારોના વધતા આતંકની સાક્ષી પૂરે છે.

90 અરજદારો સામે આવ્યા; કિંમતી વસ્તુઓ પરત અપાઈ

વડોદરા માંજલપુરમાં નજીવી વાતે લારી ચાલકે 50 વર્ષીય આધેડ પર પ્લાયવુડના પાટિયા વડે માથામાં 6 ઘા માર્યા. ગંભીર ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા, CCTV ફૂટેજ સામે આવ્યા.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો