પતિની શંકાથી કંટાળી પત્નીએ પોતાના 2 વર્ષના બાળકની કરી હત્યા
રાજકોટમાં એક મહિના પહેલાં 2 વર્ષના બાળકનો મૃતદેહ કૂવામાંથી મળી આવ્યો હતો.

2 વર્ષના બાળકની કરી હત્યા

2 વર્ષના બાળકની કરી હત્યા
રાજકોટમાં એક મહિના પહેલાં 2 વર્ષના બાળકનો મૃતદેહ કૂવામાંથી મળી આવ્યો હતો. આ મામલે પોલીસ તપાસ બાદ હવે હત્યાનો ખુલાસો થયો છે. એક મહિના બાદ પોલીસ તપાસમાં ખુલાસો થયો કે, પિતાની શંકાથી કંટાળીને બાળકની સગી માતાએ જ બાળકની હત્યા કરી દીધી હતી.
રાજકોટમાં બેડી નજીક 23 ફેબ્રુઆરી કૂવામાંથી શંકાસ્પદ રીતે 2 વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાયર બ્રિગેડની મદદથી ત્યારે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. બાદમાં બાળકનું પોસ્ટમોર્ટમ કરી આપસાપસના વિસ્તારમાંથી ગુમ થયેલા બાળકની વિગતોના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. અંતે એક મહિના બાદ થોરાળા પોલીસને આ મામલે સફળતા મળી હતી. જેમાં સામે આવ્યું કે, આ બાળક થોરાળાના ભારતનગરમાં રહેતી ભાનુબેન કીહલ નામની મહિલાનું હતું. તેણે પોલીસ સ્ટેશનમાં બાળક ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે તે પોતાના પતિને ફસાવવા માટે કાવતરૂ ઘડી રહી હતી. પરંતુ, પોલીસ તપાસમાં બાદમાં તેણે સત્ય હકીકતનો ખુલાસો કર્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ભાનુબેનનો પતિ તેની સાથે બાળકને લઈને ઝઘડો કરતો હતો. તેના પતિને શંકા હતી કે, ભાનુનો કોઈ અન્ય પુરૂષ સાથે સંબંધ છે અને આ બાળક પણ પોતાનું નથી પરંતુ કોઈ પરપુરૂષનું છે. તે વારંવાર ભાનુબેન સાથે આ બાળક કોનું છે? એવું પૂછીને ઝઘડો કરતો હતો. આ કંકાસથી કંટાળી મહિલાએ પોતાના માસૂમ દીકરાની હત્યા કરી તેનો મૃતદેહ કૂવામાં ફેંકી દીધો હતો અને પતિને દીકરો પ્રેમીને સોંપી દીધો હોવાનું જણાવ્યું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.