રક્ષિત ચૌરસિયા કેસમાં પોલીસે 3 હજાર પાનાની ચાર્જશીટ અદાલતમાં રજૂ કરી
ગાંજાના કેસમાં થયેલી પ્રાંશુ ચૌહાણની રિવીઝન અરજી કોર્ટે નામંજૂર કરી

ગાંજાના કેસમાં થયેલી પ્રાંશુ ચૌહાણની રિવીઝન અરજી કોર્ટે નામંજૂર કરી

ગાંજાના કેસમાં થયેલી પ્રાંશુ ચૌહાણની રિવીઝન અરજી કોર્ટે નામંજૂર કરી
વડોદરામાં હોળીના દિવસે (૧૩ માર્ચ, ૨૦૨૫) રાત્રે નશો કરીને 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વોક્સવેગન કાર દોડાવીને ૮ લોકોને અડફેટે લેનાર અને જેમાં એક મહિલાનું મોત થયું હતું તેવા રક્ષિત ચૌરસિયા કેસમાં કારેલીબાગ પોલીસે 3 હજાર પાનાની વિશાળ ચાર્જશીટ તૈયાર કરીને 90 દિવસમાં કોર્ટમાં રજૂ કરી દીધી છે.
કારેલીબાગ પોલીસ દ્વારા રક્ષિતકાંડની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ 111 સાક્ષીઓની ચકાસણી કરીને તેમના નિવેદનો લેવામાં આવ્યા હતા. આ સમગ્ર તપાસમાં ૧૦ પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનોની ટીમ જોડાઈ હતી.
ચાર્જશીટ મુજબ, અકસ્માત બાદ પણ 5 સેકન્ડ સુધી રક્ષિત ચૌરસિયાની કારની સ્પીડ 140 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી. ત્યારબાદ કારની મલ્ટીક્લોઝન બ્રેક એક્ટિવ થઈ ગઈ હતી, જેથી કાર ઓટોમેટિક ઊભી રહી હતી. ચોંકાવનારી વાત એ છે કે રક્ષિતે પોતે બ્રેક પર પગ મૂક્યો જ નહોતો. આ દર્શાવે છે કે અકસ્માત કેટલો ભયાવહ હતો અને આરોપીની ગંભીર બેદરકારી સ્પષ્ટ થાય છે.
બીજી તરફ, રક્ષિતકાંડના અન્ય આરોપી પ્રાંશુ ચૌહાણની ગાંજાના કેસમાં થયેલી અટકાયતને ગેરકાયદે અને ગેરબંધારણીય માનીને તાત્કાલિક મુક્ત કરવાના મેજિસ્ટ્રેટના હુકમ સામે સરકારે કરેલી રિવિઝન અરજીને વડોદરા સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. સેશન્સ કોર્ટે મેજિસ્ટ્રેટના હુકમને યોગ્ય ઠેરવ્યો છે, જે પ્રાંશુ માટે મોટી રાહત સમાન છે. કારેલીબાગ પોલીસે ૫ એપ્રિલ, ૨૦૨૫ના રોજ પ્રાંશુની અટકાયત કરી હતી. પ્રાંશુના વકીલ દ્વારા લેવાયેલા વાંધાને કોર્ટે ગ્રાહ્ય રાખ્યા હતા, જેના પરિણામે પ્રાંશુને મુક્ત કરવામાં આવ્યો છે.
આ કેસની વધુ સુનાવણી અને રક્ષિત ચૌરસિયા સામેના કાર્યવાહી પર હવે સૌની નજર રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.